Last Update : 24-April-2012, Tuesday

 
મૂંઝવણ
 

હું પંચાવન વર્ષની છું અને મારા પતિ ૫૮ વર્ષના છે. તેઓ ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાય છે. ડાયાબિટીઝ માટે દવા સવાર-સાંજ લે છે. તેમને સંભોગની ઇચ્છા બહુ થાય છે, પણ લંિગ જરાય ઊભું નથી થતું. તેમને નપુંસકતા તો નહીં આવી ગઈ હોયને?
એક પત્ની (જામનગર)

 

 

ઉત્તર ઃ તમારા પતિની સમસ્યા કદાચ ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરને કારણે અથવા પ્રેશર માટે જે ગોળી લે છે એના હિસાબે હોઈ શકે.
તમે ગર્ભાશય કઢાવી નાખ્યું છે. એનાથી જાતીય કામેચ્છા પર કોઈ ફરક નથી પડતો. કામેચ્છા માટે જરૂરી સ્ત્રીહોર્મોન ઓવરી (બીજકોષાશય)માંથી આવતા હોય છે. એ વાત અલગ છે કે ૪૫ વર્ષ પછી આ સ્ત્રીહોર્મોન ઘણી વાર ઓછા થઈ જતા હોય છે અને એને લીધે કામેચ્છામાં ઊણપ આવી શકે. જો આવી ઊણપ હોય તો ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ, ખાસ કરીને સોયાબીનવાળો ખોરાક અને લીલી શાકભાજી વઘુ ખાઓ તો સ્ત્રીહોર્મોનનું યોગ્ય સંતુલન જળવાય છે.

 

પ્રશ્ન ઃ હું ૪૦ વર્ષની પરિણીત સ્ત્રી છું. મને છેલ્લા એક વર્ષથી ૩૭ વર્ષના પરિણીત પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે. અમે અઠવાડિયામાં એક વાર બે કલાક માટે મળીએ છીએ અને એ દરમ્યાન ત્રણ વાર સંભોગ કરીએ છીએ. બે કલાકમાં ત્રણ વાર સંભોગ કરવાથી કોઈ બીમારી થાય ખરી?
એક સ્ત્રી (અમદાવાદ)

 

ઉત્તર ઃ તમે બે કલાકમાં સંભોગ ત્રણ વાર કરો કે ચાર વાર એનાથી કોઈ બીમારી થવાની શક્યતા નથી. સંભોગ કરતી વખતે એટલું ઘ્યાન રાખવું કે બન્ને પક્ષની સંમતિ હોવી અનિવાર્ય છે. સંભોગ કેટલી વાર કરો છો એ મહત્ત્વનું નથી, પણ એ એટલો આનંદદાયક છે એ મહત્ત્વનું છે. જોકે તમે પરપુરુષ સાથે જે સંબંધ બાંધી રહ્યાં છો એના પરિણામોનું તમને ભાન હોવું જરૂરી છે.

 

પ્રશ્ન ઃ મારી ઉંમર ૬૦ વર્ષની છે. છેલ્લાં આઠ-નવ વર્ષથી મારા શિશ્નમાં યોગ્ય ઉત્તેજના નથી આવતી. યોગ્ય દવા કે ઉપાય બતાવવા વિનંતી.
એક પુરુષ (ગોધરા)

 

ઉત્તર ઃ જો તમે વાયેગ્રા કે દેશી વાયેગ્રા ૧૦૦ મિલીગ્રામ લેશો તો એ વઘુ અસરકારક બની શકશે. એ ખ્યાલ રાખવો કે વાયેગ્રા કામેચ્છા જાગ્રત નથી કરતી, પણ ઇન્દ્રિયમાં આવેલી તાકાત અને ઉત્થાનને વઘુ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. એનો અર્થ એ કે સમાગમ પહેલાં થોડો વઘુ સમય મજા-મસ્તીમાં ગાળવો, જેથી કામેચ્છાને વઘુ વેગ મળે. ત્યાર બાદ સંભવ છે કે તમે વઘુ આક્રમક રીતે સફળ સંભોગ કરી શકશો. આ દવા અને ઇન્જેક્શન ડોક્ટરની સલાહ હેઠળ જ લેવા.

 

હું ૨૦ વર્ષની યુવતી છું. બી.કોમ.ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરું છું. નાની હતી ત્યારે સીડી પરથી પડી જવાથી મારા ગાલ પર વાગ્યું હતું અને ટાંકા લેવા પડ્યા હતા. જેનાં નિશાન અત્યારે પણ મારા ગાલ પર દેખાય છે. શું પ્લાસ્ટિક સર્જરીથી આ નિશાન દૂર કરી શકાય?
એક યુવતી (વલસાડ)

 

* આ નિશાન કેટલાં ઊંડાં છે, ટાંકા લેતી વખતે ચામડીની કિનારીને બરાબર ભેગી કરવામાં આવી હતી કે નહીં, આ તમામ પાસાંઓની બરાબર તપાસ કર્યા પછી જ કોઈ ઉપાય અથવા ઈલાજ જણાવી શકાય કે કોસ્મેટિક સર્જરીથી તમારાં નિશાનમાં કેટલો સુધારો લાવી શકાય છે.
કોઈપણ રીતે એ વિચારવું બરાબર નથી કે કોસ્મેટિક સર્જરીથી કોઈપણ નિશાન સંપૂર્ણ દૂર કરી શકાય છે. હા, જો નિશાન ઊંડાં હોય અથવા ખરાબ દેખાતાં હોય, તો તેમાં સુધારો આવવાની પૂરી શક્યતા છે. તે માટે બે પઘ્ધતિ છે. કોસ્મેટિક સર્જરી કરાવવાનો નિર્ણય લો તો પહેલાં ડૉક્ટર નિશાનની બંને બાજુની ચામડી ખોલશે, પછી ચામડીની બંને કિનારીને પરસ્પર જોડીને મેળવીને સૂક્ષ્મ દોરાથી સીવી લેશે.
બીજો વિકલ્પ, લેઝરના ઉપયોગથી નિશાનને આછાં કરી શકાય છે. તમારા શહેરના નજીકના અનુભવી કોસ્મેટિક નિષ્ણાતનો સંપર્ક કરો, એ વઘુ યોગ્ય રહેશે.

 

હું છેલ્લા ૮-૯ વર્ષથી માથાના દુઃખાવાથી પરેશાન છું. આ દુઃખાવો ક્યારેક માથાની જમણી તો ક્યારેક ડાબી બાજુ થાય છે. જાણે કોઈ માથામાં હથોડા મારતું હોય એવું લાગે છે. આ દુઃખાવાથી ઘણી અકળામણ થાય છે અને ક્યારેક ઊબકા પણ આવે છે. મોટાભાગે તાણ વખતે દુઃખાવો થાય છે. દુઃખાવો તરત દૂર કરવાની દવા લઈ લઉં તો એકાદ કલાકમાં આરામ થઈ જાય છે. થોડા દિવસ પહેલાં મેં માથાનો સિટીસ્કેન પણ કરાવ્યો. તેમાં કોઈ તકલીફ નથી. ડૉક્ટરની સલાહ મુજબ હવે હું દરરોજ ફ્‌લૂનેરિઝિનની ગોળી લઉં છું. જેનાથી મને આરામ છે. આ દવા મારે ક્યાં સુધી લેવી પડશે? દુઃખાવાથી બચવા માટે મારે કોઈ અન્ય સાવચેતી રાખવાની જરૂર છે?
એક પુરુષ (રાજકોટ)

 

* તમારો માથાનો દુઃખાવો માઈગ્રેન હોય તેમ લાગે છે. મગજની નસમાં લોહીનું દબાણ વધી જવાથી માથામાં દુઃખાવો થાય છે. જેનાથી ધમની સાથેની નસો પર દબાણ વધે છે, જે માથાના દુઃખાવામાં પરિણમે છે.
કેટલાય પ્રકારની માનસિક અને શારીરિક સ્થિતિ માઈગ્રેન માટે જવાબદાર હોઈ શકે છે. કઈ વ્યક્તિમાં કઈ બાબત દુઃખાવા માટે કારણભૂત બની શકે, તે કહી શકાય નહીં.
પરંતુ વઘુ પડતી તાણ, વઘુ પડતો થાક, અનંિદ્રા, વ્રત-ઉપવાસ, ચાઈનીઝ ફૂડ, ચીઝ, પાકેલાં કેળાં, સરકો, વાઈન, કેટલીક સુગંધી ચીજ-વસ્તુઓ, ઘોંઘાટ, સખત તડકો અને દુર્ગંધ એવા ઉત્પ્રેરક તત્ત્વો છે, જેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. ફ્‌લૂનેરિઝિન દવા મુખ્યત્વે માઈગ્રેનને અટકાવવા માટે જ આપવામાં આવે છે. તે તમારા ડૉક્ટરની દેખરેખ હેઠળ સતત લેતાં રહો. આ દવા ઓછામાં ઓછા ૬ મહિના સુધી સતત લેવાથી માઈગ્રેનના ૬૫ ટકા દર્દી માથાના દુઃખાવાથી સંપૂર્ણ છુટકારો મેળવે છે. બાકીના ૩૫ ટકા દર્દીઓને પણ આરામ થઈ જાય છે. દુઃખાવાની તીવ્રતા ઘટી જાય છે. માઈગ્રેન વારંવાર નથી ઊપડતો અને દુઃખાવો વઘુ સમય નથી રહેતો.

 

અમારાં લગ્નને ૧૮ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી અમને સંતાનસુખ નથી મળ્યું. અમે પતિ-પત્ની બંનેએ તપાસ કરાવી લીધી છે, જેમાં ખબર પડી કે પતિના વીર્યમાં શુક્રાણુઓની ઊણપ છે અને મારામાં પણ અંડકોષ નથી બનતા. અલ્ટ્રાસાઉન્ડ અને સીમન એનાલિસિસનો રિપોર્ટ પણ મોકલું છું. બતાવો શું કરું?
એક પત્ની (મુંબઈ)

 

* જ્યાં સુધી તમારા અંડાશયમાંથી માસિક ચક્રની સાથે દર મહિને અંડકોષ પરિપક્વ થઈને નિયમિત નીકળવાની વાત છે, તો ડૉક્ટરની દેખરેખ હેઠળ યોગ્ય દવા લઈને આ સમસ્યા દૂર કરી શકાય છે. આજે આયુર્વિજ્ઞાનમાં આ શારીરિક પ્રક્રિયા સાથે જોડાયેલી કડીને ખૂબ ઊંડાણથી સમજવામાં આવી છે અને શરીરમાં બનતાં બધાં કુદરતી સેક્સ હોર્મોનના કૃત્રિમ વિકલ્પ પણ તૈયાર કરાય છે. જેને ડૉક્ટરોની દેખરેખ હેઠળ ચોક્કસ સમયે આપવાથી અંડકોષ બનવાની પ્રક્રિયાને સામાન્ય બનાવી શકાય છે.
જ્યાં સુધી તમારા પતિના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાનો પ્રશ્ન છે, પહેલાં યોગ્ય તપાસ કરીને તે માટે જવાબદાર પરિબળ શોધવાની જરૂર છે. તે માટે તેમના અંડાશયની અલ્ટ્રાસાઉન્ડ તપાસ કર્યા પછી બાયોપ્સી લેવી પડે. કારણ સ્પષ્ટ થયા પછી જ એ કહેવું શક્ય છે કે આ સમસ્યાનો શું ઉકેલ હોઈ શકે.
યોગ્ય છે કે તમે તમારા પતિને કોઈ યુરોલોજિસ્ટ અથવા એન્ડ્રોલોજિસ્ટની મુલાકાત લેવા પ્રેરિત કરો અને તેમની સલાહ મુજબ આગળ તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. અધવચ્ચે જ ઈલાજ ન અટકાવશો, નહીં તો સ્થિતિમાં સુધારો નહીં થાય. ડૉક્ટરની સલાહ-સૂચન મુજબ જ ઈલાજ કરાવવો હિતાવહ છે.
ડૉ. અનિમેષ

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved