Last Update : 24-April-2012, Tuesday

 
સહિયર સમીક્ષા
 

હું ૨૨ વર્ષની છું. મારી મોટી બહેન એક યુવક સાથે પ્રેમ કરે છે. હું તેને મારો ભાઈ માનું છું. પરંતુ એક વાર તક મળતા જ તેણે મારા ઘરમાં મને ઝડપીને મારું ચુંબન લીઘું હતું. મારી મમ્મી અને બહેનને તેના પર વિશ્વાસ છે. મેં તેમને આ વાત કરી તો તેઓ મને વઢ્‌યા હતા. અને આ વાત માનવા તૈયાર નથી. હવે મારી બહેનના તેની સાથે વેવિશાળ થવાના છે. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
એક યુવતી(મુંબઈ)

 

* તમે તેની આ હરકતનો વિરોધ કેમ કર્યો નહીં. તે સમયે તમે ચીસાચીસ કરી હોત તો તે તરત જ પકડાઈ જાત. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તેનાથી સાવધાન રહો. તમારી બહેનને પરેશાની તેમજ ખોટા સાથીથી બચાવવી હોય તો તેની સાથે આ વાતની ચર્ચા કરો. તેના ગળે આ વાત ઊતારવાનો પ્રયત્ન કરો. તે માને તો ઠીક છે નહીંતર તેને તેના નસીબ પર છોડી દો. તેને સમજાવવા સિવાય તેને બીજુ કંઈ કરી શકો તેમ નથી.

 

હું ૨૭ વરસનો છું. મને મારા ભાઈની સાળી સાથે પ્રેમ થયો છે. જો કે તે મને પ્રેમ કરે છે કે નહીં તે હું જાણતો નથી. મારે તેની સાથે લગ્ન કરવા છે. જો કે મારા માતા-પિતા દહેજના લાલચુ છે. તેમને દહેજ જોઈએ છે. હું આની વિરુઘ્ધ છું. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક ભાઈ(સુરત)

 

* તમે એ છોકરી સાથે ખુલ્લા દિલથી વાત કરીને તમારા મનની લાગણી સ્પષ્ટ કરો. તમારા ભાઈ-ભાભીને પણ વિશ્વાસમાં લઈ શકાય છે. તમે દહેજની વિરુઘ્ધ છો એ વાત સારી છે. તમે તમારા પગભર ઊભા હો અને લગ્ન પછી આવતી જવાબદારી ઉપાડવા સમર્થ હો તો નિરાશ થવાની જરૂર નથી. તમારા પરિવારને સમજાવતા વાર જરૂર લાગશે. પરંતુ તેઓ સમજી શકશે. ધીરજથી કામ લો. સૌ પ્રથમ તો એ છોકરીના મનની વાત જાણો. તે તમને પ્રેમ કરતી હોય તો જ આગળની વાત વિચારો.

 

હું ૧૮ વરસની છું. છેલ્લા કેટલાક મહિનાથી મારું ઘ્યાન અભ્યાસમાં લાગતું નહોતું. એની અસર મારા પરિણામ પર પડશે એવું મને લાગે છે. હું મારી સાથે ભણતા એક યુવકને પ્રેમ કરું છું. તે શ્રીમંત છે જ્યારે હું મઘ્યમવર્ગની છું. ઘણી વાર તે જબરદસ્તી કરીને મને સિગારેટ પણ પીવડાવે છે. તે મને ખરેખર પ્રેમ કરે છે એ હું કેવી રીતે જાણી શકું?
એક યુવતી(ગુજરાત)

 

* પ્રેમ માટે તમારી ઉંમર ઘણી નાની છે. તમારા માતા-પિતા તમારા અભ્યાસ પ્રત્યે આટલું ઘ્યાન આપી રહ્યા છે. તમારે એમની ભાવનાની કદર કરવી જોઈએ. અને આ ઉંમરે પ્રેમના લફરામાં પડીને કારકિર્દી બગાડવી જોઈએ નહીં. આ ઉપરાંત આ યુવકનું ચરિત્ર મને ઠીક લાગતું નથી. આ ઉંમરમાં તે ઘુમ્રપાન કરે છે અને તમને પણ એ માટે મજબૂર કરે છે એ વાત ઉચિત નથી. અને એ છોકરો તમારી સાથેના પ્રેમમાં ગંભીર હોવાની શક્યતા ઘણી ઓછી છે. તમારે તરત જ એની સાથે સંબંધ તોડીને તમારી ઉજળી કારકિર્દી પર ઘ્યાન આપવાની જરૂર છે.

 

હું ૨૯ વરસની છું. મારા લગ્નને છ વરસ થયા છે. અમારા પ્રેમ લગ્ન છે. મને મારા પતિ પ્રત્યે પ્રેમ છે પરંતુ મને એક બીજા પુરુષ પ્રત્યે પણ આકર્ષણ થયું છે. તે મને ઘણો પ્રેમ કરે છે. અમારો સંબંધ ચુંબન અને આલંિગનોથી આગળ વઘ્યો નથી. મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં રસ નથી. શું બે પુરુષને પ્રેમ કરવો યોગ્ય નથી?
એક બહેન(મુંબઈ)

 

* તમારા પતિને પ્રેમ કરવો એ યોગ્ય છે અને તમે બીજા મિત્રો પણ રાખી શકો છો. પરંતુ એ મિત્રો સાથેની સીમા ઓળંગવી જરૂરી નથી. શું તમને ખાતરી છે કે ચુંબન અને આલંિગનો પૂરતો જ તમારો સંબધ સીમિત રહેશે. આ વાત શક્ય જ નથી. એક દિવસ લાગણીઓ અને કામવાસના તમને શારીરિક સંબંધ સુધી પહોંચાડશે. લગ્ન પછી જવાબદારીઓ વધતા લગ્ન પૂર્વેનો પ્રેમ થોડો ઠંડો પડી જાય છે એનો અર્થ એવો નથી કે પ્રેમ ઓસરી જાય છે. અને તમારે બીજા સાથીનો સાથ શોધવો પડે. આ પુરુષથી દૂર રહેવાની મારી સલાહ છે. બાકી તમે તમારી મરજીના માલિક છો. તમારા પતિને તમારા આલંિગનો અને ચુંબનોની જાણ થશે તો આગળ શું થશે એનો પણ વિચાર કરજો.

 

હું ૨૫ વરસની છું. મારા લગ્નને છ મહિના થયા છે. પરંતુ મેં મારા પતિને મારો સ્પર્શ કરવા દીધો નથી. લગ્ન પૂર્વે મને મારા પતિને ઓળખવાનો સમય મળ્યો નહોતો. હું તેમની સાથે મુક્ત રીતે વાત કરી શકતી નથી આથી તેમની નજીક જતા મને ડર લાગે છે. મને મારા ભવિષ્યનો વિચાર આવે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી(સૌરાષ્ટ્ર)

 

* ૨૫ વર્ષની ઉંમરે પણ તમે આટલા નાદાન છો. એ જાણીને નવાઈ લાગે છે. લગ્ન જીવનની સફળતામાં સેક્સ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા પતિની ધીરજને પણ દાદ આપવી પડે તેમ છે. તમારે તમારા ડર વિશે તેમની સાથે ખુલ્લા દિલથી વાત કરતી જોઈએ. લગ્ન પછી પણ એકબીજાને ઓળખી શકાય છે. તમે તેમની જેટલા વઘુ નજીક આવશો એટલા વઘુ પરિચય કેળવાશે અને તમારો સંબંધ વઘુ મજબૂત બનશે. આથી પતિ સાથે સેક્સ સંબંધ બાંધવાથી ડરો નહીં.
નીના

 
 
Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved