Last Update : 24-April-2012, Tuesday

 

વિલેપાર્લેમાંથી ૧૦ વર્ષીય બાળકનું અપહરણ
પગાર ન મળતાં પોતાના શેઠના દીકરાને ઉપાડી ગયા ને ખંડણી માગી

મોબાઇલ ફોનના રેકોર્ડના આધારે છેક અલ્હાબાદમાંથી બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૩
કારપેન્ટર કોન્ટ્રેક્ટરે પગાર ન ચૂકવતા તેના ૧૦ વર્ષનું પુત્રનું અપહરણ કરી ૫૦ હજાર રૃપિયાની ખંડણી માગવાના આરોપસર સાંતાક્રુઝ પોલીસે અલ્હાબાદમાંથી ત્રણ જણની ધરપકડ કરી છે. પોલીસે આરોપી ત્રિપુટી પાસેથી બાળકનો હેમખેમ છુટકારો કરાવતા તેના પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. એક આરોપીએ બાળકના પિતા પાસે ગામમાં જવા પગાર માગ્યો હતો. પણ તેમણે બે દિવસ પછી પગાર આપવાનું કહેતા આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
સાંતાક્રુઝ પોલીસે અલ્હાબાદમાંથી હરીકીશન વિશ્વકર્મા (ઉં.વ. ૩૨), તેના સાળા રાજકુમાર વિશ્વકર્મા (ઉં.વ. ૧૯) અને સંબંધી બેનીપ્રસાદ વિશ્વકર્મા (ઉં.વ. ૫૨)ની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના એપીઆઇ માળીએ જણાવ્યું હતું કે 'વિલેપાર્લે (પશ્ચિમ) સ્થિત એક બિલ્ડિંગમાં કારપેન્ટર કોન્ટ્રેક્ટર ગણેશ શા (ઉં.વ. ૩૨) પાસે હરીકીશન અને રાજકુમાર કામ કરતા હતા. ગણેશે ગત ૧૩ એપ્રિલના હરીકીશનને ૧૨ હજાર રૃપિયા પગાર આપ્યો હતો. જ્યારે તેના સાળા રાજકુમારે પણ ૧૪ એપ્રિલે ગામમાં જવા ગણેશને ૯૦૭૦ રૃપિયા પગાર આપવા કહ્યું હતું, પણ ૧૪ એપ્રિલે બેંક બંધ હોવાથી ગણેશે તેને ૧૬ એપ્રિલે પગાર આપવાનું જણાવ્યું હતું. આ વાતથી તેમની બોલાચાલી થઇ હતી.
૧૪ એપ્રિલના સાંજે તેમણે ગણેશના ૧૦ વર્ષના પુત્ર કન્હૈયાલાલનું અપહરણ કર્યું હતું અને તેને અલ્હાબાદ લઇ ગયા હતા. પછી ગણેશને ફોન કરી ૫૦ હજાર રૃપિયાની ખંડણી માગી હતી. આ રકમ નહી ચૂકવશે તો કન્હૈયાલાલ મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બંને આરોપીએ ૫૦ હજાર રૃપિયા બેનીપ્રસાદના બેંકના ખાતામાં જમા કરવા કહ્યું હતું. તેઓ સતત ફોન કરી ખંડણી માગતા હતા.
બીજી તરફ પોલીસને આરોપીના મોબાઇલ ફોનના રેકોર્ડ પરથી તેઓ અલ્હાબાદમાં હોવાનું માલૂમ પડયું હતું. બાદમાં સાંતાક્રુઝ પોલીસે અલ્હાબાદમાં સ્થાનિક પોલીસની મદદથી ત્રણે આરોપીને ઝડપી લીધા હતા અને બાળકનો છુટકારો કરાવ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved