Last Update : 24-April-2012, Tuesday

 
નિમણૂકમાં હસ્તક્ષેપનો ઈનકાર
લશ્કરના નવા વડા વિક્રમ સિંહની 'નિમણુંક'ની PIL સુપ્રીમે ફગાવી

સરકારની ફાઈલ વાંચ્યા બાદ કોર્ટે કહ્યું ઃ આ અરજીમાં કોઈ તથ્ય નથી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
લેફ્ટેનન્ટ જનરલ વિક્રમ સિંહની ભૂમિદળના આગામી વડા તરીકે, કરાયેલી પસંદગીને પડકારતી એક પીઆઈએલ સર્વોચ્ચ અદાલતે આજે ફગાવી દીધી છે. પરંતુ સાથે તેવી પણ સ્પષ્ટતા કરી છે કે, આ હુકમથી વિક્રમ સિંહ સામે, જમ્મુ અને કાશ્મીરમાં કરાયેલા કહેવાતા 'એન્કાઉન્ટર' સહિતના કેસો ઉપર કોઇ અસર પડશે નહીં. અને કહ્યું હતું કે, માત્ર ત્રણ જ નહીં પરંતુ, હકીકતમાં ઘણા આક્ષેપો વિવિધ સ્રોતો દ્વારા કરવામાં આવ્યાં છે. આમ છતાં સરકારે તેમની નિયુક્તિ અંગે કારણો પણ આપ્યાં છે.
આ સાથે કોર્ટે ભૂમિદળના વર્તમાન વડા જનરલ વી.કે. સિંહની વય-વિવાદનો કેસ પણ ફરી ઉખેળવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો, અને જણાવ્યું હતું કે, આ કેસ અંગે તો કોર્ટે પહેલા જ આ સંબંધે તેનો નિર્ણય જણાવી દીધો છે.
આજે બપોરના વિરામ પછીના સેશનમાં ન્યાયમૂર્તિ આર.એમ. લોધા અને ન્યાયમૂર્તિ એચ.એલ. ગોખલેની બનેલી બેન્ચે, આ કેસ હાથ ધરતાં પહેલાં, લેફટેનન્ટ જનરલ વિક્રમ સિંહ સંબંધી ફાઇલ સરકાર પાસેથી મગાવી વાંચી પણ લીધી હતી. આ પછી જનરલ વી.કે. સિંહના અનુગામીની પસંદગી અંગેના સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો.
લેફટેનન્ટ જનરલ વિક્રમ સિંહ અંગેના કોન્ફીડેન્શ્યલ રીપોર્ટ વાંચ્યા પછી, કોર્ટે જણાવ્યું હતું કે, સરકારે તેમની નિયુક્તિ કરતાં પહેલાં તેમની ઉપર કરાયેલા વિવિધ આક્ષેપો અંગે પૂરો વિચાર કર્યો છે. આથી કોર્ટ તેવા નિર્ણય ઉપર આવી છે કે, તેઓની નિયુક્તિને પડકારતી આ અરજી (પીઆઈએલ) સાંભળવા માટે કોઇ ન્યાયયુક્ત ભૂમિકા જ નથી.
આ અરજી કરનારાઓમાં, નૌકાદળના પૂર્વ વડા, એડમિરલ એલ. રામદાસ, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીનો પણ સમાવેશ થાય છે. જેમાં લેફટે. જન. વિક્રમ સિંહ ઉપર ૨૦૦૧માં જમ્મુ અને કાશ્મીરમાં બનાવટી એન્કાઉન્ટર કરવા સહિતના વિવિધ આક્ષેપો છે. તેમજ, ૨૦૦૮માં યુનોના દ્વારા કોંગોમાં મોકલવામાં આવેલાં પીસ કીપીંગ મિશનમાં પણ તેમણે ભજવેલી શંકાસ્પદ ભૂમિકા સંબંધી આક્ષેપોનો સમાવેશ થાય છે.
આ અરજીનો વિરોધ કરતાં એટર્ની જનરલ જી.ઈ. વહાણવટીએ કહ્યું હતું કે, આ અંગે વડાપ્રધાન ગૃહપ્રધાન, સંરક્ષણપ્રધાન અને ઈન્ટેલિજન્સ બ્યુરોએ પણ, પૂરેપૂરો વિચાર કરી લીધા પછી જ, લેફટેનન્ટ જનરલ વિક્રમ સિંહનું નામ ભૂમિદળના ભાવિ વડા તરીકે નિશ્ચિત કર્યું છે.
આ કેસની સુનાવણી સમયે, પીઆઈએલ રજૂ કરનારાઓનાં વકીલ કામીની જયસ્વાલને કોર્ટે પૂછ્યું હતું કે, ''તમારી પાસે કયા દસ્તાવેજો (દસ્તાવેજી પુરાવાઓ) છે? આ તો, દસ્તાવેજો સિવાય જ, આપણાં સશસ્ત્રદળોને બદનામ કરે છે. આવા આક્ષેપો કોઇની કારકિર્દી ઉપર અસર કરે છે.''
આ તબક્કે, કામીની જયસ્વાલે, ભારતનાં સશસ્ત્ર દળો દ્વારા કોંગોમાં ગુજારેલા ત્રાસના આક્ષેપો પ્રત્યે કોર્ટનું ધ્યાન દોર્યું ત્યારે આ ન્યાયમૂર્તિઓએ કહ્યું હતું કે, તે (આક્ષેપો) વાંચવા ઈચ્છનીય નથી.
ભારત સરકારે તા. ૩જી માર્ચના દિને, લેફટેનન્ટ જનરલ વિક્રમ સિંહની ભૂમિદળના આગામી વડા તરીકેની નિયુક્તિ સંબંધે જાહેરાત કરી હતી જે સર્વવિદિત છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved