Last Update : 24-April-2012, Tuesday

 

આરોગ્ય પ્રશ્નોત્તરી

પૂરા મહિને તંદુરસ્ત અને ગોરું બાળક જન્મે એ માટે શું કરવું?
ડિલિવરી બાદ પેટ વધે નહીં અને શરીર સપ્રમાણ રહે એ માટે શી કાળજી રાખવી?

પ્રશ્ન ઃ હું એક મુસ્લીમ બહેન છું અને મને આયુર્વેદમાં ખૂબજ વિશ્વાસ છે. આજનો મારો પ્રશ્ન એ છે કે માર્ચ ૨૦૧૧માં મારા બે દીકરાઓને પરણાવ્યા છે અને હાલમાં મારી બન્ને બહુ-દીકરીઓને ‘સારા દિવસો’ જઈ રહ્યા છે તો મારી બન્ને વહુઓને તંદુરસ્ત તથા ગોરા બાળક જન્મે અને તેની રોગ પ્રતિકાર શક્તિ તથા બૌદ્ધિક વિકાસ સારો હોય તેવા પણ ઉપાય સૂચવશો.
ડિલિવરી બાદ મારી બન્ને બહુ-દીકરાઓના શરીર સપ્રમાણ રહે અને એમની તંદુરસ્તી જળવાય તે માટે પણ માર્ગદર્શન આપશો.
- એક બહેન (આણંદ)

ઉત્તર ઃ તમારા પરિવારમાં તંદુરસ્ત-ગોરા બાળકો જન્મે અને એમની રોગ પ્રતિકાર શક્તિ સારી હોય એ માટે તમારી બન્ને સગર્ભા પુત્રવઘુઓને ઔષધો આ પ્રમાણે આપશો.
(૧) ગર્ભપાલ રસ તથા જીવંતી ધનવટી બે બે ગોળી સવારસાંજ દૂધ સાથે આપવી.
(૨) સુવર્ણ બ્રાહ્મી ૧-૧ ગોળી સવાર સાંજ ચાવી જઈને ઉપર દૂધ પીવું.
(૩) લાંબી સફેદ શૂળ વાળા જે ઊંચા બાવળ થાય છે તેના તાજા પાંદડા રોજ સવાર સાંજ જો સગર્ભા સ્ત્રી ચાવી જાય તો શાસ્ત્રકારો કહે છે કે બાળક ગોરું જન્મે છે. સ્વસ્થ અને ગોરા બાળક માટે - જેઠીમધ, શતાવરી, જીવંતી બાવળની સૂકી પત્તી અને કમળ કાકડીના અંદરના સફેદ મીંજ આ પાંચે વસ્તુ સરખાભાગે પચાસ-પચાસ ગ્રામ લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. તૈયાર થયેલા આ ચૂર્ણમાં ૨૫ ગ્રામ ગોદંતી ભસ્મ મેળવી બરાબર મિક્સ કરી એક કાચની બાટલીમાં ભરી રાખવું. આમાંથી સવાર સાંજ એક ચમચી જેટલું અથવા બે ગ્રામ ચૂર્ણ સવાર સાંજ ફાકી જવાથી ગોરું બાળક જન્મે છે. ગોરું બાળક જન્મે એ માટે સગર્ભા સ્ત્રીએ લીલી સૂકી હળદરનો ઉપયોગ ખાસ કરવો. જેઠી મધનું ચૂર્ણ તો સ્વતંત્ર રીતે પણ સવાર સાંજ એક-એક ચમચ ફાકી શકાય. જેઠીમધના ગુણ અનેક છે. એમાં સૌથી વિશેષ ગુણ તો એનો ‘જીવનીય’ છે. માતા અને બાળકને એ ખૂબ સારું પોષણ આપે છે અને બાળકનો સર્વાંગી વિકાસ પણ જેઠીમધના કારણે થાય છે. શતાવરી, કમળ કાકડી, જીવંતી અને જેઠીમધનો ક્ષીરપાક બનાવીને પણ સગર્ભા સ્ત્રી લઈ શકે. ચારે વસ્તુનો શીરો બનાવીને ખાઈ શકાય.
ડિલિવરી પછી પ્રસૂતા સ્ત્રીએ પોતાનું પેટ વધી ન જાય, શરીર સપ્રમાણ ર હે, ભૂખ બરાબર લાગે તથા બાળકને પરિપૂર્ણ પોષણ મળે એવા અને એટલા દૂધ (ધાવણ)ની ઉત્પત્તિ થાય એનું ખાસ ઘ્યાન રાખવુ જોઈએ. બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી તો એને માતાનું દૂધ ભરપુર મળવું જોઈએ. માતા ઈચ્છે તો એ પછી પણ અન્ય ખોરાક ઉપરાંત પોતાનું દૂધ ચાલુ રાખી શકે છે.
પ્રસૂતિ પછી પેટ વધી ન જાય અને ગેસ ન થાય એ માટે પ્રસૂતા સ્ત્રીએ જમ્યા બાદ ચાર ચમચી દશમૂલારિષ્ટમાં એટલું જ પાણી મેળવીને પીવું. ત્રિફલા ગૂગળ, મેદોહર ગૂગળ અને આરોગ્ય વર્ધિનીનું સેવન પણ ચિકિત્સકની સલાહ પ્રમાણે બાળક છ માસનું થાય પછી લઈ શકાય.
પ્રશ્ન ઃ હાલમાં મારી ઉંમર ૨૫ વર્ષની છે. મને ખૂબજ ઠંડી વાય છે. અને મારા હાથપગ ઠંડા રહે છે, દરરોજ. છેલ્લા પાંચ વર્ષથી મારા શરીરમાં ઝીણો તાવ કાયમ રહ્યા કરે છે. કડવાશ, સૂંઠ, આદુ માફક આવતા નથી. જો લઉં તો ખેંચ આવે છે. હું ખૂબજ કંટાળી ગયો છું. તો ખેંચની સારી દવા સૂચવવા વિનંતી.
મારા લોહીના બધા રિપોર્ટ નોર્મલ આવે છે. તેમજ મગજનો સ્ઇૈં રિપોર્ટ અને ઈ.ઈ.ય્. રિપોર્ટ પણ નોર્મલ આવેલ છે.
- કુણાલ શાહ (રન્ના પાર્ક, અમદાવાદ-૬૧)
ઉત્તર ઃ આવા કેસમાં નિષ્ણાંત ચિકિત્સકને રૂબરૂ મળ્યા પછી સારવાર શરૂ કરવામાં આવે તો નિદાન તથા સારવાર વઘુ સુનિશ્ચિત બની શકે છે. આમ છતાં પત્રમાં લખેલી તકલીફને ઘ્યાનમાં રાખી સારવાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) અમર સુંદરી રસ, અપતંત્રકારિ વટી તથા મહાવાત વિઘ્વંસન રસની એક એક ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવી.
(૨) આખા શરીરે સરસવ તેલ અથવા તો મહાનારાયણ તેલની માલિશ કરીને એકાદ કલાક બાદ ગરમ પાણીથી સ્નાન કરવું.
(૩) આર્થિક અનૂકૂળતા હોય તો બૃહદ્‌ વાત ચંિતામણિ રસની એક ગોળી રોજ સવારે ચાવી જઈને ઉપર દૂધ પીવું.
(૪) તાજી લીલી રસદાર ગળો લાવી તેના આંગળીના ટેરવા જેવડા ટૂકડા કરી ટોચીને એક કટોરામાં પલાળી દેવા. બે ત્રણ કલાક બાદ ચોળીને રસ કાઢી લેવો. દિવસમાં એકવાર અથવા તો સવાર સાંજ આ રસ પીવામાં આવે તો કાયમ હાડમાં રહેતો તાવ મટી જાય છે.
(૫) નિષ્ણાંત પંચકર્મ ચિકિત્સક પાસે બસ્તિ, નસ્ય અને અભ્યંગ સ્વેદન જેવી સારવાર લેવાથી પરિણામ જલદી મળશે.
* આઈસક્રીમ, ઠંડા પીણાં, દહીં, વાયુ કરે તેવા પદાર્થો બંધ કરવા. માફક આવે તો લસણનો ઉપયોગ ખાસ કરવો.
પ્રશ્વ્ન ઃ મારી બેબીની ઉંમર ૨૧ વર્ષ અને વજન ૪૮ કિલો છે. છેલ્લા આઠ વર્ષથી તે માસિક ધર્મમાં આવે છે. દર મહિને માસિક સાત દિવસ વહેલું આવે છે. તો ક્યારેક દસ દિવસ વહેલું આવી જાય. માસિક આવતા પહેલા થોડા દિવસ અગાઉ માથું દુખે, પગ અને કમર પણ ખૂબજ દુખે અને માસિકના દિવસો દરમિયાન આ તકલીફ ચાલુ રહે. થાક ખૂબ લાગે. પેટમાં પણ દુખે. પિરિયડ દરમિયાન ઘેરા લાલ રંગના ગળફા (ક્લોટંિગ) પડે. આ તકલીફ આશરે ત્રણેક વર્ષથી છે તો આવા લોચા (ક્લોટંિગ) પડવાનું કારણ શું? અને એના કારણે ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉભી થાય ખરી? મને પણ માસિકમાં ક્લોટંિગ આવે જ છે તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- રીટા શૈલેશભાઈ દેસાઈ (ભટાર રોડ, સૂરત-૩૯૫૦૦૧)
ઉત્તર ઃ તમારી દીકરીની માસિક અંગેની સમસ્યા દૂર થાય, માથાનો દુખાવો તથા કમર, પેટ તેમજ પગનો દુખાવો મટે એ માટે ઉપચાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) રજોદોષ હરીવટી બે બે ટીકડી સવાર સાંજ દૂધ સાથે લેવી.
(૨) પુષ્યાનુગ ચૂર્ણ તથા શતાવરી ચૂર્ણ સરખા ભાગે મેળવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ સવાર સાંજ લઈ શકાય.
(૩) માસિકના દિવસો દરમિયાન માથું દુખે ત્યારે ચાર ચમચી પથ્યાદિ કવાથમાં ચાર ચમચી પાણી ઉમેરી માસિક દરમિયાન અને આગળ પાછળના ત્રણ ચાર દિવસ સુધી પીવું. શિરઃ શૂલાદ્રિ વજ્ર રસ તથા વાત વિઘ્વંસન રસની બે બે ગોળી પણ માથાનો દુખાવો હોય ત્યારે લઈ શકાય. વાત વિઘ્વંસન રસના સેવનથી પગ તથા કમરનો દુખાવો પણ દૂર થશે.
(૪) માસિક વધારે આવતું હોય અને હિમોગ્લોબિન ઓછું થઈ જવાથી કે બ્લડપ્રેશર લો થવાથી થાક લાગતો હોય તો માસિકનું પ્રમાણ ઘટે અને લોહતત્ત્વ વધે એવા ઔષધો ઉમેરી શકાય. પણ એ અંગે તમે જાણ કરો પછી જ સારવાર સૂચવી શકાય.
(૫) પેટમાં દુખે ત્યારે શંખવટીની બે બે ગોળી દિવસમાં બે વાર ચૂસી જવી.
(૬) માસિકની અંદર લોચા પડે ગળફા જેવું પડે તો તેનાથી ગભરાઈ જવાની જરૂર નથી. ગર્ભાશયની અંદરની દિવાલનું પડ માસિક દરમિયાન જો જાડું તૈયાર થતું હોય અને માસિક સ્ત્રાવ દરમિયાન તે જાડું પડ (લેયર) તૂટે તો માસિક સ્ત્રાવ વખતે લોચા પડતા હોય તેવું લાગે છે. માસિક કફથી દૂષિત પામેલું હોય તો પણ એમાં ચીકણાં ગળફા પડતા હોય તેવું લાગે છે.
પ્રશ્ન ઃ મારી ઉંમર આશરે ૩૭ વર્ષની છે. મારી નીચે મુજબની મુંઝવણોનો ઉકેલ જણાવવા વિનંતી.
(૧) મને પેટમાં ગેસ, એસીડિટી તથા પિત્ત વધારે થાય છે. તો તેની સચોટ દવા બતાવશો. ઘણી બધી દવા કરવા છતાં રાહત કે સુધારો નથી. ક્યારેક ચક્કર પણ આવે છે.
(૨) ઈન્દ્રિય પર ચામડીની હલન-ચલનની જગ્યાએ ખૂબજ ખંજવાળ આવે છે અને એ ભાગ લાલ થઈ જાય છે. તથા ચાંદી પડે છે. આ તકલીફ ચોમાસામાં વધારે થાય છે. ડોક્ટરે આપેલો લ્લીૅૈાીિબ નામનો મલમ ઘણા સમયથી લગાવું છું. મલમ લગાવ્યા બાદ થોડી રાહત રહે છે. પણ રોગ મૂળમાંથી મટતો નથી તો યોગ્ય ઈલાજ જણાવવા વિનંતી.
- એક ભાઈ (કશોદ)
ઉત્તર ઃ પત્રમાં લખેલી તમારી તકલીફને ઘ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) અવિપત્તિકર ચૂર્ણ ૧ ગ્રામ, સ્વર્જિકાક્ષાર ૧ ગ્રામ, સૂતશેખર રસ ૧ ગોળી, પ્રવાલ પંચામૃત ૧/૪ ગ્રામ, કામદૂધા રસ ૧/૪ ગ્રામ આ બઘું મેળવી સવાર સાંજ પાણી સાથે ફાકી જવું.
(૨) ચાર ચમચી ભૂનિમ્બાદિ કવાથમાં ચાર ચમચી પાણી ઉમેરી સવાર સાંજ પીવું.
(૩) ઈન્દ્રિય પર (શિશ્ન મણિની આસપાસ) જે ચાંદી પડી છે અને તે ભાગ લાલ થઈ જાય છે તથા ખંજવાળ આવે છે તો તે ભાગને પંચવલ્કલ કવાથી ધોતા રહેવું તથા તેના પર ચંદન બલા તેલ બનાવવું. એક ટમલરમાં કવાથ લઈ થોડી વાર ઈન્દ્રિય એમાં ડૂબાડી રાખવી. નિષ્ણાંત ચિકિત્સકને બતાવી સલાહ પણ લેવી. પંચતિક્ત ઘૃત અથવા યષ્ટિમઘુ ઘૃત લગાવવાથી પણ લાભ થશે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved