Last Update : 24-April-2012, Tuesday

 

વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ

સેન્સેક્સમાં ૨૭૭ અને નિફટીમાં ૯૦ પોઈન્ટનું ગાબડું ઃ રૃપિયો ૪૨ પૈસા તૂટી ૩ માસના તળિયે

અમદાવાદ, સોમવાર
વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલ નવેસરની પ્રતિકૂળતા, આગેવાન કોર્પોરેટ કંપનીઓના નિરસ પરિણામ તેમજ ડેરિવેટીઝ ક્ષેત્રે એપ્રિલ કોન્ટ્રાક્ટની પૂર્ણાહુતિ પૂર્વે મુંબઈ શેરબજાર ખાતે ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જાતેજાતમાં પીછેહઠ થતા સેન્સેક્સમાં ૨૭૭.૧૬ પોઈન્ટનું ગાબડું નોંધાતા તે ૧૭૦૯૬.૬૮ની સપાટીએ ઉતરી આવ્યો હતો. બીજી તરફ વૈશ્વિક પ્રતિકૂળતા તેમજ ડોલરમાં નીકળેલી નવી લેવાલીએ અમેરિકી ચલણ સામે રૃપિયામાં ૪૨ પૈસાનો કડાકો બોલી જતા તે ત્રણ માસના તળિયે ઊતરી આવ્યો હતો.
ઈન્ફોસીસ અને રિલાયન્સ દ્વારા નબળા પરિણામોની જાહેરાત બાદ અન્ય કંપનીઓ દ્વારા પરિણામોની જાહેરાત પૂર્વે બજારમાં સાવચેતીભર્યા વલણ સાથે પ્રવર્તતા નિરસ માહોલમાં આજે કામકાજની શરૃઆતથી જ બજારમાં સાંકડી વધઘટ પ્રવર્તતી હતી. દરમિયાન ચીન અને યુરોપના મેન્યુફેકચરીંગ ક્ષેત્રના નબળા આંકડાની જાહેરાત પાછળ તેમજ સ્પેનના પગલે યુરોપીયન દેશોની પ્રતિકૂળતા પાછળ એશિયા અને યુરોપના બજારોમાં નરમાઈ તરફી વલણ રહ્યું હતું. તો બીજી તરફ ડેરિવેટીવ્ઝ ક્ષેત્રે એપ્રિલ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ અગાઉ સાથે ઓપરેટરો દ્વારા સાવચેતી અપનાવવા સાથે ઓળિયા સુલટાવવારૃપી કામકાજો હાથ ધરાયા હતા. આ ઉપરાંત આઈટી જાયન્ટ ઈન્ફોસીસ કંપની સામે કર્મચારીઓના મુદ્દે અમેરિકાએ તપાસ હાથ ધરી હોવાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ કામકાજના મધ્ય સત્ર દરમિયાન બજારનું મોરલ ખરડાયું હતું. યુરોપના બજારોમાં પણ કામકાજની શરૃઆત સાથે જ ગાબડા નોંધાતા વેચવાલીનું દબાણ પ્રચંડ બનતા સેન્સેકસે ઈન્ટ્રાડે ૩૧૭ પોઈન્ટની ડૂબકી માર્યા બાદ કામકાજના અંતે મોટા ગેપ સાથે જ નરમ રહ્યો હતો.
ચોમેરથી આવેલ વેચવાલીના દબાણના પગલે આજે એનએસઈનો નિફટી આંક પણ ૯૦.૨૫ પોઈન્ટ તુટીને ૫૨૦૦-૬૦ની સપાટીએ નરમ રહ્યો હતો. આજે એફઆઈઆઈ સહિત ચોમેરની વેચવાલી પાછળ બીએસઈનું માર્કેટ કેપ. રૃા. ૧.૦૩ લાખ કરોડ ધોવાઈને રૃા. ૬૧.૪૬ લાખ કરોડ રહ્યું હતું.
વિદેશી હૂંડિયામણ બજાર ખાતે આજે બેંકો અને આયાતકારો દ્વારા ડોલરમાં હાથ ધરાયેલી નવી ઝડપી લેવાલી પાછળ તેમજ ઈક્વિટી બજારમાંથી મોટાપાયે ભંડોળ પાછું ખેંચાતા અમેરિકી ડોલર સામે રૃપિયો ઝડપથી તુટયો હતો. આજના સત્ર દરમિયાન રૃપિયો ૫૨ અને ૫૨.૫૮ના મથાળા વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે ૪૨ પૈસા તૂટીને ૫૨.૫૦/૫૧ની સાડા ત્રણ માસની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved