Last Update : 24-April-2012, Tuesday

 
વિજય પાલાંડે ગેંગસ્ટર શેટ્ટી અને પોલીસને એકસાથે મુંઝવી રહ્યો છે

એક તરફ શેટ્ટી સાથે ગાઢ સંબંધ હોવાની બનાવટ તો બીજીતરફ પોલીસનો ખબરી હોવાનો દાવો

મુંબઇ, તા.૨૩
અરૃણકુમાર ટીકુ અને કરણ કક્કડ હત્યા કેસમાં ધરપકડ કરાયેલો વિજય પાલાંડે છેલ્લા ચાર વર્ષથી પોલીસ અને ગેંગસ્ટર સંતોષ શેટ્ટીને મૂંઝવણમાં મૂકી રહ્યો છે, એમ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સિરીયલ કિલર પાલાંડે એક તરફ શેટ્ટી સાથે ગાઢ રીતે સંકળાયેલો હોવાની બનાવટ કરે છે જ્યારે બીજીતરફ તે મુંબઇ ક્રાઇમ બ્રાંચના ખબરી હોવાનો દેખાવ કરે છે. એટલું જ નહિ શેટ્ટી અને તેના ગેંગનાં સભ્યોની ધરપકડમાં પોલીસને મદદ પણ કરે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૦૯માં પાલાંડેએ દિલ્હીથી શેટ્ટી માટે નિખીલ શર્માના નામે બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો. ત્યારબાદ આ પાસપોર્ટ તેણે શેટ્ટીને થાઇલેન્ડ મોકલાવ્યો હતો. જેનો શેટ્ટીએ પોતાની નવી ઓળખ તરીકે ઉપયોગ કર્યો હતો અને વિદેશમાં ગયો હતો. થાઇલેન્ડથી થોડા મહિના અગાઉ જ્યારે શેટ્ટીનું પ્રત્યાર્પણ કરાયું ત્યારે પુછપરછમાં તેણે દિલ્હીથી તેના કરણ સુદ નામના મિત્રએ આ પાસપોર્ટની વ્યવસ્થા કરી હોવાનું પોલીસને કહ્યું હતું જો કે આ નામની કોઇ વ્યક્તિ ન મળતા પોલીસ તપાસ આગળ વધી શકી ન હતી. પાલાંડેએ શેટ્ટીની મદદ માટે તેના બે સાથીદાર ધનંજય શિંદે અને મનોજ ગજકોરાને બેંગકોક પણ મોકલ્યા હતાં.
પાલાંડેના નજીકનાં સૂત્રોએ દાવો કર્યો હતો કે તે તેના બે સાથીદાર શિંદે અને ગજકોશ પાસેથી શેટ્ટીની માહિતી મેળવીને તે પોલીસને પહોંચાડતો હતો. જેને પગલે ગયા વર્ષે શેટ્ટીની ધરપકડ થઇ હતી. જ્યારે ક્રાઇમ બ્રાંચ શેટ્ટીને મુંબઇ લાવવામાં તેમણે ભૂમિકા ભજવી હોવાનું કહે છે.
એ જ રીતે શેટ્ટીનો નજીક સાથીદાર ૫૪ વર્ષીય ભદ્રેશ શાહ ૨૦૧૦માં ભારત આવવા માંગતો હતો ત્યારે પાલાંડેએ તેને તેનો અસલી પાસપોર્ટ ઉપયોગમાં ન લેવાની સલાહ આપી હતી. તેણે શાહને કહ્યું હતું કે મુંબઇ પોલીસે તેના નામની રેડ કોર્નર નોટિસ બહાર પાડી છે. પાલાંડેએ શાહને બાંગ્લાદેશથી ભારત આવવા કહ્યું હતું. કોલકાતામાં તેને કોઇ બનાવટી પાસપોર્ટ આપશે, એમ પણ તેણે કહ્યું હતું. જ્યારે પાલાંડેએ શાહને પાસપોર્ટ મોકલાવ્યો ત્યારે તેણે શાહ કોલકાતામાં હોવાની જાણ પણ ક્રાઇમ બ્રાંચને કરી દીધી હતી. બાદમાં પાલાંડેનાં સંબંધી ઇન્સ્પેક્ટર સંજય સહિતની એક ટીમ કોલકાતા મોકલી હતી.
શેટ્ટીનો અન્ય એક નજીકનો સાથીદાર રાજુ સિંઘ પણ પાલાંડેના કથિત ઇશારે પકડાઇ ગયો હતો. શાહની મદદથી ક્રાઇમ બ્રાંચે અપહરણનો એક કેસ ઉકેલ્યો હતો, એમ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે.

 

પાલાંડેના ભાગી છુટવાના કેસમાં બેદરકારી દાખવનારો ઇન્સ્પેક્ટર અંતે સસ્પેન્ડ
એસીપીનાં તપાસનાં અહેવાલ બાદ કમિશનરનો આદેશ ઃ અન્ય એક કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૩
દિલ્હીનાં વેપારી અરૃણકુમાર ટીકુ હત્યા કેસ તથા કરણકુમાર કક્કડના રહસ્યમય રીતે ગુમ થવાના કેસનાં આરોપી વિજય પાલાંડેના ભાગી છૂટવાના બનાવમાં બેદરકારી દાખવનારા ક્રાઇમ બ્રાંચના પી.આઇ સંજય શિંદે તથા કોન્સ્ટેબલ અમોલ દેશપાંડેને આજે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
અરૃણકુમાર ટીકુ કેસમાં ક્રાઇમ બ્રાંચના અંધેરી યુનિટે વિજય પાલાંડેની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પાલાંડેને ૧૧ એપ્રિલે પોલીસ વાહનમાં અંધેરી ક્રાઇમ બ્રાંચની તૈલી ગલી સ્થિત ઓફિસમાં લાવવામાં આવી રહ્યો હતો. ઓફિસથી થોડે દૂર ટ્રાફિક જામ હોવાથી કેટલાક પોલીસ વાહનમાંથી નીચે ઉભા હતા. તે સમયે પાછળની સીટમાં પાલાંડે સાથે પી.આઇ સંજય શિંદે બેઠો હતો. બાદમાં પાલાંડે વાહનનાં પાછળનાં દરવાજેથી ભાગી છૂટયો હતો.
વિજય પાલાંડેને ભાગવામાં કથિતપણે બેદરકારી દાખવવાનાં આરોપ હેઠળ અંધેરી ક્રાઇમ બ્રાંચના પી.આઇ સંજય શિંદે તથા કોન્સ્ટેબલ અમોલ દેશપાંડે વિરુદ્ધ તપાસનો આદેશ અપાયો હતો. એસીપી અરવિંદ મહાબદીને આ અંગે તપાસ કરીને અહેવાલ આપવા જણાવાયું હતું. પ્રાથમિક તપાસમાં શિંદે એકથી વધુ ગુનામાં દોષી જણાયો હતો.
પાલાંડેને ભાગી છુટવામાં બેદરકારી દાખવવા ઉપરાંત કરણકુમાર કક્કડનાં ગુમ થવાનાં કેસમાં પણ જ્યારે અંબોલી પોલીસે પાલાંડેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે શિંદેએ દરમિયાનગિરી કરી હતી. શિંદેએ પાલાંડેને જલ્દી છોડી મૂકવા માટે તપાસ અધિકારીને દબાણ કર્યું હતું. શિંદેનાં અબુ સાલેમ ગેંગના સભ્યો સાથે સંબંધ હોવાનાં આક્ષેપો પણ થયા છે.
એસીપી મહાબદીએ તપાસ બાદ અહેવાલ પોલીસ કમિશનર અરૃપ પટનાયકને મોકલી આપ્યો હતો. જેને પગલે તેમણે શિંદેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ અરૃણકુમાર ટીકુ હત્યાકેસમાં પાલાંડેની ફરીથી ધરપકડ થવા બાબતે શિંદેએ ભજવેલી ભુમિકા પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved