Last Update : 24-April-2012, Tuesday

 

ઈંગ્લેન્ડમાં યોજાયેલા લીલામમાંથી
ગાંધીજીના ચશ્મા અને અન્ય ચીજો મુંબઈના ખાનગી મ્યુઝિયમે ખરીદી લીધી

મુંબઈ સહિત દેશ- વિદેશમાં બાપુની યાદગીરીની ચીજો પ્રદર્શિત કરાશે
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૩
રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીમાં હત્યા થઈ ત્યારે તેમનું લોહી જે ઘાંસ અને માટી ઉપર પડયું હતું તેનું તેમજ બાપુના વપરાશની ચીજોનું ઈંગ્લેન્ડમાં લીલામ થઈ ગયા બાદ મુંબઈની એક કલા સંસ્થાએ આ ઘાસ અને માટી ભારત પાછા લઈ આવવાનું બીડું ઝડપ્યું છે. મુંબઈના ખાનગી મ્યુઝિયમમાં બાપુની આ રક્તરંજિત યાદગીરીની ચીજો પ્રદર્શિત કરવામાં આવશે.
કમલ મોરારકા ફાઉન્ડેશન ઓફ આર્ટસ તરફથી આજે આ જાહેરાત કરવામાં આવી હતી. યુ.કે.ના શોફાયર સ્થિત મુલોક્સ તરફથી ગઈ ૧૭મી એપ્રિલે ઓક્શન થયું ત્યારે ફાઉન્ડેશને બોલી કરીને આ ચીજો ખરીદી લીધી હતી. બાપુના વપરાશની ચીજો ફરીથી ઊંચી કિંમતે વેંચવા માટે નહીં પરંતુ આ ચીજો ભારત પાછી લાવવા માટે લીલામમાંથી ખરીદવામાં આવી હોવાનું જણાવાયું હતું.
યુકેમાં યોજાયેલા લીલામમાં ગાંધીજીની કેટલીક ચીજો મૂકવામાં આવી હતી. જેમાં બાપુ પહેરતા એ ગોળ ચશ્મા (૩૮ હજાર પાઉન્ડ), ગાંધીજી વાપરતા એ ચરખો (૨૬ હજાર પાઉન્ડ), ગાંધીજીના હસ્તાક્ષર સાથેનું પ્રાર્થનાનું પુસ્તક, ગોડસેની ગોળીથી બાપુની છાતી વિંધાઈ ત્યારે જમીન પર લોહી પડયું હતું. એ માટી અને ઘાંસ જેમાં સચવાયા છે એ લાકડાના બોક્સ તેમજ અનેક પત્રો અને દસ્તાવેજોનો સમાવેશ થતો હતો.
કમલ મોરારકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાંધીજીની યાદગીરીની આ ચીજો વર્ષો સુધી દેશની બહાર રહી તેને ફરી સ્વદેશ લાવી દેશવાસીઓ સમક્ષ ઉજ્જવળ વારસા રૃપે મુકવાના ઈરાદે જ લીલામમાંથી આ ચીજો ખરીદવામાં આવી હતી. હવે દેશ- વિદેશમાં પ્રવાસી- પ્રદર્શન યોજીને લોકોને દેખાડવામાં આવશે.
મુંબઈમાં ટૂંક સમયમાં ઓશિયાનામાં મ્યુઝિયમ શરૃ થવાનું છે. આ મ્યુઝિયમમાં જ પહેલવહેલી વાર બાપુની ચીજો પ્રદર્શિત કરવામાં આવશે.
દરમ્યાન ઈંગ્લેન્ડના ઓક્શન હાઉસે જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાંના કોઈ પ્રતિનિધિ મારફત ગાંધીજીની આ ચીજો લીલામમાંથી ખરીદવામાં આવી હતી. જોકે મોરારકા ફાઉન્ડેશનનું નામ નહોતું આપવામાં આવ્યું.
કમલ મોરારકા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ છેલ્લા દસ વર્ષથી મધ્ય યુગની અને આધુનિક યુગની કલાકૃતિઓનો સંગ્રહ કરે છે. રવિન્દ્ર નાથ ટાગોરનું 'મૃત્યુ' નામનું વિખ્યાત તૈલચિત્ર ૨૦૧૧માં સોધવીના લીલામમાંથી ખરીદવામાં આવ્યું હતું. ઉપરાંત રાજા રવિ વર્મા, અવનિન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ જેવાં મહાન ચિત્રકારોની કલાકૃતિઓ પણ ખાનગી આર્ટ મ્યુઝિયમમાં છે. ઓશિયનના પબ્લિશિંગ હાઉસના સહયોગથી ઓક્ટોબરમાં મોટાપાયે પ્રદર્શન યોજાશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved