Last Update : 24-April-2012, Tuesday

 

ટીનેજરોની નવી ફેશન જેવો ‘મૂડ’ તેવા ‘રંગ’ની વીંટી

 

મિત્રે પહેરેલી વીંટીનો રંગ જોઈને તેની સાથે શી વાત કરવી તે નક્કી કરાય છે
ગોનો માનવમન પરનો પ્રભાવ જાણીતો છે. આપણે પહેરેલાં વસ્ત્રોનો રંગ, ઘર કે ઓફિસની દીવાલોનો રંગ, ફર્નિચરનો રંગ વગેરેની પસંદગી પરથી તે વ્યક્તિનો સ્વભાવ પારખી શકાય છે. કેટલાક લોકો કાયમ એક જ રંગની ચીજવસ્તુઓ પસંદ કરે છે, જ્યારે કેટલાક રંગબેરંગી ચીજો વઘુ પસંદ કરતા હોય છે. અમુક દર્દોના નિવારણ માટે ‘કલર થેરાપી’ (રંગ-ચિકિત્સા)ની સારવાર પણ પ્રચલિત છે. જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિના ચોક્કસ રંગનો ઉલ્લેખ કરવામાં આવ્યોે છે.
તાજેતરમાં ‘કલર’ વિશે કરાયેલાં કેટલાંક નિરીક્ષણો મુજબ રંગો માનવીના મૂડ કે મિજાજને બદલવામાં નિમિત્તરૂપ બને છે. અમુક રંગના સંપર્કમાં આવતાંવેંત કેટલાક માણસો હળવાશ કે શાંતિ અનુભવે છે, જ્યારે એ જ રંગ જોઈને કેટલાંક માણસો આવેશમાં આવી જાય છે. અને તેઓ અસ્વસ્થ કે બેચેન બની જાય છે.
પરંતુ આજકાલ ટીનેજર વિદ્યાર્થીઓ અને કોલેજિયનોમાં આંગળીઓ પર જુદા જુદા રંગની વીંટીઓ પહેરવાની ફેશન પ્રચલિત બની છે. આવી વીંટી ‘મૂડ રંિગ’ તરીકે ઓળખાય છે. પહેરનારના મૂડ પ્રમાણે વીંટીનો રંગ બદલાય છે. મુંબઈની એક હાઈસ્કૂલની વિદ્યાર્થીની કહે છે કે, ‘હમણાં મેં બ્લૂ અને લીલા રંગની વીંટી પહેરવાનું શરૂ કર્યું છે. મારી લાગણીઓ પર તેનો શો પ્રભાવ પડે છે તે હું જોવા માગું છું. જો કે કયો મૂડ કયા રંગથી પ્રભાવિત થાય છે તેની હજી સુધી ખબર પડી નથી.’ જો કે ઘણાખરા કોલેજિયનો માત્ર દેખાદેખીથી જુદા જુદા રંગની વીંટીઓ પહેરવા લાગ્યા છે, એવું ઉપનગરની એક પ્રતિષ્ઠિત કોલેજની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતુું. માણસના મૂડ પ્રમાણે વીંટીનો રંગ બદલાય તે સાચું હોય કે ખોેટું, પરંતુ કોલેજિયનોમાં ‘મૂડ રંિગ’નો પ્રભાવ વઘ્યો છે એ હકીકત છે. આને પરિણામે પોતાના બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડે પહેરેલી વીંટીનો રંગ જોઈને તેની સાથે કેવી રીતે વર્તવું તે નક્કી કરી શકાય એવી માન્યતા પ્રસરી રહી છે.
કયો રંગ કેવો મૂડ સૂચવે છે?
ન લાલ ઃ આ રંગ આવેશ અને આક્રોશના પ્રતીકરૂપ છે. તે વઘુપડતી ઉત્તેજના અથવા ચંિતા પણ દર્શાવે છે.
નપીળો ઃ આ રંગ માનસિક એકાગ્રતા કે તલ્લીનતા સાથે સંકળાયેલો છે. વિદ્યાર્થી કોઈ પરીક્ષા માટે વાંચતો હોય અથવા કોઈક સમસ્યા અને અસલામતી વિશે ખૂબ વિચાર કરતો હોય, તેનો સંકેત કરે છે.
નલીલો ઃ વૃક્ષ-વનસ્પતિઓની માફક આ રંગ ‘વિકાસ’નું પ્રતિનિધિત્વ કરે છે.
‘મૂડ રંિગ’ જ્યારે લીલો રંગ ધારણ કરે ત્યારે તે પ્રેમની લાગણી દર્શાવે છે. મોટાભાગના લોકો ‘મૂડ રંિગ’ માટે લીલો રંગ પસંદ કરે છે.
નબ્લૂ અથવા ભૂરો ઃ આ રંગ રાહતની લાગણી કે નિરાંતનો મૂડ સૂચવે છે.
નગુલાબી ઃ આ રંગ ભય કે ડરની લાગણીનો સૂચક છે.
નજાંબલી ઃ આ રંગ જાતીય આવેગ કે માદકતા (સેન્સ્યુઆલિટી) દર્શાવે છે.
નકેસરી ઃ આ રંગ કશીક ઉણપ કે ખામીની સ્થિતિનો નિર્દેશ કરે છે. તે સૂચવે છે કે વ્યક્તિને કશુંક જોઈએ છે અથવા તે કશીક અપેક્ષા રાખે છે.
સફેદ ઃ શ્વેત રંગ હતાશા, કંટાળો અથવા મૂંઝવણનો સંકેત કરે છે.
નકાળો ઃ સામાન્ય રીતે શ્યામ રંગ નકારાત્મક લાગણીનો સંકેત આપે છે. બીજાં લક્ષણોમાં ભારે થકાવટ, બેચેની (નર્વસનેસ) અથવા દબાણ કે ભાર હેઠળ હોવાની ભાવનાનો પણ સમાવેશ તેમાં કરાયો છે.
સરિતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved