Last Update : 24-April-2012, Tuesday

 

બાળલગ્ન પ્રતિબંધક ધારા હેઠળ
પારડીના વેલપરવામાં સરપંચ પુત્રના લગ્ન પોલીસે અટકાવ્યા

૨૪ વર્ષીય વિપુલ પટેલના ગામની જ ૧૭ વર્ષીય તરૃણી સાથે આજે લગ્ન થવાના હતા ઃ નનામી અરજી મળતા પોલીસ હરકતમાં આવી
વાપી, સોમવાર
૫ારડી તાલુકાના વેલપરવા ગામે રહેતા મહિલા સરપંચ પરિવારે બાળલગ્ન ઉપર પ્રતિબંધ હોવા છતાં ૨૪ વર્ષે પુત્રના લગ્ન ગામમાં રહેતી ૧૭ વર્ષીય તરૃણી સાથે નક્કી કર્યા અંગે પારડી પોલીસને નનામી અરજી મળી હતી. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે મહિલા સરપંચને ત્યાં પહોંચી જઈ લગ્નનો કાર્યક્રમ અટકાવી દીધો હતો. સંરપંચ પરિવારના પુત્રના તરૃણી સાથે આવતીકાલે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
પારડી તાલુકાના વેલપરવા ગામે રહેતા મહિલા સરપંચ જાનુબેન કાન્તીભાઈ પટેલના પુત્ર વિપુલ (ઉ.વ.૨૪)ના લગ્ન ફળિયામાં જ રહેતી ૧૭ વર્ષીય તરૃણી સાથે નક્કી કર્યા હતા. જે સંદર્ભે બંને પરિવારોએ કંકોત્રી છપાવવાની તથા વહેંચવા સહીતની તમામ કામગીરી પૂર્ણ કરી દીધી હતી. વિપુલ અને તરૃણીના આવતીકાલ તા.૨૪મી એપ્રિલે લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે પારડી પોલીસને મળેલી નનામી અરજીમાં મહિલા સરપંચના પુત્ર વિપુલના લગ્ન જે તરૃણી સાથે નક્કી થયા છે તે તરૃણી માત્ર ૧૭ વર્ષની હોવાનો ઉલ્લેખ કરી જરૃરી પુરાવા મોકલ્યા હતા.
બાળલગ્ન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી નનામી અરજી મળતાં જ હરકતમાં આવેલી પારડી પોલીસના પીએસઆઈ આર.વી. રાઠવા ગઈકાલે વેલપરવા ગામે રહેતા સરપંચને ત્યાં પહોંચી આ મામલે જરૃરી તપાસ હાથ ધર્યા બાદ લગ્નનો કાર્યક્રમ મોકૂફ રાખવા બંને પક્ષોને સૂચના આપવામાં આવી હતી. સરપંચ અને તરૃણીના પરિવારે લગ્નના કાર્યક્રમ અંગેની તમામ કામગીરી પૂર્ણ કરી દીધી હતી. વર કન્યાની લગ્નની વિધી પણ શરૃ થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ વરકન્યાને પીઠી પણ લાગી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સરપંચના પતિ કાન્તીભાઈ પટેલ નિવૃત્ત પોલીસ કર્મચારી હોવા છતાં તેમણે આ પ્રકારની બેદરકારી દાખવી તે અંગે ભારે આશ્ચર્ય સર્જાયું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved