Last Update : 24-April-2012, Tuesday

 
સૌંદર્ય સમસ્યા
 

હું હું ૨૯ વરસન ી યુવતી છું. મને ચહેરા પર છેલ્લા બે વરસથી ફ્રેકલ્સ થાય છે. તેને દૂર કરવા મેં લીંબુનો રસ, હળદર અને ચણાના લોટનું મિશ્રણ લગાડી જોયું પણ ફાયદો થતો નથી.હું સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરું છું મને વહેમ છે કે તેનાથી તો મને આવું નહીં થતું હોય. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (સુરત)

 

ફ્રેકલ્સ કદી સનસ્ક્રીનથી થતા નથી પરંતુ સૂર્યના કિરણોથી થવાની શક્યતા છે. ઉપરાંત તે જિનેટિક ખામીને કારણે પણ થાય છે અથવા તો હોર્મોન્સના પ્રમાણમાં શરીરમાં થતા ફેરફારથી પણ થઇ શકે છે. તમે સનસ્ક્રીન લગાડવાનું ચાલુ જ રાખો. આ ઉપરાંત બે ચમચા લીલા વટાણાનો પાવડર, અડધી ચમચી કપૂર ભૂક્કો, એક ચમચી મુલતાની માટી, અને એક ચમચી લીમડાનો પવાડર ભેળવી પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરવું અને ત્વચા પર ૧૫ મિનિટ લગાડી રાખી પહેલા ચહેરો દૂધથી સાફ કરવો અને પછી ઠંડા પાણીથી. નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.

 

હું ૧૯ વરસનો યુવક છું. ગુજરાતના એક ગામડામાં રહું છું. મારી ભમર ખૂબ જાડી હોવાથી મારો ચહેરો સારો નથી દેખાતો. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપાય જણાવશો.તેમજ મારી આંખની આસપાસ કાળા કુંડાળા પણ થયા છે.
એક યુવક (ગુજરાત)

 

હવે તો યુવકોના પણ બ્યુટિ પાર્લર છે. તમારાના ગામડાની નજીકના શહેરમાં જઇ આઇબ્રોને યોગ્ય આકાર અપાવશો તો તે સારી દેખાશે.આટલી નાની વયે તમને આંખની આસપાસ કાળા કુંડાળા થાય તે સારું નથી. કાળા કુંડાળા ખાસ કરીને લાંબી બીમારી, રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવું,મ ાનસિક તાણ વગેરેથી થતા હોય છે.પહેલાં તમે તેનું કારણ જાણો અને તેના ઉપચાર કરો. તે દરમિયાન ખીરાને ખમણીને તેમાં હળદર તથા પપૈયાનો રસ ભેળવી આંખ બંધ કરી પોપચા પર ૧૦-૧૫ મિનિટ લગાડવાથી ફાયદો થશે.

 

હું ૨૭ વરસની યુવતી છું. હમણાં થોડા સમયથી મારું વજન વધવા લાગ્યું છે. પરિણામે સાથળ પર સ્ટ્રેચ માર્કસ થઇ ગયા છે. તેને દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (મુંબઇ)

 

તમે સાથળ પર બદામ અને કોપરેલને મિક્સ કરી મસાજ કરશો. કોકો બટરથી પણ મસાજ કરવાથી સ્ટ્રેચ માર્કસ ધીરે ધીરે દૂર થશે. આ પ્રયોગ અજમાવતી વખતે તમારે ધીરજ રાખવી પડશે.

 

હું ૨૩ વરસની યુવતી છું. ચહેરા પર બ્લેકહેડ્‌સ થાય છે. તેને દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)

 

ત્વચા વઘુ પડતી તૈલીય હોય તો બ્લેકહેડ્‌સ થવાની શક્યતા રહે છે. વાતાવરણાં વઘુ પડતુ પ્રદૂષણ હોવાથી ચહેરાની ત્વચાની સ્વચ્છતા પર વઘુ ઘ્યાન આપવું જોઇેએ. જે રીતે તમે નિયમિત તમારા દાંત ઘસો છો એ જ રીતે ત્વચાની સફાઇ પણ કરવી જરૂરી છે.
ત્રણ ચમચા ચોખાનો લોટ, ૩ ચમચા ચંદન પાવડર, ૩ ચમચા ઓટમીલ, ૩ ચમચા મુલતાની માટી અને એક ચમચો કપૂર ભૂક્કો ભેળવો તેની પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરો. અને ચહેરા પર લગાડો. પેસ્ટ સુકાઇ જાય બાદ તેને રોટેટંિગ મેનરથી દૂર કરો. નિયમિત કરવાથી બેલ્કહેડ્‌સ નીકળી જશે.
સુરેખા મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved