Last Update : 24-April-2012, Tuesday

 

એઈડ્‌સનું જોખમ અને સલામત સેક્સ

 

એક તરફ વિશ્વમાં એઈડ્‌સનો ‘હાઉ’ મોં ફાડીને ઊભો છે જ્યારે બીજી તરફ યુવા પેઢીમાં સેક્સની ફરતે વીંટળાયેલું રહસ્ય જાણવાની તાલાવેલી વધી રહી છે. આપણા ભારતીય સમાજમાં જાતીય જ્ઞાન વિશે જાતજાતના ભ્રમ અને માન્યતાઓ પ્રચલિત છે. આ સંજોગોમાં યુવા પેઢી ગેરમાર્ગે દોરાવાની શક્યતા છે. આજના જમાનામાં લોકોને સેક્સથી દૂર રહેવાની સલાહ આપવી પણ નકામી છે. આથી લોકોમાં એઈડ્‌સ વિશેની જાગૃતિ આણવાનો માર્ગ જ શ્રેષ્ઠ છે.
અક્વાયર્ડ ઈમ્યુન ડેફિસિઅન્સી સિન્ડ્રોમ (એઈડ્‌સ) જાતીય સંબંધ દ્વારા પ્રસરે છે. આ રોગ પર કોઈ દવા ઉપલબ્ધ નથી. વિધિની વક્રતા એ છે કે એક બાજુ વિશ્વમાં એઈડ્‌સનો આતંક વધતો જાય છે જ્યારે બીજી બાજુ યુવા પેઢીમાં સેક્સનું આકર્ષણ વધતું જાય છે. અને ટીવીએ તેમને સેક્સ તરફ લલચાવવામાં કોઈ કમી રાખી નથી. ટી.વી. પર પ્રસારિત થતા કાર્યક્રમો યુવા પેઢીને અંધારી ખીણ તરફ આગળ ધકેલવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
જાતીય આવેગ એક કુદરતી પ્રક્રિયા છે જેને રોકવો મુશ્કેલ છે તેમ જ ભૂતકાળના અનુભવોમાંથી પ્રેરણા લઈ લોકોમાં સેક્સ અને એઈડ્‌સની જાગૃતિ ફેલાવનાર સંસ્થાઓ લોકોને સેક્સથી દૂર રાખવાની શિખામણ આપવા માગતી નથી. આ કારણે તેઓ ‘સલામત સેક્સ’નો સંદેશો આપી લોકોને ચેતવવાનું વઘુ પસંદ કરે છે.
આપણો ભારતીય સમાજ સેક્સ બાબતે ઘણો પછાત છે. જાતીય સુખ અને શૃંગારિક્તાની જાહેરમાં ચર્ચા પ્રતિબંધિત છે. ભદ્ર સમાજમાં સેક્સ નામનો શબ્દ ઉચ્ચારવાની મનાઈ છે. આ ઉપરાંત સેક્સ અંગે આપણા સમાજમાં જાતજાતના ભ્રમ પ્રવર્તે છે જે એક પેઢી દ્વારા બીજી પેઢીને વારસામાં આપવામાં આવે છે. આનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું છે. આગળ જણાવ્યું તેમ પેટની ભૂખની જેમ જ તનની ભૂખ કુદરતી છે. મુગ્ધાવસ્થામાં પ્રવેશતા જ જાતીય આવેગ ઉત્પન્ન થાય છે. આ આવેગને વશમાં રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. માતા-પિતા તેમના સંતાનો સાથે મુક્ત મને આ વાતની ચર્ચા કરી શકતા નથી. આથી પોતાની આતુરતા સંતોષવા તેઓ બ્લ્યુ ફિલ્મ્સ, સસ્તાં અને બિભત્સ મેગેઝિનો જેવી વસ્તુઓ પર આધાર રાખે છે. કેટલીકવાર તેઓ ખોટી સંગતમાં પણ ફસાઈ જાય છે. જોકે હવે પ્રચાર માઘ્યમો યુવા પેઢીને આ બાબતમાં પૂરતું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે.
એઈડ્‌સ અને એચઆઈવી પોઝીટીવના દરદીઓ માટે મોતની રાહ જોવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આથી એઈડ્‌સનું નિરાકરણ શોધવાની તાતી જરૂરિયાત છે અને આનો ઉપાય સલામત સેક્સ છે. લોકોએ પોતાની કામેચ્છા સંતોષવા માટે સલામત પઘ્ધતિનો વપરાશ કરવાની જરૂર છે.
‘સલામત સેક્સ’ વિશે જાણતા પૂર્વે એચઆઈવી અને એઈડ્‌સ વિશે કેટલીક હકીકત જાણી લેવી જરૂરી છે.
* એચઆઈવી એક એવો ચેપ છે જે મૃત્યુ સુધી સાથ છોડતો નથી. આ ચેપ દૂર કરવા માટે કોઈ વેક્સિન કે દવા આજ સુધી શોધાઈ નથી. જો કે આ રોગ પર દવા શોધાઈ હોવાના જાતજાતના દાવા થયા છે ખરા પરંતુ આ દાવા એકદમ સાચા પુરવાર થયા નથી.
* શરીરમાં ચેપી લોહી દાખલ કરવાથી, વીર્ય તેમ જ યોનિમાં રહેલા પ્રવાહી, સેરેબ્રોસ્પાઈનલ ફ્‌લુઈડ જેવી વસ્તુઓથી એચઆઈવીનો ભોગ બનાય છે. આથી દરદીને ચઢાવવામાં આવેલું રક્ત ચેપી હોય તો ચેપ લાગવાની શક્યતા છે. હા, ચેપી અંગોના પ્રત્યારોપણથી પણ સમસ્યાનો સામનો કરવો પડે એવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ ચેપ માતા દ્વારા ગર્ભસ્થ શિશુને લાગી શકે છે.
* એઈડ્‌સ હસ્તઘૂનન, ગાલ પર ચૂંબન જેવી ક્રિયાઓ તેમજ એકબીજાની વસ્તુઓ તેમજ કપડા, વાસણો વાપરવાથી તેમ જ જંતુ કરડવાથી થાય છે એ એક ભ્રમ છે.
* ગુદા મૈથુન એઈડ્‌સના જોખમને આમંત્રણ આપી શકે છે. કારણ કે ગુદાના કોષની બનાવટ એઈડ્‌સના જંતુઓ શોષવાની ક્ષમતા ધરાવે છે.
* થૂંકમાં એઈડ્‌સના વાયરસ (એચઆઈવી) મળી આવતા હોવા છતાં પણ દીર્ઘ ચુંબન જોખમી છે. હળવું ચુંબન જોખમી ન હોવા છતાં પણ ડૉક્ટરો લોકોને આ બાબતે સાવચેતી રહેવાની સલાહ આપે છે.
સલામત સેક્સ અંગેની માહિતી
* જાતીય સમાગમ દરમિયાન કોન્ડોમ તેમ જ લૂપ જેવા સાધનોના વપરાશની સલાહ નિષ્ણાતો આપે છે. જો કે કોન્ડોમ ફૂલપ્રૂફ ન હોવાની ચેતવણી પણ ડૉક્ટર આપે છે.
* તેલ ધરાવતા લુબ્રિકન્ટ, ક્રીમ જેવી વસ્તુઓ કોન્ડોમના રબરને નબળું બનાવતી હોવાથી આ વસ્તુઓથી દૂર રહેવું.
* ગુદા મૈથુનથી દૂર રહેવામાં જ ભલાઈ છે.
* ગુપ્તાંગના કોઈપણ પ્રકારના ચેપ તરફ દુર્લક્ષ્ય કરવું નહીં. આ પ્રકારના ચેપ દરમિયાન સમાગમથી દૂર રહેવું.
* મુખમૈથુન પણ અકુદરતી છે. પરંતુ આમાં ઓછું જોખમ રહેલું છે.
* એચઆઈવીનો ચેપ ધરાવતા લોકો અસ્વસ્થ દેખાય છે એ એક ભ્રમ છે.
* સેક્સ માટે સાથી પસંદ કરતી વખતે સાવચેત રહેવું. લગ્ન બાહ્ય જાતીય સંબંધ બાંધવાથી દૂર રહેવું.
* અજાણી વ્યક્તિ, સમલંિગ સંબંધો ધરાવતા લોકો તેમ જ વેશ્યા સાથે સમાગમ કરવો નહીં.
* આ રીતે સલામત સેક્સના પ્રચાર દ્વારા એઈડ્‌સના હાઉનું જોખમ ઘટી જશે એ એક હકીકત છે.
પલ્લવી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved