અમદાવાદમાં ટ્રાફીક પોલીસે ભારે ટ્રાફીકવાળા સર્કલ પર નવતર પ્રયોગરૃપે ઓડીઓ વ્યવસ્થા સાથેના ટાવર મૂક્યા છે. આ ટાવરમાંથી વાહન ચાલકો માટે સતત ગુજરાતી અને અંગ્રેજીમાં ટ્રાફીક નિયમનની સુચનાઓ લોકોને આપવામાં આવે છે. પંચવટી સર્કલ પર મુકાયેલ આવા ટ્રાફીક ટાવરમાંથી ગુજરાતી અને અંગ્રેજીમાં અપાતી સુચનાઓને વાહનચાલકો અને ટ્રાફીક પોલીસ સાંભળે છે. આ પ્રયોગ કેટલો સફળ થશે તે તો સમય જ કહેશે. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)