Last Update : 24-April-2012, Tuesday

 

રંગીન હીરાની આકર્ષક જ્વેલરી

 

અરે! માનસી, તારા કાનના લવંિગીયા તો બહુ સરસ છે. નવા છે?’’ લીનાએ એની સખીને પૂછ્‌યું.
‘હા, મનોજે મારી બર્થડે પર આપ્યા છે. સાચા હીરાના છે..... લગભગ એંશી હજારના! માનસીએ ફુલાઇને કહ્યું.
લીના મલકાઇ, બંને બહેનપણીઓ બાય-બાય કહીને છુટી પડી. લીનાએ મનમાં કહ્યું, ‘શું ફંેકે છે આ માનસી. આવા પીળાશ પડતા હીરાના તે કંઇ ચાલીસ હજાર હોય?’
પણ બિચારી લીના શું જાણે? એ કંઇ કીટી-પાર્ટી કે ક્લબમાં જતી નથી કે નથી ફેશનના મેગેઝીન વાંચતી કે એને ખબર પડે કે માનસીની વાત કેટલી સાચી હતી. આપણી જેમ એને પણ વર્ષોથી એમ જ કે હીરો તો જેટલો સફેદ એટલો સારો અને કંિમતી. એક જમાનામાં ઝવેરીઓ પણ એ જ કહેતા પરંતુ આઘુનિક જમાનામાં મૂલ્યો બદલાઇ ગયા છે. ગૃહિણીઓ સાડીમાંથી સલવાર કમીઝ પહેરતી થઇ ગઇ છે અને ફેશનના નામ પર નવા-નવા અખતરા કરવા માંડી છે. આજકાલ ફેશનના બજારમાં બોલબાલા છે રંગીન હીરાઓની.
એક સમય હતો જ્યારે આ ઘરેણું વેચીએ તો કેટલા પૈસા મળે એ વિચારી લોકો ઘરેણા ખરીદતા પરંતુ આજે મનગમતી વસ્તુ પાછળ પૈસા ખરીદતા આવો વિચાર કરવાની કોઇને ફુરસદ પણ હોતી નથી અને આવું પૂછનાર લોકો ‘વેદીયા’માં ખપી જાય છે. હવે તો વસ્તુ મનગમતી મળવી જોઇએ, ભવિષ્યની ઐસી-તૈસી. આ ન્યાયે હાઇ સોસાયટીમાં ફેન્સી હીરાઓની ફેશન ચાલી છે. સમય જતા મૂલ્યો બદલાય તે આનું નામ.
હવે બજારમાં ઉપલબ્ધ થયા છે જાતજાતના રંગના હીરાઓ અને તે પણ સફેદ હીરા કરતા વઘુ મોંઘા અને વઘુ સુંદર. ઝાંખા ગુલાબી, ભૂરી કે રતાશ પડતી ઝાંયના હીરા તમે જોયા છે? એ બધા આગળ પરંપરાગત હીરાઓ થોડા ‘ઝાંખા’ પડી જાય છે.
બજારમાં ઉપલબ્ધ રંગીન ઝાંયવાળા હીરાઓમાં મુખ્યત્વે પીળા, બદામી, કેસરી, રતાશવાળા હીરાઓનું વેચાણ વઘુ હોય છે. ગુલાબી ઝાંયવાળો હીરો પચીસ હજારે એક ઉત્પન્ન થતો હોવાથી અતિ કંિમતી ગણાય છે જ્યારે ઘેરા પીળા રંગના હીરા સફેદ હીરાથી માત્ર દસ ગણા વઘુ કિમતી મનાય છે! જો કે કેટલાંક ઝાંખા પીળા હીરાઓ થોડી ઉતરતી કક્ષાના હોઇ શકે. જેમ રંગ ઘેરો એમ કંિમત વઘુ.
કેટલાક ઝવેરીઓ પીળાશ પડતા હીરાને ‘કેનેરી’ હીરા કહે છે જે યોગ્ય નથી. પીળા હીરામાં ઘાંસના રંગની ઝાંયથી લઇ ટેક્સીના પીળા રંગની ઝાંય સુધીના બધા રંગોનો સમાવેશ થાય છે. એથી રાતા-પીળા રંગના હીરાને આ નામ જરૂર આપી શકાય. પણ બધા પીળા હીરાને ‘કેનેરી’ નામ આપવું યોગ્ય નથી.
બદામી રંગના હીરાઓ પુરુષોમાં વઘુ લોકપ્રિય છે કારણ કે એ મર્દાનગી દર્શાવે છે અને પુરુષોના કપડા સાથે મેચ પણ થઇ શકે છે. એમાંય જુદી-જુદી શ્રેણીઓ છે જેમ કે ચમકતો બ્રાઉન, સફેદાઇ પડતો ઝાંખો બદામી ઇત્યાદી.
હીરા રંગીન કેવી રીતે બને છે તે જાણવા આપણે વિજ્ઞાનનો આધાર લઇએ દરેક પદાર્થ અણુ અને પરમાણુઓનો સમુહ છે. આમ જુઓ તો હીરા અને કોલસામાં માત્ર અણુઓની રચનાનો ફરક છે એટલું જ. મૂળમાં તો બઘું એકનું એક છે. કાર્બનના પરમાણુઓની ચોક્કસ પ્રકારની ગોઠવણીને કારણે હીરો એની ચમક અને રંગ મેળવે છે. હવે કાર્બન સાથે જો બીજા કોઇ વાયુના પરમાણુઓ હોય તો હીરાને જુદો રંગ મળે.
ઉદાહરણ તરીકે જો નાઇટ્રોજનના પરમાણુઓ ભળે તો પીળો કે બ્રાઉન રંગ ઉત્પન્ન થાય અને બોરોનના પરમાણુઓ ભૂરો રંગ પ્રદાન કરે. ટૂંકમાં જેટલો હીરો શુઘ્ધ એટલો સફેદ અને ભેળસેળીયો એટલો રંગીન, કળીયુગની આ બલિહારી કે ભેળસેળીયા હીરાની કંિમત વઘુ અને સફેદની ઓછી! એટલે લીનાબેન જેવી બેનોએ જરા વિચાર કરીને હીરાની ખરીદી કરવી પડે! સફેદ રંગહીન હીરાઓને જ આપણે સદીઓથી ‘સાચા’ હીરા ગણતા આવ્યા છીએ પરંતુ આઘુનિક જમાનામાં પરંપરાઓ બદલાતી જાય છે.
ફેન્સી-રંગીન હીરાઓમાં પીળા રંગના હીરા સસ્તામાં મળે છે. એને જો સોનામાં જડાવવામાં આવે તો એ ઘેરા રંગના લાગી શકે અને તેની શોભા વધી જાય. રંગીન હીરાઓની કંિમત એમના રંગનું ઘેરાપણું અને શુઘ્ધતા પર આધારિત હોય છે.જો કે હવે હીરામાં ડાઘ હોય તો એને અશુઘ્ધ કે અશુભ મનાતા નથી કારણ કે અશુઘ્ધિ વઘુ એમ રંગ વઘુ ઘેરો.
રંગીન હીરાઓ ખરીદતા પહેલાં કેટલીક ચકાસણીઓ આવશ્યક છે. આજ કાલ ભેળસેળમાં પણ ‘સેળભેળ’ થવા માંડી છે. હીરાઓને કુદરતી રંગ ન મળ્યો હોય તો એમાં રેડીએશનથી રંગ ઉપજાવવામાં આવે છે. આવા હીરોઓ વઘુ ઘેરા રંગના હોય છે અને ઓછી કંિમતના પણ. એથી ભરોસા પાત્ર ઝવેરી પાસેથી લેવા વઘુ યોગ્ય છે. ફેન્સી હીરા ખરીદતા પહેલા ઝવેરી પાસેથી જાણી લો કે એનો રંગ કુદરતી રીતે રંગીન હીરાની કંિમત આપી બનાવટી રંગ ઉપજાવેલ હીરા ખરીદી છેતરાવું ન પડે.
શક્ય હોય તો કુદરતી રીતે રંગીન અને અકુદરતી રંગવાળા હીરાઓને બાજુ બાજુમાં મૂકી બતાવવા કહો કારણ કે સચ્ચાઇની પરીક્ષા કરવા પારખુ નજર જોઇએ જે સામાન્ય માણસ પાસે ન હોય.
કેટલીક આંતરાષ્ટ્રીય સંસ્થાઓ સર્ટિફિકેટ પણ આપે છે જેથી તમારે છેતરાવાનો ભય ન રહે. જેમ કે ઇન્ટરનેશનલ ડાયમંડ કમિટી કે જેમોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકા આવા હીરાઓનું વર્ગીકરણ અમુક માપદંડના આધાર પર કરે છે. સંસ્થાઓનું સર્ટિફિકેટ હોય તો તમે નચંિતપણે એ ઘરેણા લઇ શકો.
રંગીન હીરાઓ, બુટ્ટીઓમાં, હારમાં કે માથાના ટીક્કાઓમાં જડવામાં આવે તો ઘરેણા અને ગૃહિણી-માનુનીની સુંદરતાને ચાંદ લગાવી દે છે. આખરે તો પેલી જાહેરાતમાં કહે છે ને ‘હીરા હૈ સદા કે લિયે....’ સદીઓથી હીરા પ્રેમીનું પ્રતિક મનાતા આવ્યા છે અને આઘુનિક યુગમાં રંગીન હીરાઓ પ્રેમમાં રંગીન મસ્તીનો જાદુ પાથરે છે.
ભાવિકા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved