Last Update : 24-April-2012, Tuesday

 

સાસરિયાના ત્રાસથી કાલીયાવાડી અને બીલીમોરાની પરિણીતા પોલીસ શરણે

દેવયાની વાડીયાના ચારિત્ર્ય ઉપર સાસરિયા શંકા કરતા હતા મંજુ ચોરસીયાને મ્હેણાં-ટોણાં મારી પૈસાની માંગણી કરાતી

નવસારી, સોમવાર
બીલીમોરાના સાસરિયાઓ દ્વારા પરિણિતાને શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની અને બીજા બનાવમાં કાલીયાવાડીની પરિણીતાને ઘરકામ બાબતે મ્હેણા-ટોણાં મારી ત્રાસ ગુજારનાર સાસરિયાઓ વિરૃદ્ધ નવસારી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
બીલીમોરા માછીવાડ વિસ્તારના પીરફળિયામાં રહેતી દેવયાની (ઉ.વ. ૨૩)ને ૩ વર્ષ અગાઉ પોતાના જ મહોલ્લામાં રહેતા વિજય કીકુભાઇ વાડીયા સાથે તા. ૧૪-૨-૨૦૦૯ના રોજ વલસાડની કોર્ટમાં સિવિલ મેરેજ કર્યા હતા. લગ્નના ૧૫ દિવસ બાદ જ દેવયાનીને તેની સાસુ કંચનબેન વાડીયા, સસરા કીકુ વાડીયા, નણંદો જસ્મિતા, ઉર્વશી તથા નણદોઇ પ્રકાશ બાબુભાઇ વાડીયા, જીજ્ઞોશ બાબુભાઇ વાડીયા અને ભીખુ નગીનભાઇ વાડીયા, તથા પતિ વિજય વાડીયા એકબીજાની કાન ભંભેરણી કરી નાની-નાની વાતોમાં ઝઘડો તકરાર કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. સાસુ કંચનબેન દેવયાનીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી તેના વિશે મહોલ્લામાં વાતો કરી ત્રાસ આપતા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરબહાર કાઢી મુકતા મામલો નવસારી મહિલા પોલીસમાં પહોંચ્યો છે.
બીજા બનાવમાં વિજલપોર, શ્યામનગર (૪) ખાતે રહેતી મંજુ (ઉ.વ.આ. ૨૪)ના લગ્ન ચાર વર્ષ પહેલા કાલીયાવાડી, જલારામ મંદિર સામે રહેતા પ્રમોદ બચુલાલ ચોરસીયા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમય બાદથી જ સાસુ કાંતાબેન, સસરા બચુલાલ ચોરસીયા, દિયરો રમેશ, કમલેશ, નણંદ રેણુકા તથા પ્રમોદના મામા સસરા વિગેરે એકસંપ થઇ મંજુને ઘરકામ બાબતે મ્હેણાં-ટોણાં મારી ત્રાસ આપતા હતા. મામા સસરો પ્રમોદને ફોન કરી ''મંજુને છોડી દે અને તારા બીજા લગ્ન કરાવી આપીશ.'' એમ ચઢામણી કરતો હતો. મંજુરની સાસરામાં મારઝુડ થતાં તેના પિતા મંજુને પિયર લઇ ગયા હતા. મંજુ ચાર-પાંચ મહિના એકલી રહ્યા બાદ તેનો પતિ પ્રમોદ તેના માતા-પિતા પાસેથી ઘર છોડી મંજુને ત્યાં રહેવા આવી ગયો હતો. પોતાની દિકરી મંજુના સુખમય જીવન માટે તેના પિતાએ વિજલપોરમાં જ બન્નેને ભાડાનું મકાન અપાવી તમામ ઘરવખરી ભરી આપી હતી. ત્યારબાદ મંજુ પોતાના સાસરે વાસણો વિગેરે ચીજવસ્તુ લેવા માટે પ્રમોદ સાથે જતા મંજુના સાસુ-સસરાએ તેની પાસેથી લગ્નનો ખર્ચ તથા પ્રમોદનું જ પાલનપોષણ કર્યું. તેનો ખર્ચ આપે તો જ સામાન આપું તેમ જણાવતાં મંજુ અને પ્રમોદ ખાલી હાથે ઘરે આવ્યા હતા. ત્યાર બાદ પણ મંજુ પાસેથી તેના સાસુ-સસરાએ પૈસાની માંગણી ચાલુ રાખી હતી અને ૧૫ દિવસ પહેલા પ્રમોદને તેના મામાએ ચઢામણી કરતા પ્રમોદ-મંજુને એકલી છોડી તેના માતા-પિતા પાસે જતો રહ્યો હતો અને મંજુને કહ્યું હતું કે, લગ્નનો ખર્ચ આપે તો જ પાછી આવજે. આથી નાછુટકે મંજુ ચોરસીયાએ નવસારી મહિલા પોલીસમાં સાત સાસરિયાઓ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved