Last Update : 24-April-2012, Tuesday

 
અજમાવી જુઓ
 

'ત્વચાને નિખારવા, ચમકીલી કરવા કુદરતે આપણને ઘણી એવી ચીજો આપી છે. જેનો ઓછા ખર્ચે વઘુ લાભ ઉઠાવી શકાય છે.

 

'ત્વચાના મૃત કોષોને દૂર કરવા એક કપ દાણાદાર સાકરમાં બે ચમચા વનસ્પતિ તેલ ભેળવી પાતળી પેસ્ટ બનાવવી. અને તેનાથી શરીર પર માલિશ કરવું. શરીરના શુષ્ક ભાગ જેમકે કોણી, ધૂંટણ પર વઘુ માલિશ કરવું અને પછી ઠંડા પાણીથી સાફ કરી કોઇ સારું લોશન લગાડવાથી ત્વચા ચિકણી થશે.

 

'ચહેરા પરથી મૃત કોષોને દૂર કરવા એક અન્ય ઉપાય એ પણ છે કે આઠ-દલ બદામને કરકરી વાટી ધીરે-ધીરે ચહેરા પર રગડવી અને સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો અને નરમ ટુવાલથી લૂછી નાખવો.

 

'ત્વચામાં નિખાર લાવવા પાકા સંતરાની પેશીને થોડા પાણીમાં ઉકાળી છૂંદવી. ઠંડી પડે ગાળી લેવું અને લગભગ ૨૦ મિનિટ ત્વચા પર લગાડવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ત્વચા ધોઇ નાખવી. થોડા જ દિવસોમાં વાન નિખરશે,

 

'ત્વચાની કાળાશ દૂર કરવા તથા ચમકીલી કરવા કાચા બટાકા અને ખીરાનો રસ સપ્રમાણ માત્રામાં ભેળવી તેમાં થોડું ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવવું. આ મિશ્રણથી ગરદન, કોણી, હાથ અને ચહેરા પર લગાડવું. થોડી વાર રહી હુંફાળા પાણીથી સ્નાન કરવું. થોડા જ દિવસોમાં વાન નિખરશે.

 

'કાંતિહીન ત્વચાને ફરી કાંતિ પ્રદાન કરવા પાકેલા ચીકુના ગરને મસળીને અડધો કલાક સુધી ફેસ પેકની માફક લગાડવું અને પછી સાફ કરવા હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો.

 

'ત્વચાને ટાઇટ રાખવા સ્ટ્રોબેરી અથવા પપૈયાનો ગર ફેસપેકની માફક ચહેરા પર લગાડવો. આ માંસપેશિયોને ટાઇટ કરીને નવું જીવન આપે છે.

 

'ખીલના ડાઘા દૂર કરવા જાયફળને ઘસી તેનો લેપ બનાવી ચહેરા પર લગાડવો. ડાઘ દૂર થવાની સાથેસાથે વાન નિખરશે.

 

'જો ત્વચા મૃત અને કાંતિહીન થઇ ગઇ હોય તો દહીં અને ચણાનો લોટની પેસ્ટ ચહેરા અને ગરદન પર લગાડવી. થોડી સુકાઇ જાય બાદ હળવા હાથે રગડીને દૂર કરવી.

 

મીનાક્ષી તિવારી

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved