Last Update : 24-April-2012, Tuesday

 

રાસાયણિક પ્રસાધનો છોડી કુદરતી કોસ્મેટિક્સ અપનાવો

 

મહાન કવિ કાલિદાસે ‘ૠતુસંહાર’ કવિતા લખી છે. આ કવિતામાં જુદી- જુદી ૠતુનું અને તેમાં રાજવી પરિવારની માનુનીઓ શું કરે છે તેનું વર્ણન છે. આ કવિતામાં ગ્રીષ્મમાં શરીર પર ચંદનનો લેપ, વાળમાં સુગંધિત દ્રવ્યો, મલમલના વસ્ત્રો અને ફૂલોનો શ્રૃંગાર થતો હોવાનું છે.
ગરમીમાં શરીરને ઠંડક આપવી અત્યંત જરૂરી છે અને કુદરતી રીતે ઠંડક મળે છે ચંદનમાંથી. ચંદનની સુવાસ મનને પ્રફુલ્લિત કરે છે અને તેનામાં રહેલા ગુણધર્મો અળાઈને થતી અટકાવે છે.
સૌદર્ય નિષ્ણાતો હાથ, પગ, છાતી, પગ અને ચહેરા પર ચંદનની પેસ્ટ લગાડવાની સલાહ આપે છે. આનાથી ઠંડક મળે છે અને સનબર્નની અસર થતી નથી.
આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચંદન અને હળદર એન્ટિસેપ્ટીક અને એન્ટિ ઇન્ફલેમેટરી ગુણધર્મો ધરાવે છે અને ત્વચા માટે ઉત્તમ ગણાય છે. મૂડને સારો કરવા તથા તાજગી અનુભવવા નહાવાના પાણીમાં પાંચ ટીપાં ચંદનનું તેલ અને પાંચ ટીપાં રોઝ એસેન્શીયલ તેલ નાંખો. ચંદનનંુ તેલ ઉત્કૃષ્ટ નેચરલ સનસ્ક્રીન છે તે વાત ભૂલવી નહિ.
આપણે આપણી મમ્મી અને દાદી પાસેથી ગુલાબજળની અનેક વાતો સાંભળી છે. જુના જમાનામાં સૌંદર્યની જાળવણીમાં તેનો છૂટથી ઉપયોગ થતો હતો. પરંતુ આપણે તેના પ્રત્યે ઉપેક્ષાભાવ ધરાવીએ છીએ. મહત્ત્વની વાત એ છે કે ગુલાબજળ સહેલાઈથી ઉપલબ્ધ છે અને સસ્તું પણ હોય છે. ગુલાબજળનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવા તેને આઈસટ્રેમાં ભરીને ફ્રીઝ કરો. પછી આ ક્યુબ (ટુકડા)ને ચહેરા પર ખાસ કરીને આંખની આસપાસના ભાગમાં ઘસો. ગુલાબજળથી થાકેલી ત્વચા તાજગી અનુભવે છે.
કાકડીના રસનો પણ આ જ રીતે ઉપયોગ કરી શકાય છે. કાકડીના રસથી ત્વચામાં થતી બળતરા ઘટે છે અને તે ક્લિન્સર તરીકે પણ કામ લાગે છે.
ત્વચાને ઇન્સ્ટન્ટ તાજગી આપવા માટે બે ચમચી મધમાં એક ચપટી કપૂરનો ભૂકો મિક્સ કરો અને ચહેરા પર લગાડો. ૧૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો. ત્વચા એકદમ તાજગીસભર દેખાશે. આ જ પ્રમાણે નિસ્તેજ ત્વચાને નિખારવા ચહેરાને સાબુથી ધોઈને હથેળીમાં થોડી સાકર અને નકમ લઈને થોડીવાર ચહેરા પર મસાજ કરો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આ સ્ક્રબથી મૃતકોષો દૂર થશે અને ત્વચા તેજસ્વી દેખાશે.
આપણું શરીર પંચ તત્ત્વમાંથી બન્યું છે. અને છેવટે પંચ તત્ત્વમાં જ ભળી જાય છે. આ પંચતત્ત્વનું એક તત્ત્વ છે માટી. માટી જેવી કુદરતી ઠંડક અન્ય કોઈ તત્ત્વમાં નથી. ઘણા રોગના ઉપચારમાં પણ માટીના લેપનો ઉપયોગ થાય છે. આઘુનિક યુગમાં માટીના લેપને ‘મડ પેક’ તરીકે ઓળખવામાં આવે છે. મડ પેક રોમછિદ્રો ખોલીને તેમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. મુલતાની માટી અને ગુલાબજળનો લેપ ત્વચાને કુદરતી ઠંડક આપે છે.
શરીરને ઠંડક આપનારા તત્ત્વોમાં મેંદી પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માથામાં અને પગમાં મેંદી લગાડવાથી શરીરને ઠંડકની અનુભૂતિ થાય છે. થોડી જુની મેંદી લગાડવાથી રંગ નથી આવતો પરંતુ ઠંડક તો અવશ્ય મળે જ છે.
આ ઉપરાંત ઠંડક માટે દૂધી પણ ખૂબ સારી ગણાય છે. દૂધીનું છીણ નાંખીને ઉકાળેલું તેલ નાંખવાથી માથાને ઠંડક મળે છે. માથા પર ગરમી ચડી હોય તો દૂધીના છીણથી મસાજ કરવો અથવા લેપની જેમ મૂકવું. દૂધની સ્લાઈસને પગના તળિયે ઘસવાથી પણ શરીરની ગરમી બહાર ફેંકાઈ જાય છે.
અહીં કહેવાનું મુખ્ય તાત્પર્ય એ છે કે કોઈ પણ પ્રકારના રસાયણ વગરના આ તમામ તત્ત્વો કુદરતની ઉત્તમ બક્ષિસ છે. આથી મોંઘાદાટ સૌંદર્ય પ્રસાધનો પાછળ પૈસાનો વેડફાટ કરવાને બદલે પ્રકૃતિએ આપેલા આ તમામ તત્ત્વોનો મહત્તમ લાભ લેવો જોઈએ.
ભાવના જોશી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved