સોનાક્ષીની દૂરની બહેન ભાવના રૂપારેલને સારી તક મળી

 

- અભિનેત્રી પહેલા વાર મુખ્ય ભૂમિકા ભજવશે

 

- ફિલ્મ ‘ચલો પિચ્ચર બનાતે હૈં’

 

મુંબઈ, તા. ૨૩

 

પરિણીતી ચોપરા અને અર્જૂન કપૂર પછી હવે સોનાક્ષી સંિહાની દૂરની એક બહેન ભાવના રૂપારેલ મુખ્ય અભિનેત્રી તરીકેની તેની કારકિર્દી શરૂ કરી રહી છે. નવોદિત દિગ્દર્શક પ્રીતિશ ચક્રવર્તીની ફિલ્મ ‘ચલો પિચ્ચર બનાતે હૈં’માં મુખ્ય ભૂમિકા ભજવી ભાવના તેની નવી કારકિર્દી શરૂ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની શક્યતા છે.

 

‘‘આ આખી ફિલ્મ લગભગ નવોદિતોની જ છે આથી નવોદિતો સાથે કામ કરવાની મઝા આવી હતી.’’ એમ ભાવનાએ કહ્યું હતું, તાજેતરમાં જ ભાવનાએ આ ફિલ્મનંુ શૂટંિગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં તે અભિનેતા રાહિલ ટંડનની પ્રેમિકાની ભૂમિકામાં છે. રાહિલ ટંડન આ પૂર્વે રેડ ચિલિસની ફિલ્મ ‘મેન વિલ બી મેમ’ (૨૦૧૧)માં એક નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો.

 

એક ફિલ્મ પર આધારિત આ ફિલ્મ દિગ્દર્શકના ચોથા આસિસ્ટન્ટમાંથી દિગ્દર્શક બનવાનો મક્કમ નિર્ધાર કરનારા એક ફિલ્મસર્જકની સફરની છે. ‘‘આ એક ફિલ્મની અંદરની ફિલ્મ છે. હું આ ફિલ્મ વિશે આટલું જ કહી શકું તેમ છું.’’ એમ ભાવનાએ કહ્યું હતું.

 

તેની બહેન સોનાક્ષીને સ્પર્ધા પૂરી પાડવાનો પ્રશ્વ્ન છે તો, ‘‘તે ઘણી ટેલન્ટેડ છે. તેમજ તેની સ્ક્રિન પ્રેઝન્સ પણ અદ્‌ભૂત છે. એક દિવસ તેના જેવી ટેલન્ટેડ બની શકું એવી હું આશા રાખું છું.’’ એમ ભાવનાએ કહ્યું હતું.

 

જોકે આ ભાવનાની પહેલી ફિલ્મ નથી આઠ વર્ષની હતી ત્યારથી જ તેણે કેમેરાનો સામનો કરવાની શરૂઆત કરી હતી. ‘‘દિગ્દર્શક કેન ઘોષના મ્યુઝિક વિડિયો ‘પહલા નશા’માં મેં પૂજા બેદીની નાનપણની ભૂમિકા ભજવી હતી. આ પછી મેં ૨૦૦૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ના તુમ જાનો ના હમ’માં એશા દેઓલની બહેનનું પાત્ર ભજવ્યું હતું. ૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જોગર્સ પાર્ક’માં પણ મેં થિકટર બેનર્જીની ભત્રીજીની ભૂમિકા ભજવી હતી તે સમયે હું ૧૦માં ધોરણમાં હતા.’’ એમ ભાવનાએ કહ્યું હતું.

 

આ ઉપરાંત ભાવના એક તેલુગુ ફિલ્મ પણ કરી રહી છે જેનું શૂટંિગ તે નવેમ્બરમાં શરૂ કરશે. આ ફિલ્મનું શિર્ષક હજુ નક્કી થયું નથી.