Last Update : 24-April-2012, Tuesday

 

ચાળીસી પછી ઓસરતો પતિનો ઊમળકો

 


સ્ત્રીઓમાં ‘મેનોપોઝ’ની માફક પુરુષોમાં ‘એન્ડ્રોપોઝ’ દરમિયાન શારીરિક-માનસિક ફેરફાર થાય છે. પણ ડોકટરની સલાહથી ‘વાયેગ્રા’ જેવા ઉપચારોથી કામજીવન રોમેન્ટિક બનાવી શકાય.
કવિતા થોડા દિવસોથી પરેશાન હતી, તેનો પતિ મહેશ મોડી રાત્રે આવતો, જમતો અને પડખું ફેરવીને સૂઈ જતો.
પહેલાં આવું ક્યારેય નહોતું થતું. તે જાગતો અને કવિતાની રાહ જોતો. જો કવિતાને રસોડામાં વાર લાગે તો તેને બૂમ પણ પાડતો. ‘‘કવિતા, શું કરે છે? જલદી આવ.’’
પરંતુ હવે તેની રાહ જોવાને બદલે તે સૂઈ જતો હતો. કવિતાને ‘આવને’ શબ્દ સાંભળ્યાને મહિનાઓ વીતી ગયા હતા. ‘ઠીક છે. સૂઈ જવું હોય તો સૂઈ જાવ. જો તમારે મારી જરૂર ન હોય તો મારે પણ તમારી જરૂર નથી.’ એવું શરૂઆતમાં કવિતા વિચારતી.
ક્યાંક એવું તો નથી કે તે ઓફિસની કોઈ છોકરીના લફરામાં પડી ગયો હોય. એવંુ જ હશે. નહીંતર ૧૫ દિવસ સુધી કેવી રીતે રહી શકે તે તો શું તે તેની સાથે એટલી હદ સુધી પહોંચી ગયો હશે? આવું બઘું કવિતા શરૂઆતમાં વિચારતી કવિતાની મુશ્કેલી વધતી ગઈ. આ પ્રકારની વાત કોઈને પૂછાય પણ નહીં. બધા મજાક ઉડાવશે એવું વિચારીને વધારે પરેશાન થતી.
કવિતાની સાહેલી પ્રતિભા સમજી નહોતી શકતી કે કવિતાની મુશ્કેલી શું છે. જ્યારે રહેવાયું નહીં તો તેણે જ પૂછી લીઘું કે કવિતા શું વાત છે? આજકાલ તું ઉદાસ કેમ રહે છે?
કવિતાએ વાતને ટાળી દીધી. બતાવે તો પણ શું બતાવે કેવી રીતે જણાવે કે મહેશે તેનામાં રસ લેવાનું બંધ કરી દીઘું છે?
પરંતુ પ્રતિભાએ જીદ કરવા માંડી તેથી કવિતાએ બધી વાત બતાવી.
‘‘અરે કવિતા, તું સ્ત્રી પુરુષોના સંબંધને સમજવાનો પ્રયાસ કરે. મહેશ લગભગ ૪૦ વર્ષ ઉપરનો થઈ ગયો છે. આ દરમિયાન પુરુષોની સેક્સ પ્રત્યેની રુચિ ઓછી થવા લાગે છે. તેની વ્યવસાય અને ઓફિસની જવાબદારી વધવા લાગે છે. આની અસર કોઈના પર વધારે થાય છે તો કોઈના પર ઓછી. બની શકે કે તારા પતિને ‘એડ્રોપોઝ થઈ ગયો હોય. વધારે સારું એ છે કે તું કોઈ ડોકટરની સલાહ લે.’’ પ્રતિભાએ સમજાવ્યું.
સ્ત્રીઓમાં મેનોપોઝની જેમ પુરુષ પણ લગભગ આ સમસ્યાનો શિકાર બની શકે છે. પુરુષોમાં થતી આ સમસ્યાને ‘એંડ્રોપોઝ’ નામથી ઓળખવામાં આવે છે. એંડ્રોપોઝ જ નહીં, ૪૦થી વધારે વર્ષ પછી પુરુષમાં માનસિક શારીરિક રીતે પણ ઘણાં પરિવર્તન થતાં હોય છે. જેને પત્નીએ ગંભીરતાથી સમજવા જોઈએ.
એંડ્રોપોઝ શું છે ઃ પુરુષમાં ૪૦-૪૫ વર્ષની ઉંમર પછી આવેલાં બધાં લક્ષણોને એક સાથે મેળવીને એંડ્રોપોઝ નામ આપવામાં આવે છે. ખરેખર તો, એંડ્રોપોઝ અને મેનોપોઝ એક જેવાં જ છે પરંતુ એંડ્રોપોઝમાં મેનોપોઝની જેમ હોર્મોન્સ બનવાનું બંધ નથી થતું. ટેસ્ટોસ્ટેરાન અને એંડ્રોપોઝ રોગ ૪૦-૪૫ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ ઓછાં બને છે, પરંતુ સ્ત્રીઓની જેમ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરાન હોર્મોન્સ બનવાનું ઓછું નથી થતું પુરુષોમાં ટેસ્ટોસ્ટેરાન લગભગ સો વર્ષના આયુષ્ય સુધી બને છે. અમુક કિસ્સામાં ટેસ્ટોસ્ટેરાન બનવાનું ઘણું ઓછું થઈ જાય છે. એટલે એંડ્રોપોઝ રોગ ફક્ત ટેસ્ટોસ્ટેરાનને કારણે નથી થતો.
હા, આ રોગમાં પુરુષ લંિગમાં શિથિલતા જરૂર આવવા લાગે છે, જે એંડ્રોપોઝનું મુખ્ય લક્ષણ ગણાય છે.
પુરુષ લંિગમાં શિથિલતા આવવાના મુખ્ય કારણો નીચે મુજબ છે.
ઉંમર વધવા સાથે લોહીની નસોની અંદરની સપાટી પર કોલેસ્ટેરોલ નામનો પદાર્થ જમા થવા લાગે છે જેનાથી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને તેમાંથી પસાર થતું લોહી ઓછું થવા માંડે છે. એની સૌથી મોટી અસર પુરુષના લંિગ પર સમાગમ વખતે પડે છે. કારણ કે આ સમયે પુરુષ લંિગમાં જરૂરી ઉત્થાન નથી આવતું. પરિણામે લંિગ એટલું કડક નથી થતું જેટલું પહેલાં થતું હતું. બની શકે છે કે લંિગમાં સેક્સ માટે જરૂરી ઉત્થાન જ ન આવે.
- માનસિક રીતે પુરુષ આ ઉંમરે પુખ્ત થઈ ગયેલ હોય છે. તેથી પત્ની નજીક આવતાં જ સેક્સ માટેની તૈયાર સ્થિતિ રહેતી નથી.
- ધંધો અથવા ઓફિસના ટેન્શનને કારણે પણ પુરુષ સેક્સ માટે તૈયાર રહેતો નથી.
- ક્યારેક ક્યારેક લોહી પાછું લઈ જનાર રક્તવાહિનીઓના વાલ્વ ખરાબ થઈ જવાના કારણે લોહી લંિગમાં રોકાવાને બદલે ઝડપથી પાછું જતું રહેતું હોય છે. પરિણામે લંિગમાં ઉત્થાન તો આવે છે, પરંતુ તરત જ શિથિલ જાય છે અને સમાગમ સફળતાપૂર્વક થઈ શકતો નથી. હવે તમારે બદલાવું પડશે. પહેલાં તે આવતા હતા, તમારી રાહ જોતા હતા. સેક્સ માટે શરૂઆત કરતા હતા, પરંતુ હવે તે એંડ્રોપોઝના રોગથી ઘેરાયેલા છે. હવે તમે શરૂઆત કરશો તો તે ફરીથી સેક્સ માણવા તૈયાર થઈ જશે.
વિયાગ્રા અને એંડ્રોપોઝ
વિયાગ્રાની ગોળી એંડ્રોપોઝ માટે વરદાન રૂપ સાબિત થઈ છે. વિયાગ્રાથી લંિગમાં લોહીનો પ્રવાહ વધી જાય છે અને ઉત્થાન આવી જાય છે. પરંતુ આ ગાળી ડોક્ટરની સલાહથી જ લેવી જોઈએ નહીં તો ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
પેપાવરીન ઇન્જેકશન ઃ પેપાવરીન ઇન્જેકશન સમાગમ પહેલાં લંિગમાં આપવામાં આવે છે જેનાથી લંિગમાં ઉત્થાન આવી જાય છે. વિયાગ્રાના આવવાથી આનું ચલણ ઓછું થઈ ગયું છે.
ઇરકટ એડ ઃ ઇરકટ એડ એક સાધન હોય છે. તેમાં એક પ્લાસ્ટિકનું સિલિન્ડર હોય છે. જેને લંિગ ઉપર રાખીને હવા ભરવાથી લંિગમાં ઉત્થાન આવે છે.
પ્લાસ્ટિક સર્જરી અને એંડ્રોપોઝ
પ્લાસ્ટિક સર્જરી દ્વારા હવે લંિગમાં પેનાઈલ પ્રોસ્થેસિસ મૂકવાનું શક્ય બન્યું છે. આનાથી લંિગમાં ઉત્થાન આવી જાય છે. પરંતુ તેમાં નુકસાન એ છે કે લંિગ હંમેશા ‘ઇરેક્ટ અવસ્થા’માં જ રહે છે. એની બે રીત છે.
ફુલાવી શકાય તેવી પ્રોસ્થેસિસ ઃ આ પ્રોસ્થેસિસમાં સેક્સ પહેલાં સ્કોટમાં મૂકેલા એક ફુગ્ગામાં પાણી ભરવામાં આવે છે. જેનાથી પ્રોસ્થેસિસનો આકાર વધે છે અને લંિગ ઉત્થાનની અવસ્થામાં આવી જાય છે. સમાગમ પછી પાણી ફરીથી ફુગ્ગામાં જતું રહે છે અને લંિગ શિથિલ થઈ જાય છે.
સેક્સ પહેલાં પ્રોસ્થેસિસ મૂકવું ઃ આ રીતમાં લંિગમાં પ્રોસ્થેસિસ માટે રસ્તો બનાવવામાં આવે છે. સેક્સ પહેલાં પ્રોસ્થેસિસ મૂકીને લંિગમાં ઉત્થાન લાવી શકાય છે. પછી પ્રોસ્થેસિસને કાઢી લેવામાં આવે છે.
માઈક્રોસર્જરી અને એંડ્રોપોઝ
હવે માઈક્રોસર્જરી દ્વારા લંિગમાં નવી રક્તવાહિનીઓને મૂકવાનું શક્ય બન્યંુ છે. આનાથી લંિગમાં લોહીનો પ્રવાહ વધી જાય છે. અને લંિગમાં આવેલી શિથિલતા દૂર થઈ જાય છે. આ ઓપરેશન એંડ્રોપોઝના રોગીઓ માટે વરદાનરૂપ સાબિત થયું છે.
કવિતાએ પણ પોતાના પતિની માઇક્રોસર્જન પાસે સારવાર કરાવી તેમણે માઈક્રોસર્જરી દ્વારા લંિગમાં લોહીનો પ્રવાહ વધારી દીધો. લંિગમાં ફરીથી ઉત્થાન આવવાના કારણે તે ફરીથી કવિતાને પહેલાંની જેમ પ્રેમ કરવા લાગ્યો.
સેક્સ સમસ્યાઓ માટે ડોક્ટરી સલાહ લેતા ક્યારેય ગભરાવું ન જોઈએ. જો તમારા પતિને સેક્સની સમસ્યા હોય તો તેની સાથે સહાનુભૂતિપૂર્વકનું વર્તન કરો અને તેમને ડોકટરી સલાહ લેવા માટે તૈયાર કરો.
અદિતી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved