Last Update : 24-April-2012, Tuesday

 

તડકામાં તાજગી બક્ષતો મેકઅપ

 

વોટરપ્રૂફ અને સ્વેટપ્રૂફ પ્રસાધનો પરસેવાની સમસ્યા દૂર કરે છે

ગરમી શરૂ થતાં જ પરસેવાનો ખ્યાલ દરેકને અચૂક આવતો હોય છે. આ ૠતુમાં મેકઅપ લાંબો સમય ટકતો નથી. અથવા ચહેરાની ત્વચાનાં રોમછિદ્રોની અંદર જઈને તેમને બંધ કરી નાખે છે, જેને પરિણામે ચહેરો વઘુ ખરાબ દેખાય છે.
આજકાલ બજારમાં મળતાં નવીન, આઘુનિક કોસ્મેટિક જેવા કે, વૉટરપ્રૂફ અને સ્વેટપ્રૂફ પ્રસાધનો આપણી આ સમસ્યાને દૂર કરી શકે છે. આવાં પ્રસાધનો પાણી કે પરસેવાથી નીકળી જતાં નથી અને વઘુ લાંબા સમય સુધી ટકી રહે છે. વૉટરપ્રૂફ પ્રસાધનોમાં સનસ્ક્રીન લોશન અને મોઈશ્ચરાઈઝરનું મિશ્રણ પણ બહોય છે, જેને લીધે ચહેરા પર સનટેન નથી થતાં. આ મેકઅપને સરળતાથી કાઢી પણ શકાય છે. મોઈશ્ચરાઈઝર અને ક્લીન્ઝંિગ મિલ્કથી વોટરપ્રૂફ ઉનાળામાં વાપરી શકાય છે.
ચહેરાનો મેકઅપ
આઘુનિક પ્રસાધનોની સાથે મેકઅપ કરવાની સ્ટાઈલમાં પણ ફેરફાર કરવો જોઈએ. મેકઅપ કરતાં પહેલાં ચહેરાને સારી રીતે સાફ કરો અને પછી ૩-૪ બરફના ટુકડા પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ચહેરા પર સારી રીતે ઘસો. ત્વચા બિલકુલ ઠંડી ન થઈ જાય ત્યાં સુધી આ ક્રિયા કરો. પછી ચહેરાને હળવા હાથથી ટૂવાલ વડે કોરો કરો. અને ડાઘ છુપાવવા માટે ત્વચાના રંગ સાથે મેળ ખાતું ફાઉન્ડેશન અને તેમાં થોડું પાણી નાખીને ચહેરા પર એકસમાન લગાવો. એક વાતનો ખ્યાલ રાખો કે ફાઉન્ડેશન માત્ર વૉટર બેસ હોય, ઓઈલ બેસ નહીં. નહીંતર તમારો મેકઅપ તરત જ નીકળી જશે. ફાઉન્ડેશન વૉટર બેસ છે કે ઓઈલ બેસ તે ફાઉન્ડેશનની પાછળ લખેલું હોય છે. ફાઉન્ડેશન ગળા અને કાન પર લગાવવાનું ભૂલશો નહીં. તેનાથી સંપૂર્ણ ચહેરો એકસરખો દેખાશે.
ફાઉન્ડેશન લગાવ્યા પછી બે મિનિટ રહીને કોમ્પેક્ટ પાઉનડરનો ઉપયોગ કરો જેથી ફાઉન્ડેશન સેટ થવાની સાથે સાથે ત્વચામાં ફિનિશંિગ ટચ પણ આવી જાય. એક વાતનો ખ્યાલ રાખો કે કોમ્પેક્ટ પાઉડર અને ફાઉન્ડેશન એક જ રંગના હોવા જોઈએ અને તમારી ત્વચા સાથે મેળ ખાતાં પણ હોય એ ખૂબ જરૂરી છે.
ઉનાળામાં માત્ર કોમ્પેક્ટ લગાવવાથી પણ ચહેરો સુંદર લાગે છે ત્યારબાદ તમે કેક બ્લશરનો ઉપયોગ કરો. તેનો રંગ તમારી લિપસ્ટિકના રંગને મળતો ખૂબ જ આછા શેડ્‌સનો હોવો જોઈએ.
આઈશેડોની પસંદગી પણ તમારા ડ્રેસથી થોડા આછા રંગની કરવી જોઈએ. જો તમે રંગીન આઈશેડો ન ઈચ્છતાં હો તો કોમ્પેક્ટનો કુદરતી રંગનો શેડો લગાવી શકો છો. ત્યારબાદ વૉટરપ્રૂફ અથવા સ્વેટપ્રૂફ આઈ લાઈનર અને મસકરા લગાવો જેથી પરસેવાને લીધે તે નીકળી ન જાય.
ઉનાળામાં પેન્સિલ લિપસ્ટિક કલર વઘુ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, પરંતુ અન્ય કોઈપણ લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર હળવો પાઉડર લગાવો અને પહેલો કોટ લગાવ્યા પછી બંને હોઠને પરસ્પર દબાવો. પછી પેપર નેપ્કિનથી હોઠને જોરથી દબાવો, જેથી લિપસ્ટિક સેટ થઈ જાય અને જોે વઘુ પડતી હોય તો નીકળી જાય. ત્યારબાદ ફરીથી લિપસ્ટિકને ફાઈનલ કોટ લગાવો.
ઉનાળામાં લિપસ્ટિકના એવા રંગોની પસંદગી કરો કે જેનાથી ચહેરા પર ચમક આવે, પરંતુ આ મોસમમાં લિપગ્લાસ ક્યારેય લગાવશો નહીં. કારણ કે તેને લીધે બધી લિપસ્ટિક નીકળી જશે અને આજકાલ તો મેટ લિપસ્ટિકની ફેશન પણ છે. તે તમે પસંદગીના રંગમાં લગાવી શકો છો.
મેકઅપ પૂરો થઈ ગયા પછી તેન ફાઈનલ ટચ આપવા ફિનિશંિગ માટે ચહેરા પર કોમ્પેક્ટ પાઉડર લગાવી શકો છો. પછી ચાંદલો લગાવો પરંતુ સ્ટિકરવાળો લગાવો કારણ કે જો કંકુ હશે તો પરસેવાની સાથે વહી જશે.
પરસેવાની દુર્ગંધથી બચવા ડિઓડોરેન્ટનો ઉપયોગ કરો.
હાથ-પગની ઉપેક્ષા કરશો નહીં.
ઉનાળામાં વધારે ઘૂળ ઊડવાને કારણે હાથ પગની સ્વચ્છતા પર વિશેષ ઘ્યાન આપવું જોઈએ. તેથી સ્નાન કરતી વખતે તેમને બ્રશ વડે સારી રીતે સાફ કરો અને દર ૧૫ દિવસે મેનીક્યોર અને પેડીક્યોર કરાવો. હાથપગમાં એવા રંગની નેલપોલિશનો ઉપયોગ કરો કે જેથી તે વઘુ સ્વચ્છ અને સુંદર દેખાય. બહાર નીકળતી વખતે હાથ, ગરદન-પીઠ અને પગ પર સનસ્ક્રીન લોશન અવશ્ય લગાવો.
ઉનાળામાં વાળને અઠવાડિયામાં બે વાર શેમ્પૂ કરો. હેરસ્ટાઈલ નાની, સુંદર અને દરેક વાળને બાંધી રાખે તેવી હોવી જોઈએ. ખુલ્લા વાળ રાખવા નહીં. વાળમાં નાખેલું નાનકડું ફૂલ આખો દિવસ તાજગી આપતું રહેશે અને દેખાવમાં પણ સુંદર લાગશે.
પોશાક લાવે વ્યક્તિત્વમાં નિખાર
આછા કલરમાં, સુતરાઉ, ભારતીય અથવા પાશ્ચાત્ય પોશાકો સુંદર લાગે છે. તેનાથી પરસેવો શોષાઈ જાય છે અને શરીર તાજગી અનુભવે છે.
આ મોસમમાં સિન્થેટીક કપડાં પહેરવાથી પરસેવો સુકાતો નથી જેથી ત્વચા ખરાબ થઈ જાય છે અને રૈશ તથા એક્ઝિમા થવાનો ભય રહે છે.
એવી જ રીતે બંધ શૂઝ પહેરવાને બદલે ચંપલ અથવા સેન્ડલ પહેરવા જોઈએ જેથી પગમાં હવાની અવરજવર થતી રહે.
આવી રીતે ડ્રાઈ મેકઅપ અને સુંદર પોશાકથી તમારું વ્યક્તિત્વ સખત તડકામાં પણ પહાડી પ્રદેશો જેવી શીતળતા અને તાજગીની અનુભૂતિ કરાવશે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved