૨-જી સ્પેક્ટ્રમની હરાજી માટે લઘુતમ કિંમત ૭ લાખ કરોડ

- ૩-જી સ્પેક્ટ્રમ કરતાં સાત ગણી કિંમત

 

- મિનિમમ ઓક્શન પ્રાઇસમાં અત્યંત વધારો

 

નવી દિલ્હી, તા. ૨૩

 

 

ટેલિકોમ રેગ્યુલેટર 'ટ્રાયે' આજે ૨-જી ટેલિકોમ સ્પેક્ટ્રમની મિનિમમ ઓક્શન પ્રાઇસમાં અત્યંત વધારો કરી નાખ્યો છે. જે સાથે મોબાઇલ ફોનના દરોમાં ભારે મોટો વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે ભારતમાં મોબાઇલ ફોનના દરો દુનિયામાં સૌથી ઓછા છે.

 

આ રેગ્યુલેટરની ભલામણો સરકારને બંધનકર્તા નથી પરંતુ તે ભલામણો પ્રમાણે ૨-જી સ્પેક્ટ્રમની કિંમત આશરે રૃા. ૭ લાખ કરોડ પહોંચશે જે સરકારે ૨જી સ્પેક્ટ્રમની ૨૦૧૦માં કરેલી હરાજી પ્રમાણે રૃા. ૧.૦૪ લાખ કરોડથી સાત ગણી વધુ થવા જાય છે.

 

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાય) દ્વારા ૧૮૦૦ એમ.એચ.ઝેડ બેન્ડમાં સ્પેક્ટ્રમના દરેક મેગાહર્ટઝ માટે રૃા. ૩,૬૨૨.૧૮ કરોડની મિનિમમ બેઝ પ્રાઇઝ સૂચવી છે સુપ્રીમ કોર્ટે તે સમયના ટેલિકોમ પ્રધાન એ. રાજાએ ૨૦૦૮માં આપેલી મોબાઇલ પરમીટ રદ થયા પછી રેડિયો એરવેવ્ઝ મુક્ત થયા છે.

 

આ કિંમત યુનિટેક વાયાલરે સ્વાન ટેલિકોમ અને શ્યામ- ટેલિકોમે ૨૦૦૮માં ૪.૪ એમ.એચ.ઝેડના ઓલ ઇન્ડિયા સ્પેક્ટ્રમ માટે આપેલી કિંમત કરતા આશરે ૧૦ ગણી વધુ થવા જાય છે.

 

૧૮૦૦ એમ.એચ.ઝેડ બેન્ડનું પાન ઇન્ડિયા સ્પેક્ટ્રમ મેળવવા માટે રૃા. ૧૮,૦૦૦ કરોડ ચૂકવવા પડશે આ અનામત કિંમત ૩-જી સ્પેક્ટ્રમના ઓક્શન માટેની રૃા. ૩,૫૦૦ કરોડ કરતા ઘણી ઘટી ગયું છે.

 

ટ્રાયે એવી પણ ભલામણ કરી છે કે આ હરાજી સ્પેક્ટ્રમની નિશ્ચિત મર્યાદા કરતા વધુ સ્પેક્ટ્રમ જેમણે મેળવ્યા હોય તેવી કંપનીઓ સિવાયની અન્ય તમામ કંપનીઓ માટે આ હરાજી ખુલ્લી રહેવી જોઈએ. તે એરટેલ, વોડાફોન કે બીએસએનએલ જેવી અયોગ્ય ઠરી શકે તેવી કંપનીઓ માટે પણ ખુલ્લી ન હોવી જોઈએ.

 

ટેલિકોમ ઓપરેટર્સ આ ભલામણોથી ખુશ નથી તેઓ આ નિયમન કરનાર (ટ્રાય) સામે કાનુની પગલા પણ લેવા વિચારે છે તેઓ માને છે કે આ સત્તા મંડળે તેની સત્તા મર્યાદા બહાર ભલામણો કરી છે. વોડાફોને જણાવ્યું છે કે આ ભલામણો પૈકી ઘણી ભલામણો તો પીછેહઠ કરાવનારી છે. જો તેને સ્વીકારીએ તો તેથી આ ઉદ્યોગને સુધારી ન શકાય તેટલું નુકસાન થવા સંભવ છે. જ્યારે ડેલોઆઇટ હેસ્કીન્સ એન્ડ સેલ્સે જણાવ્યું છે કે, સ્પેક્ટ્રમની ઉંચા દરો અને આખરે ટેરીફ રિવિઝન તરફ લઈ જશે. (દર વધારો) કરવો પડશે.