Last Update : 24-April-2012, Tuesday

 

વાચકની કલમે

 

સ્નેહ લહેર
હૈયા ની મહેફિલમાં
ગઝલ ચમકે,
હાસ્ય માં સ્નેહ લહેર ચમકે.
લજ્જાથી નમેલું આ પોપચું,
નિર્મળ નેન માં શરમ ચમકે.
પ્રીયતમના નયનના તીર,
વાગ્યા ને વ્હાલા સ્પર્શ ચમકે.
હૃદય અંતરીક્ષમાં ગાઠ પડી,
શાન્તિ ની મૂર્છામાં યાદ ચમકે.
અન્તર સરવળ્યા ચેતના જાગી,
શરદ પૂનમ નો ચાંદ ચમકે.
સ્નેહ છલકતી ધેરી ને ધેરી,
આંખ માં મોતી આંસુ ચમકે.
‘‘સખી’’ દર્શિતા બાબુભાઈ શાહ
(અમદાવાદ)

 

પાગલ સુધી ગયા
‘‘રોશની જોવા તમારી
અમે ચાંદ સુધી ગયા
પાયલના રણકારે
અમે નાદ સુધી ગયા
કેવા હાલ છે અમારા
કોણ પૂછે અહિ
એટલે જ તો અમે
ગઝલ સુધી ગયા
આ એક અજનબીનો
સાથ તો તમારો
છૂટ્યો હાથ તો
અમે ઘાયલ સુધી ગયા
એક દર્દ હતું
એક દુઃખ હતું
‘‘બંિદુ’’ના અશ્રૃં એ
અમે સાગર સુધી ગયા
આ જુદાઈનું
કેવું દર્દ હતું તમારું
ભૂલવા તમારી યાદો
અમે શરાબ સુધી ગયા
‘‘રાધે’’ સાંભળ્યુંતું’
પ્રેમ છે બહુ સરળ
ક્યાં ખબર હતી
અમે પાગલ સુધી ગયા...’’
પ્રણામી અનિલ ‘‘રાધે’’
(બામણવાડ, મોડાસા, સાબરકાંઠા)

 

પ્રેમની પરિભાષા
પ્રેમની પરિભાષા સમજાય તો ઘણું છે,
તારા આપેલા ઝખમો રૂઝાય તો ઘણું છે.
બદનામ બની જીવી રહ્યો છું
આ જિદંગી,
તારી યાદોના સહારે મરાય તો ઘણું છે.
આંસુ પણ સુકાઈ ગયા છે મારી આંખમાં,
સપનાનો સમંદર ભરાય તો ઘણું છે.
તારા વિના મહેલ પણ ખંડેર બની ગયાં,
પગરવ ક્યારેક સંભળાય તો ઘણું છે.
અબોલા લીધા છે એ હું ક્યાં નથી જાણતો,
તારા મુખે બેવફા બોલાય તો ઘણું છે.
‘‘સખી’’ ની પાસે બઘું હોવા છતા કશું નથી,
દુનિયાની ભીડમાં તું દેખાય તો ઘણું છે.
પંિકલકુમાર જે. પરમાર ‘‘સખી’’
(મેનપુરા-બાલાશિનોર)

 

પ્રેમગગનનાં સિતારા
આકાશમાં ચમકે છે લાખો તારા,
તું ને હું પ્રેમગગનનાં ચમકતા સિતારા
પ્રેમ પાંગરે છે સદા હૃદય સાગરમાં,
હોય છે જ્યાં સ્નેહને લાગણીનાં કિનારા
સાંભળો જરા ઘ્યાનથી તમે,
વાગે છે દિલમાં પ્રેમ સ્પંદનોનાં નગારા
ભરી લો સૌંદર્ય આંખોમાં તમારી,
જોઈને કુદરતનાં મનમોહક નઝારા
ઓળખી લે છે પ્રેમ ભાષા મૌનની,
જરૂર નથી કરવાની પ્રેમનાં નારા
પ્રિયા વગર પળ જાતી નથી,
નથી સહેવાતા આ વિરહનાં ભારા.
કિરણ શાહ- ‘સૂરજ’
(અમદાવાદ-૧૩)

 

આંખલડી મળી...
આજ તારા સંયોગની એક કડી મળી,
જાણે કુદરતના નિયમની કોઈ જાણ મળી.
ભીંજાઈ રહ્યો વગર વર્ષા એ તવખ્યાલોથી,
જીવનમાં મને તારા યોગની એક ઝડી મળી.
સંચાલન સંજોગોનું બસ કુદરત કરે છે,
એ વાતની વઘુ આજ એક સાબિતી મળી.
સર્વ કલ્પનાઓ તારા તરફની આજ એમ,
યોજનાઓ ભાગ્યની જાણે ભળતી મળી.
બેપરવા તારા જીવનમાં એકવાર વિચારી જો,
વિના કારણ આટલીવાર કેમ, આંખલડી મળી.
જગમાલ રામ ‘સુવાસ’
(મુ-ખોરાસા-ગીર)

 

ભરોસો તો છે...
તું નથી મારી પાસે,
તારી યાદો તો છે.
વાતો બાકી તો રહી જ,
થોડી ફરિયાદો તો છે.
કરી કવનમાં તારી
જ વાતો,
તારી લખેલ ચાર ગઝલો તો છે.
હાથમાં સમય જોવા મજબૂર કર્યો તેં,
ફરીથી આવવાનો તારો વાયદો તો છે.
યુગો સુધી વાટ જોઈશ,
ખુદા પર થોડો ભરોસો તો છે.
રાકેશ એચ.વાઘેલા
‘રાહી’)

 

ખંડિત થયેલી મૂરત
ખંડિત થયેલી મૂરત હું તો
પૂજામાં સ્થાન પામું શી રીતે?
મારા અસ્તિત્વના થયેલા વિભાજનમાં
ઐક્યતા લાવુ કઈ રીતે?
દુનિયાના રસ્મો રિવાજોના પ્રહારથી
ચુરચુર થયેલા મારા અસ્તિત્વના આયનામાં
મારૂ પ્રતિબંિબ નિહાળુ કઈ રીતે?
ખંડિત થયેલી મૂરત હું તો
વાસ્તવિક્તાના ધરતીકંપથી
તૂટેલી સ્વપ્નોની ઈમારત મારી
રેતીમાં ઘર બનાવું કઈ રીતે?
ખંડિત થયેલી મૂરત હું તો
પાંખ વિનાનું પંખી હું તો
કોઈની યાદોના પંિજરમાં કૈદ પંખી હું તો
મુક્ત ગગનમાં વિહરૂ કઈ રીતે?
ખંડિત થયેલી મૂરત હુ તો
વૃક્ષ વિનાની વેલડી હું તો
મૌસમની શોભા બનું કંઈ રીતે?
ધરતી પરની ચકોર હું તો
આકાશના ચાંદ ને પામુ કઈ રીતે?
ખંડિત થયેલી મૂરત હું તો
મિનાઝ ફરીદ વસાયા
(મહુવા)

 

અમારા દિલને
અમારા દિલને ક્યાં કોઈ સમજયું છે,
છે લાગણીભીનું છતાંય
એ તરસ્યું છે.
સમજી એ તમારા દિલને
પ્યારની પરબ,
તમારા દિલના દ્વારે એ સરકયું છે.
પણ, તરસાવો છો અમને તમે જ્યારે,
અશ્ક બની આંખોથી એ છલકાયું છે.
ભરતી આવે છે પછી લાગણીઓની ગઝલમાં,
‘‘શબ્દ’’ દ્વારા તોફાન એણે પછી સર્જ્યુ છે.
ફસાય છે એ ખુદ ચાહતના ચક્રવાતમાં,
તોય તમારી ઝલક માટે એ ભટક્યું છે.
ડુબાડે છે એ પોતાને જ એમાં,
બહાર નીકળવા પછી એ વલખ્યું છે.
અમારા દિલને....
સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’
(નવા-વાડજ)

 

નજરોના જામ
મળ્યા હતા આપણે જે ઘડી
એ ક્ષણોં હજી યાદ છે,
છલકાવ્યા હતા નજરોથી જામ તમે
એ પ્રેમ ના નાશાની અસર યાદ છે.
તમારા ચહેરાના સ્મિત પર
લુંટાઈ ગયું જીવન
મારું
નજરો થી નજર ના થયા ઈશારા
હોઠો થી હોઠો ના મિલન યાદ છે.
ઘાયલ થયો હતો તારી એક નજરથી
એ ચહેરા નું કાળુ તલ યાદ છે.
ભુલી ગયા તમે એ વિતેલી રાતો
‘‘ખુશનસીબ’’ને આજે બેવફાઈની ફરીયાદ છે.
પત્થર બની ગયા છે હૃદય માનવીના
એટલે જ સહું ને તાજમહલ માં વિશ્વાસ છે.
સુનીલ એલ.પારવાણી ‘‘ખુશનસીબ’’
(ગાંધીધામ-કચ્છ)

 

ઘર
જિન્દગી બદલાવી શકાય એવું શહેર ક્યાં છે?
દુનિયાનો છેડો ગણાય એવું ઘર ક્યાં છે?
મને દુઃખો આપનારો પરવરદિગાર ક્યાં છે?
જિન્દગાની ચલાવી શકાય એવો આધાર ક્યાં છે?
હવે એની તસ્વીરમાં એવો શણગાર ક્યાં છે?
સાથ આપશે જીવનમાં એવો અણસાર ક્યાં છે?
હૃદય ભૂલી જશે એમને એવો વિચાર ક્યાં છે?
એને હારી-જીતી શકાય એવો જુગાર ક્યાં છે?
વફાની કતારમાં જોવાય એને એવી નજર ક્યાં છે?
પ્રણય શું કહેવાય એવી એને તો ખબર ક્યાં છે?
સુંદર છે ચહેરો પણ સાફ એનું અંત્તર ક્યાં છે?
લાગણીઓના વેપારમાં વળી કોઈનું ઉધાર ક્યાં છે?
એને ભૂલી શકાય હવે એવી મારી કબર ક્યાં છે?
એને પામી શકાય એવી ‘‘રાણા’’ની તકદીર ક્યાં છે?
દિલીપ ખાચર
ખાંભડા-બરવાળા (મહુવા)

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved