Last Update : 24-April-2012, Tuesday

 
ખેલ મહાકુંભના કોચ પુરસ્કાર માટે પાંચ માસથી ધક્કા ખાય છે
રમતગમત અધિકારીની કચેરીમાં કોરા પ્રમાણપત્રો ધૂળ ખાય છે પણ કોઇ પાસે ટાઇમ નથી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભ -૨૦૧૧ સંપન્ન થયાને પાંચ મહિના વીતી ગયા હોવા છતા ખેલાડીઓના કોચને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર મેળવવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. ઓફિસમાં કોરા પ્રમાણપત્રો ધૂળ ખાઇ રહ્યાં છે. પરંતુ અધિકારીઓ પાસે લખવાનો ટાઇમ નથી.
ગુજરાત વિદ્યાર્થઈઓ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે ભાજપા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન દર વર્ષ થાય છે. ગત -૨૦૧૧માં ડિસેમ્બર મહિનામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓએ હોશે હોશે ભાગ લીધો હતો. અને સારા પુરસ્કાર અને પ્રમાણપત્રો મેળવ્યા હતા. જોકે આ વિદ્યાર્થીઓને તાલીમ આપનારા કોચને રોકડ પુરસ્કાર કે પ્રમાણપત્ર મેળવવા માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની નવા જિલ્લા સેવાસદનમાં આવેલી કચેરીમાં ધક્કા ખાવા છતા હજુ સુધી તે મળ્યા નથી.
સુરત શહેર વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા આજે કલેકટરાલયમાં હતા.આ બાબતે રજુઆત કરી હતી કે પાંચ મહિના થવા છતા સરકારી અધિકારીઓ દ્વારા ખેલાડીઓને મળવાપાત્ર લાભ આપી શક્યા નથી. તો પછી ખેલ મહાકુંભ યોજવાનો કોઇ અર્થ ખરો ? હવે આવુ જ જો બનશે તો ખેલાડીઓ ભાગ લેશે નહીં.
વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ નવજાત સેલરના જણાવ્યા મુજબ ખેલ મહાકુંભમાં વ્યક્તિગત રમતમાં પ્રથમ આવનાર ખેલાડીના કોચને રૃ।.૧૫૦૦, દ્વીતીય આવનારને રૃ।.૧૨,૦૦ તૃતીયને રૃ।.૯૦૦ મળે છે. જે પાંચ માસ થવા છતા ચેકો મળ્યા નથી. ઉપરાંત ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફાઇનલમાં વિજેતા અને તો વિજેતા ખેલાડીઓના રોકડ પુરસ્કારમાંથી ૧૦ ટકા વાંચે ગુજરાતની ભેટ કૂપનો આપવાની જાહેરાત થઇ હતી. જે આજદિન સુધી મળી નથી. ખેલાડીઓને રૃ।.૩ થી ૪ હજારની કૂપનો આપવાની બાકી છે. ખેલ મહાકૂંભમાં વિજેતાઓના પ્રમાણપત્રો ઓફીસમાં ધૂળ ખાય છે. પરંતુ કોઇ પાસે લખવાનો ટાઇમ નથી. ગુજરાત સરકાર દ્વારા યોજાનારા ખેલ મહાકુંભનાં આયોજન ઉપર પાણી ફેરવવાનું કામ રમતગમતના સરકારી અધિકારી દ્વારા થઇ રહ્યુ છે. એવા આક્ષેપો વ્યાયામ સંઘ દ્વારા કરાયા છે. તેમજ નિશ્પક્ષ તપાસની માંગણી કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved