Last Update : 24-April-2012, Tuesday

 

વિરામ બાદ આજથી ચાલુ થઇ રહેલા બજેટ સત્રમાં
મમતાના ૧૫ દિવસના અલ્ટિમેટમ વચ્ચે મનમોહનની અગ્નિ પરીક્ષા

સંસદના બજેટ સત્રમાં આર્થિક સુધારા અને માઓવાદ છવાશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
વિપક્ષો આવતીકાલથી શરૃ થઇ રહેલા સંસદના બીજા બજેટ સત્રમાં કેન્દ્રની આર્થિક નીતિ અને ઉગ્ર બની રહેલા માઓવાદ સહિતના મુદ્દે સંસદ ગજાવવા તૈયારી કરી રહ્યાનું જણાય છે. ભાજપની સાંસદોની એક બેઠકમાં મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુના નિવેદનને ચગાવા અને તે મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કૌશિક બસુએ તાજેતરમાં એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે મહત્વના આર્થિક સુધારા વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી પહેલા અમલી બનાવવા શક્ય નથી.
છત્તીસગઢમાં સુકમાના કલેકટર એલેક્સ પોલ મેનનના અપહરણની ઘટના સહિત વિવિધ રાજ્યોમાં વકરી રહેલા માઓ ત્રાસવાદનો મુદ્દો ઉઠાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા જમ્મુ કાશ્મીરની સ્થિતિ સંદર્ભે પણ સંસદમાં સરકારને ભીંસમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય- કેન્દ્ર વચ્ચેના સંબંધો, એન.સી.ટી.સી.ની રચના અંગેનો વિવાદ તેમજ બેકારીના મુદ્દા તો સંસદ સમક્ષ પડેલા જ છે. ભાજપે જો કે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી બિલને ટેકો આપવાનું નક્કી કર્યું છે. કેમકે સરકારે તેના દ્વારા સુચવવામાં આવેલા કેટલાક સુધારાઓને સ્વિકાર્યા છે.
ભાજપના વિરોધ કરવાના મુદ્દાઓની તૈયારી વચ્ચે પ. બંગાળને મદદની ૧૫ દિવસમાં દેવામાં રાહત આપવનો તૃણમુલ કોંગ્રેસનો મુદ્દો સરકાર સમક્ષ પડેલો છે. તે સંજોગોમાં સરકારે એવી આશા વ્યક્ત કરી છે કે ૮મી મેના રોજ રજૂ થનારા બજેટ એન્ડ ફાઇનાન્સ બિલ ૨૦૧૨-૧૩ને પસાર કરવામાં તૃણમૂલ મદદરૃપ થશે. લોકસભામાં આ બિલ ૭ તેમજ ૮મી મેના રોજ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરાશે. સરકારના સમસ્યાનો ઉકેલ લાવનારાઓ મમતા બેનર્જીએ ઉઠાવેલા મુદ્દા અંગે સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે.
પત્રકારો સાથેની ચર્ચામાં કપીલ સિબ્બલે જણાવ્યું હતું કે મમતા બેનર્જી કેન્દ્ર સરકારના સાથી છે. તેઓ એક સારા સાથી તરીકે વર્તે છે. અમારી વચ્ચેની સમસ્યાઓ ઉકેલી નાંખવામાં આવશે. જ્યારે સંસદીય બાબતોના મંત્રી પવનકુમાર બંસલે જણાવ્યું હતું કે તૃણમૂલનો મુદ્દો કદાચ ઉકેલી નાંખવામાં આવ્યો છે. અને યુ.પી.એ.ના સાથી પક્ષો સંસદ સત્ર દરમ્યાન પણ બેઠક યોજતા રહેશે જેથી તેમની વચ્ચેના મુદ્દાઓની ચર્ચા અને ઉકેલ થતા રહે. સંસદના બંને ગૃહો પૈકી લોકસભામાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, ગ્રામ્ય વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયની માંગણીઓની ચર્ચા કરવામાં આવશે.
જ્યારે રાજ્યસભામાં કેન્દ્રિય પરિવહન, કોલસો, સંરક્ષણ અને શ્રમ અને રોજગાર અંગે ચર્ચા હાથ ધરાશે તેમાં કદાચ સેના પાસે અપુરતા ઉપકરણોનો મુદ્દો મહત્વનો બની રહેશે
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved