Last Update : 24-April-2012, Tuesday

 

મેરિડ લાઈફની સુસ્તી મિટાવવા થોડુંક ‘ફ્‌લોર્ટંિગ જરૂરી

લગ્ન પહેલાં અને લગ્ન પછીનાં એક-બે વર્ષ સુધી એક તરફ પતિ-પત્ની માટે આકાશમાંથી તારા તોડી લાવવાની વાત કરતો હોય છે તો બીજી તરફ પાછળથી એ જ પતિ તેના માટે ગુલાબનું ફૂલ લાવવા માટે પણ સમય નથી ફાળવી શકતો. આવું શા માટે બને છે? કારણ કે લગ્ન પછી પતિને પોતાની જવાબદારીનું ભાન થાય છે અને તેની જંિદગીમાંથી પ્રેમ તથા રોમાન્સ ગાયબ થઈ જાય છે. આવા સંજોગોમાં જીવનમાં રોમાન્સ જાળવી રાખવાની જરૂર પડે છે. રોમાન્સ એવી રીતે જાળવી રાખવો જોઈએ જેથી કરીને તે દિનપ્રતિદિન વધતો જ રહે. આનો એક સરળ ઉપાય છે તમે બીજા સાથે ફ્‌લર્ટંિગ કરવાનું શરૂ કરી દો. જેથી તમારા જીવનમાં રોમાન્સ જળવાઈ રહેશે. જેવી રીતે સવારે તાજી હવામાં થોડો સમય પસાર કરવાથી તનમનમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે તેવી જ રીતે દરરોજ થોડો સમય પોતાનાં મહિલા પુરુષ સહકર્મચારીઓ સાથે ફ્‌લર્ટંિગ કરવામાં આવે તો તેના લીધે તમે તમારી પ્રત્યેક સાંજ સલૂણી અને રોમેન્ટિક બનાવી શકો છો. વિશ્વાસ રાખજો કે તમારા આ વ્યવહાર અંગે કોઈ પણ સંજોગોમાં પત્નીને ત્યાં સુધી ખબર નહીં પડે જ્યાં સુધી તમે જાતે જ તેને જણાવશો નહીં.
એવું માનવામાં આવે છે કે જો કોઈ પૌઢ વ્યક્તિ યુવાનો સાથે થોડા સમય પસાર કરે તો તે પણ તેમની વચ્ચે રહીને મનથી પોતાને યુવાન માનવા લાગે છે. કંઈક આવો જ અનુભવ બીજા સાથે ફ્‌લર્ટંિગ કર્યા પછી પણ થતો હોય છે, જેના લીધે તમારું મન ઉત્સાહ અને આનંદમાં રહે છે અને આખા દિવસનો થાક દૂર થઈ જતો હોય છે.
થોડોે સમય ફાળવોઃ
જો કે આજની ભાગદોડભરી જંિદગીમાં ટેન્શન અનુભવતા પતિ કે પત્ની પાસે એટલો સમય પણ નથી હોતો કે તેઓ પરસ્પર રોમાન્સ માટે સમય ફાળવી શકે પરંતુ પતિ-પત્ની બંનેએ પરસ્પર રોમાન્સ જાળવી રાખવા માટે થોડું ઘણું ફ્‌લર્ટંિગ તો કરવું જ પડશે. કરવામાં આવેલા એક અઘ્યયન પરથી એ બાબત પુરવાર થઈ ગઈ છે કે જો તમે ઘરની બહાર થોડું ઘણું ફ્‌લર્ટંિગ કરતા હો તો તમે ઘરમાં પણ એટલાં જ રોમાન્ટિક બની રહો છો અને જીવનમાં રોમાન્સ પણ જળવાઈ રહે છે. ફ્‌લર્ટંિગમાં તમે હળવી વાતચીત, મજાકમસ્તી કે હરીફરી શકો છો, પરંતુ આવું કરતી વખતે તમારે પોતાની મર્યાદાઓ ક્યારેય ન ઓળંગવી જોઈએ.
અમુક હદ સુધી જ ફ્‌લર્ટંિગ કરવું જોઈએ. ફ્‌લર્ટંિગ તમારા બંને માટે કોઈ અસરકારક શક્તિયુક્ત ટોનિક જેવું કામ કરશે, જે તમારાં તનને સ્ફૂર્તિ આપશે અને મનને યુવાન બનાવી રાખશે.
ટેન્શનથી દૂર રહો
માલાનો જ દાખલો લઈએ. તે પોતાની ઓફિસના સહકર્મચારીઓ સાથે થોડુંઘણું ફ્‌લર્ટંિગ કરતી હતી. તેનાથી તે ખુદને તો ટેન્શન ફ્રી અનુભવતી હતી અને ઓફિસેથી ઘરે પહોંચતાં જ પોતાના પતિનું સ્વાગત મનમોહક સ્મિત દ્વારા કરતી હતી. જ્યારે સુમનને પોતાની ઓફિસના સહકર્મચારીઓ સાથે વાત કરવામાં પણ સંકોચ થતો હતો અને ઓફિસમાં તે પોતાના કામને જ મહત્ત્વ આપતી હતી. પરિણામે સાંજે ઘરે પહોંચતા જ તે થાકીને લોથપોથ થઈને બેડ પર આડી પડી જતી હતી. એને થાક દૂર કરવા માટે બીજો કોઈ ઉપાય જડતો નહોતો. થાકના કારણે પોતાના પતિ અને રોમાન્સ તરફ પૂરતું ઘ્યાન આપી નહોતી શકતી તેથી પતિ-પત્ની વચ્ચે અંતર વધતું જતું હતું.
દામ્પત્યજીવનમાં આવેલી નીરસતા
આમ તો એ સમસ્યા લગભગ એવી દરેક યુવતીઓમાં જોવા મળે છે કે જે પોતાનો મોટાભાગનો સમય ઘરમાં ગાળે છે કે પછી અમુક હદ સુધી મર્યાદામાં રહીને પરપુરુષો સાથે હળવામળવાનું પસંદ કરતી હોય છે. ધીમે-ધીમે તેનું પોતાનું અસ્તિત્વ ઘરની ચાર દીવાલો સુધી મર્યાદિત થઈ જાય છે ત્યાર પછી તે ઘરનું કામકાજ અને બાળકોને સંભાળીને બેસી રહે છે. તેનાં જીવનનું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. આવા સંજોગોમાં તેના જીવનમાં પતિ કે રોમાન્સનું કોઈ મહત્ત્વ રહેતું નથી. પરિણામે વારંવાર પરસ્પર અણબનાવો બને છે કે પછી છૂટાછેડાનો વારો આવી જાય છે.
દામ્પત્યજીવનમાં કડવાશ ન આવી જાય એ માટે પતિ-પત્ની બંનેએ એકબીજાની લાગણીની કદર કરવી જોઈએ. એકબીજાની ઈચ્છાઓને માન આપવું જોઈએ અને પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢીને સાથે હરવું-ફરવું, મનગમતી ચીજવસ્તુઓ ખાવી કે ખરીદવી જોઈએ. આમ કરવાથી બંને વચ્ચે પ્રેમ વધશે અને લગ્નજીવનમાં આવેલી નીરસતા પણ દૂર થઈ જશે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved