Last Update : 24-April-2012, Tuesday

 

વાર્તા-ઈન્ટરનેટ-મેટ

તેરા સાથ હૈ કિતના પ્યારા...

‘હાય સરિતા...’
‘હેલ્લો પરાગ...’
‘વોન્ટ ટુ ચેટ?’
‘યસ. બટ ડિસન્ટ ચેટ.’
‘અફકોર્સ’
‘સરિતા, આર યુ ઈન્ડિયન?’
‘મીન્સ?’
‘એટલે કે ઇન્ડિયન-ઇન્ડિયન કે અમેરિકન-ઇન્ડિયન?’
‘યસ. ઈન્ડિયન. ટિપિકલ ઈન્ડિયન.’
‘ઈન્ટરેસ્ટંિગ.નહિતર અમેરિકન-ઈન્ડિયન્સ તો કન્ફ્‌યુઝ ્‌ડ દેશી લાગતાહોય છે. તેઓ ન તો ઈન્ડિયન હોય છે કે નહિ અમેરિકન.’
‘અને તમે?’
‘હું? વેલ. એન.આર.આઈ....એટલે કે નોન-રિલાયેબલ ઈન્ડિયન. હું બોસ્ટનમાં એક સોફ્‌ટવેર એન્જિયિયર તરીકે કામ કર ું છું.ટેલ મી સમથંિગ એબાઉટ યુ. તમારા શોખ કયા કયા છે?’
‘મારા નામ જેવા જ ઈન્ટરેસ્ટંિગ. મ્યુઝિક, સાહિત્ય.’
‘ઓહ સરિતા, વેરી ગુડ.’
બસ... આવી રીતે જ શરૂઆત થઈ હતી અમારા સંવાદની. એ વખતે ઈન્ટરનેટ પર ભલે અમે અમારાં ખરાં નામ છુપાવ્યાં હતાં. પરંતુ આ સિલસિલો રોજંિદો બની ગયા પછી અમે બંનેએ સારા મિત્રોની માફક એકમેકની જંિદગીનાં પાનાં ખુલ્લાં કરી દીધાં હતાં. તે પરિણીતા હતી. નર્સરીમાં ભણતા એક પુત્ર સૌરભની મમ્મી અને એક બિઝી તથા સફળ ડોક્ટરની પત્ની. મે ં પણ એને ટૂંક સમયમાં જ કહી દીઘું કે હું એક વિઘુર છું અને બે ટીનએજર દીકરીનો પિતા છું.
અમે જાતજાતના વિષયો પર વાતચીત કરતાં.સંગીત-કલા-સાહિત્ય-અઘ્યાત્મ-પોલિટિકસ,પ્રેમ,દામ્પત્ય-ગુનાખોરી-બાળકોનું પાલન-પોષણ અને પોતપોતાની જંિદગીનાં સુખદુઃખ,હાર-જીત વગેરે.
અમે ચોક્કસ સમયે ઈન્ટરનેટ પર મળતાં અને કમ-સે-કમ બ ે કલાક ચેટંિગ કરતાં.દિલ્હી અને બોસ્ટનની ઘડિયાળો વચ્ચેનું ૧૩-૧૪ કલાકનું અંતર પણ અમને રોકી નહોતું શકતું. હું બોસ્ટનમાં બેઠો બેઠો સાંજે ઓફિસેથી પાછો ફરીને એના જાગવાની અધીરાઈથી રાહ જોતો... ત્યાં સવારના ચાર વાગ્યા હોય. એ છ વાગ્યે ઊઠી જતી. પતિ અને સૌરભ માટે નાસ્તો બનાવતી, તેમને સ્કૂલમાં અને નર્સંિગ હોમમાં રવાના કરતી. ત્યારપછી ઈન્ટરનેટ પર આવી શકતી. પછી અમે ચેટંિગ કરતાં અને રાત્રે જ્યોરે હું કોઈક વૃક્ષની કપાયેલી ડાળીની માફક પડ્યો પડ્યો સૂતો હોઉં ત્યારે તે ઈ-મેલ કરતી. સવારે હું ઊઠતો, ઈ-મેલ વાંચીને નિયત સમયે ઈન્ટરનેટ પર આવી જતો. અમે બસ આ રીતે જ સમય કાઢતાં રહેતાં અને ઘણીબધી નકામા વાતો કર્યાં કરતાં.
‘મને વરસાદ ખૂબ ગમે છે.’
‘મને પણ...જો, આપણી બંનેની ચોઈસ કેટલી સરખી છે.
‘પણ મને ઉનાળા ે નથી ગમતો.’
‘મને તો ગમે છે.’
કેટલીક બાબતો સિવાય અમારા બંનેના ગમા-અણગમા વચ્ચે ખૂબ તાલમેલ હતો. બંનેની દ્રષ્ટિ જંિદગીને દિમાગ કરતાં દિલથી જૌવાની વઘુ હતી. બંનેની કળા પ્રત્યેની રસ-ર ુચિ એકસરખી હતી. હું નવરાશની પળોમાં વાયોલિન વગાડતો રહેતો. તે શાસ્ત્રીય સંગીતની જાણકાર હતી. જોકે બંનેૈને કલામાં માન-પ્રતિષ્ઠા મેળવવાનો કે નામ કાઢવાનો મોકો મળ્યો નહોતો. બંને પાસે સારા મિત્રોની સંગત ઓછી હતી. બંને અંતર્મુખી જીવો હતાં. ટોળામાં કે એકાંતમાં જાત સાથે વાત કરવા સદા તત્પર. દિવાસ્વપ્નો જોવાં એ બંનેની જાણે આદત બની ગઈ હતી.
‘આ ઇન્ટરનેટે આપણી વચ્ચે એક અત્યંત કીમતી, અણમોલ અનામી સંબંધનો સેતુ રચી આપ્યો છે.’
‘તે અતૂટ-અડીખમ રહે તેનું ખાસ ઘ્યાન રાખજે , સરિતા. આ સંવાદસેતુના પ્રતાપે જ આપણે એકબીજાંમાં પોતાને શોધતાં રહીએ છીએ.’
ક્યારેક અમે વાદવિવાદ કરતાં કરતાં નારાજ થઈ જતાં. પરંતુ તરત એકમેકને મનાવી પણ લેતાં. વારંવાર વિનંતીઓ કર્યા બાદ તેણે એક ફોટો ઈ-મેલથી મોકલ્યો. ભારતીયતાની આગવી ઓળખ આપતી હળદરિયા પીળા રંગની લાલ બોર્ડરવાળી સાડીમાં, લાંબો ચોટલો છાતી પર ધરીને, કેનનાી હીંચકામાં બેઠેલી મુદ્રામાં...
ત્યારે પહેલીવાર મેં તેને કહ્યું હતું ૃૃૃૃઃ ‘સરુ, તું ખૂબ જ સુંદર અને મોહક લાગે છે, જ્યારે હું તો ચાળીસી વટાવી ચૂકેલો એક આધેડ છું.’
‘પરાગ, દોસ્તીમાં વળી વયને શી નિસ્બત? વય શું, કોઈપણ ચીજવસ્તુનો શો બાધ? મૈત્રીતો માત્ર આત્મીયતાનો એક અહેસાસ છે, સંબંધના સુમનની સુવાસ છે.’
ત્યારે મેં બારીબહાર નજર કરી હતી. વસંતની પ્રતીક્ષામાં વૃક્ષો લાલા રતુમડાં પાંદડાથી છલકાઈ રહ્યાં હતાં. પરોઢના પાંચ વાગ્યા હતા. પ્રભાતની લાલિમામાં મને સરિતાનો લાલ બોર્ડરવાળો પાલવ લહેરાતો દેખાયો, તેનો પડછાયો નજરે પડ્યો અને અચાનક મેં કેટલાક શબ્દો ટાઈપ કર્યા...
‘અને આ દોસ્તી જો આગળ જતાં આકર્ષણ અથવા એવા જ કોઈ અલગ સંબંધમાં પલટાઈ જાય તો...?’
‘પ..રા...ગ....’
‘સ..રિ...તા....’
પછી લાગલગાટ બે દિવસ સુધી તે ઈન્ટરનેટ પર ન આવી. હું આકળવિકળ થઈ ગયો. મને થયુ, મેંેં કદાચ એની લાગણીઓ સાથે છેડછાડ કરી છે. મારે એવું નહોતું કરવું જોઈતું. તેણે મારા પર પૂરેપૂરો ભરોસો મૂકીને મૈત્રીનો હાથ લંબાવ્યો હતો સ્વચ્છ-્‌નિર્મળ..પરંતુ ત્રીજા દિવસે તે આવી પહોંચી.
‘સર ુ...’
‘.....’
‘પરાગ...’
‘કંઈક લખો.’
‘પરાગ...’
‘હુૅ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો.’
‘હું પણ...’
‘તું શા માટે?’
‘તમારી સાથે ચેટંિગ કર્યા પછી એક વાઈરસ ધૂસી ગયો હતો.’
‘તારા કમ્પ્યુટરમાં?’
‘ના, ના. મારા મનમાં.’
‘એટલે?’
‘તમારી આકર્ષક વાણી ખૂબ જ ચેપી હતી.’
‘એટલે કે આ રોગ મને પણ લાગુ પડી ગયો.’
અને ઈન્ટરનેટ પર પ્રેમની ચિનગારીએ તરત જ્વાળાનું રૂપ ધારણ કર્યું. સરિતાના પતેિ કોઈક મેડિકલ સેમિનાર માટે જાપાન ગયા પછી થોડાક દિવસ આ જ્વાળા ભભૂકતી રહી. તન-મનના વિકારો બળીને ભસ્મ થઈ ગયા અને વિશુદ્ધ પ્રેમ પ્રગટ થયો. આમ કેમ થયું? એ કેવળ હું જાણું છું. ત્યારે તો અમે પ્રેમની ભરતીમાં સતત લહેરાતાં રહ્યાં.
‘સર ુ, તારા સાદગીભર્યા સૌંદર્યએ મને પાગલ કરી મૂક્યો છે.’
‘પરાગ, પ્રેમમાં આટલી દીવાનગી પહેલાં ક્યારેય અનુભવી નહોતી. અને તે પણ કોઈક અજાણ્યા અને અગાઉ નહિ જોયેલા એક જણ સાથે.’
‘સર ુ, આ તારા ગાલ પર જે તલ છે, એને શું હું ક્યારેક સ્પર્શી શકીશ?’
‘એ તો આર્ટિફિશિયલ છે.’
‘અને તારા લાંબા મુલાયમ વાળની ખુશબૂ...’
‘પરાગ, હવે એ પણ લાંબા નથી રહ્યા.’
‘સર ુ, મારા અડધોઅડધ વાળ ધોળા થઈ ગયા છે.’
‘તો શું થયું?’
‘મને મારા આ પ્રેમનો ડર લાગે છે સર ુ.’
‘આ તો સાઈબર લવ છે.’
‘ના. કમ-સે-કમ તું તો આવું ન બોલ. આ કોઈ સાઈબર લવ કે સાઈબર-સેક્સ જેવી હલકી ચીજ નથી. આ તો શુદ્ધ પ્રેમ છે.’
‘મને તો એ પણ ખબર નથી કે આ પ્રેમ છે કે બીજું કંઈક. પરાગ, ક્યારેય પ્રેમ નથી કર્યો, બસ કેવળ લગ્ન કર્યાં અને લગ્ન પછી જે કંઈ સારું-નરસું થયું, એને જ પ્રેમ માની લીધો.’
‘મેં તો લવ-મેરેજ કર્યાં હતાં સરિતા, પણ મારા પ્રેમ સાથે હું જીવું એ કદાચ ઈશ્વરને મંજૂર નહોતું.’
‘ઈશ્વરને દોષ નહિ આપો.’
‘હું નથી જાણતો ઈશ્વર કોણ છે. મારા માટે તો તું જ આરાઘ્યની માફક મારા મનમાં વસી ગઈ છો. તારા આવવાથી જ મારી જંિદગી ફરી ધબકતી થઈ છે.’
‘આપણે ક્યારે મળીશું?’
‘ખબર નથી.’
‘તમે ભારત નથી આવતા?’
‘ત્રણ વરસમાં એકવાર. બાળકોને એની નાની સાથે મેળવવા માટે.’
‘અને તમારો પરિવાર?’
‘હવે મારું ત્યાં કોઈ જ નથી સરિતા. એક ભાઈ છે. તે અહીંં અમેરિકામાં જ છે, ન્યુ જર્સીમાં.’
‘કેમ? હું છું ને.’
‘તું તો હવે ઘણુંબઘું છે. કાલે ઓફિસમાં પણ હું તારા વિશે જ વિચારતો હતો અને એકલો જ મલકાતો હતો.
‘પરાગ, આજકાલ હું પણ ખૂબ ખુશ રહું છું.’
‘પતિદેવ જાપાન ગયા છે એટલે કે?’
‘ના. તેમની પ્રત્યે તો મને અપાર પ્રેમ છે. ખૂબ જ સાર

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved