Last Update : 24-April-2012, Tuesday

 
કપાસના મુદ્દે CCI કચેરીને તાળાબંધી, રાજકોટમાં આત્મવિલોપનની ચીમકી

જસદણ ભાજપ દ્વારા રાજકોટમાં સોમવારે વિરોધ પ્રદર્શનઃ જિલ્લા પંચાયતના બે સભ્યો આત્મવિલોપન કરશે

જસદણ, તા. ૨૩
જસદણ ભાજપ દ્વારા આજે સોમવારે જસદણ યાર્ડ ખાતે ૯૦૦ રૃપિયાના ભાવની માગણી સાથે રસ્તા રોકો સહિતના આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત બાદ સીસીઆઇના અધિકારીઓ ડરીને ચાલ્યા ગયા હતા અને ખરીદી બંધ કરી દીધી હતી. બીજી તરફ કપાસના ભાવના મુદ્દે જિલ્લા પંચાયતના બે સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી છે.
૯૦૦ના ભાવે ખરીદીની માગણી સાથે સીસીઆઇ સામે આંદોલનની ચીમકી બાદ સમગ્ર ગુજરાતના માર્કેટયાર્ડોમાંથી સીસઆઇ દ્વારા કપાસની ખરીદી શનિવાર રાત્રે બંધ કરી દીધી છે જેથી જસદણમાં તા. ૨૩-૪ને સોમવારે સીસીઆઇ સામેનું રસ્તા રોકો, ધરણા સહિતનું આંદોલન મોકૂફ રાખી સીસીઆઇ દ્વારા જસદણ માર્કેટ યાર્ડ સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી કપાસની ૯૦૦ રૃપિયાના ટેકાના ભાવે ખરીદી કરવાની માગણી સાથે તા. ૭-૫-૧૨ને સોમવારે બપોરે રાજકોટમાં જામટાવર વિસ્તારમાં સીસીઆઇની કચેરીને તાળાબંધી કરી ધરણા યોજવામાં આવશે. ગામડે ગામડેથી હજારો ખેડૂતો કપાસના ગાડા, ટ્રેકટર, સહિતના વાહનો ભરીને સીસીઆઇની કચેરી સામે ઢગલો કરશે. જસદણના ધારાસભ્યએ કેન્દ્રની સરકાર કપાસની નિકાસબંધી દૂર કરે અથવા સીસીઆઇ દ્વારા ૯૦૦ના ટેકાના ભાવે ખરીદી ફરીથી શરૃ નહીં કરાવે તો તા. ૭-૫ના રોજ રાજકોટના તાળાબંધી કાર્યક્રમની સાથે સાથે રાજકોટમાં રાજકોટના કોંગ્રેસી સાંસદના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે.
જસદણ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં કપાસ પ્રશ્ને ખેડૂતો પરેશાન હોઇ કેન્દ્ર સરકાર અને સીસીઆઇના વિરોધમાં રાજકોટ જીલ્લા પંચાયતના જસદણ વિસ્તારના બે સભ્યો તા. ૭-૫ના રોજ આત્મવિલોપન કરશે તેવી ચિમકી આપવામાં આવી છે. વિઠ્ઠલભાઇ મેરની યાદીમાં જણાવ્યા મુજબ કપાસનું વાવેતર કરતા હજારો ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. બે દિવસ પહેલાં તો સીસીઆઇએ કપાસની ખરીદી જ બંધ કરી ખેડૂતોને મોટો અન્યાય કર્યો છે. કેન્દ્ર સરકારને ખેડૂતોના પ્રશ્ને જગાડવા તા. ૭-૫-૧૨ને સોમવારે બપોરે ૧૨.૩૯ મીનીટે રાજકોટ ખાતે સીસીઆઇની કચેરીમાં કપાસનો ઢગલો કરી તેમાં આગ લગાડી અમે એ સળગતા કપાસના ઢગલામાં બેસી આત્મવિલોપન કરીશું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved