Last Update : 24-April-2012, Tuesday

 
સામરવરણીમાં સ્કુલ સંચાલકના બંગલામાંથી રૃા.૬ લાખની ચોરી

કિશ્ચન પરિવાર દમણ ગયું ત્યારે તસ્કરો કસબ અજમાવી ગયા ઃ રોકડ અને દાગીનાની ચોરી

વાપી, સોમવાર
સેલવાસના સામરવરણી ખાતે રહેતા સ્કુલ સંચાલકના બંગલામાં ત્રાટકેલા તસ્કરોએ લાકડાના કબાટમાંથી રોકડા રૃ. ૧૫ હજાર તથા સોનાના ઘરેણાં મળી ૬ લાખની માલમત્તાની ચોરી કરી ભાગી છૂટયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
સેલવાસના સામરવરણી ખાતે રહેતા અને સ્કુલ ચલાવતા માઈકલનુન્સ પરિવાર સાથે બંગલામાં રહે છે. રવિવારે સાંજે માઈકલનુન્સ પરિવાર સાથે દમણ ગયા હતા. રાત્રિના લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ માઈકલનુન્સનો પુત્ર પરત ઘરે આવ્યો હતો. તેણે બંગલાનો મુખ્ય દરવાજો ખુલ્લો જોતા અચરજ પામી ગયો હતો. બંગલામાં પ્રવેશી તપાસ કરતા બેડરૃમમાં ચીજવસ્તુઓ વેરવિખેર હતી. અને અંદર રહેલા લાકડાનો કબાટ ખુલ્લો હોવાથી બંગલામાંથી ચોરી થયાનું લાગતા તુરંત જ પિતા માઈકલનુન્સને જાણ કરતા પરિવારના સભ્યો થોડા સમય બાદ સેલવાસ દોડી આવ્યા હતા. માઈકલનુન્સના પરિવારે કબાટમાં તપાસ કરતા તેમાં મુકેલા રોકડા રૃ. ૧૫ હજાર તથા સોનાના ઘરેણાં મળી ૬ લાખની માલમત્તા ચોરી થયાનું બહાર આવ્યું છે.
તસ્કરોએ બંગલાના પાછળના ભાગે આવેલી બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બનાવ સંદર્ભે સેલવાસ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૃ કરી હતી.

 

વ્યારાના આંબીયામાં જીલેટીનના ૫૧ ટેટા સાથે એક ઝડપાયો
વ્યારા, સોમવાર
તાપી જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે વ્યારાના આંબીયાગામે ઘરની પજારીમાં સંતાડેલા જીલેટીન ટોટા નંગ-૫૧ તથા વિસ્ફોટક સામગ્રી સાથે ૧ શખ્સની ધરપકડ કરી વિસ્ફોટક સામગ્રી આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
વ્યારાના આંબીયાગામે ગામીત ફળીયામાં રહેતા સંજય શંકર ચૌધરીના ઘરની પાછળ આવેલી પજારીમાં સંતાડેલા જીલેટીન ટોટા સહિત વિસ્ફોટક સામગ્રી તાપી એસ.ઓ.જી. પોલીસે રવીવારે સાંજે ૭-૩૦ કલાકે બાતમીના આધારે ઝડપી પાડી હતી. રેડ દરમિયાન પોલીસે એક પ્લાસ્ટીકના થેલામાંથી ૫૧ નંગ જીલેટીન ટોટા ઇલેક્ટ્રીક ડેટોનેટર, નંગ-૮, ૧ ઇલેક્ટ્રીક ડિવાઇડ, ૫૦ મીટર વાયર, ૪-કિલો સફેદ રંગનું દાણાદાર એમોનિયા નાઇટ્રેડ ખાતર કુલ રૃ।.૩૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સંજય ચૌધરીએ વિસ્ફોટક સામગ્રીના ઉપયોગ બાબતે મૌન સેવતા પોલીસે કોઇ બદઇરાદો પાડ પાડવા તથા લાઇસન્સ વગર વિસ્ફોટક સામગ્રી રાખી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો દાખલ કર્યો હતો. વિસ્ફોટક સામગ્રી આપનાર ધનજી કુકડીયા ગામીત (રહે.કાટકુઇ, વ્યારા) ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved