Last Update : 24-April-2012, Tuesday

 

વિદર્ભમાં આત્મહત્યા અગાઉ ખેડૂતે લખ્યું ઃ કોંગ્રેસ-એનસીપીને મત ન આપો

આ મામલે રાજ્ય સરકાર સામે કેસ નોંધવાની શિવસેનાના બાળ ઠાકરેની માગણી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૨૩
મહારાષ્ટ્રમાં સત્તારૃઢ કોંગ્રેસ-એનસીપી સરકાર ખેડૂતોની કાળજી કરતી ન હોવાથી તેઓને મત ન આપવાની અપીલ વિદર્ભ સ્થિત યવતમાળ જીલ્લામાં આત્મહત્યા કરનારા ખેડૂતે મરતાં પૂર્વે લખેલી ચિઠ્ઠીમાં કરી છે.
૪૫ વર્ષીય ગજાનન ઘોટેકરે યવતમાળ જીલ્લાના કોઠવાડા ગામ ખાતે ગઇકાલે આત્મહત્યા કરી હતી. ઝેરી દવા પીને આત્મહત્યા કરનારા ખેડૂતે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે કોંગ્રેસ-એનસીપી સરકાર ખેડૂતોનું ધ્યાન રાખતી ન હોવાથી તેઓને હવે મત ન આપતા.
શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ આજે આ નોંધ વિશે પોતાના અખબાર 'સામના'માં ટીકા કરવા સાથે રાજ્ય સરકાર સામે કેસ નોંધવો જોઇએ એવી માગણી કરી છે. પોલીસે મૃતક ખેડૂતના પરિવાર પાસેથી આત્મહત્યા પૂર્વે લખેલી ચિઠ્ઠી કબજે કરી છે અને આ ચિઠ્ઠીમાં મૃતક ખેડૂતના જ અક્ષર છે કે નહિ તેની ચકાસણી કરી રહી છે.
અધિકારીના જણાવવા મુજબ એક લાખની લોન ભરપાઇ ન કરી શકવાથી ગજાનન ઘોટેકરે આત્મહત્યા કરી હતી.
મૃતક ખેડૂતે ખેતર ખેડવા ટ્રેકટરની ખરીદી કરી હતી તેમ જ દીકરીના લગ્ન માટે પણ પૈસાની જરૃર હતી એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. કોંગ્રેસ-એનસીપી દેશને પાયમાલ કરી દેશે એવી નોંધ ગજાનને કરી છે.
મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધુ કિસ્સાઓ નોંધાય છે. રાજ્ય સરકારે અનેક વર્ષોથી હજારો કરોડ રૃપિયાની જોગવાઇ ખેડૂતો માટે કરી છે પરંતુ આ પૈસા છેક ખેડૂતો સુધી પહોંચતા જ નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved