Last Update : 24-April-2012, Tuesday

 

અભયારણ્યની બહાર વસતા રાની પશુનો આતંક
વન્ય સીમાને ઓળંગી ગયેલા ૧૫૦ દિપડા

ઉનાળામાં ગરમી અને પાકની કાપણીથી છુપાવાના સ્થળ ઝુંટવાઇ જતા દિપડાનો ત્રાસ વધ્યો હોવાનું અનુમાનઃ ઓછા મૃત્યુદરને લીધે વધેલી વસ્તી

જૂનાગઢ, તા .૨૩
તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં દિપડાઓનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. આ પાછળ દિપડાઓનો ઓછા મૃત્યુ દરના લીધે હાલ જંગલમાં વસ્તી વધી છે અને જંગલમાંથી અડધા દિપડાઓએ રેવન્યુ વિસ્તારને પોતાનું રહેઠાણ બનાવી લીધું છે. હાલમાં ઉનાળાની ગરમી અને કૃષિ પાકની કાપણીથી છુપાવાના સ્થળ ઝુંટવાઇ જતા દિપડાઓનો ત્રાસ વધ્યાનું વન અધિકારીઓનું અનુમાન છે.
જૂનાગઢ જિલ્લામાં ગિર જંગલની આસપાસના પંથકમાં રોજબરોજ દિપડા પકડાયાના તથા દિપડાએ માનવ પર હુમલો કર્યાના બનાવો બને છે. ગીર જંગલના વિસ્તાર ૧૪૧૨ ચો.કિ.મી. છે અને ગિરનાર જંગલની ઉત્તર અને દક્ષિણ ડુંગર રેન્જ મળી ૧૮૦ ચો.કી.મી.ના વિસ્તારમાં છેલ્લે ૨૦૧૧માં થયેલી ગણતરી પ્રમાણે દિપડાઓની સત્તાવાર સંખ્યા ૩૮૫ નોંધાઇ હતી. જેમાના ૧૫૦ જેટલા દીપડાઓ રેવન્યુ વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ અંગે એક વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દિપડાઓનો મૃત્યુદર ઓછો હોવાથી તેઓની જંગલમાં વસ્તી વધી છે. જેના લીધે હાલ તો જંગલમાં રહેતા કુલ દિપડાઓમાંથી અડધાએ રેવન્યું વિસ્તારને પોતાનું રહેઠાણ બનાવી લીધું છે. વળી ઉનાળાની ગરમી તેમજ શેરડી, કપાસ, એરંડા જેવા પાકની કાપણી થતા તેના આશ્રય સ્થાન છીનવાઇ જતા દીપડાઓ વધુ પ્રમાણમાં દેખાવા લાગ્યા છે.
જ્યારે વન વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉનાળામાં અમુક દિપડાઓ ગંદુ પાણી પી લેતા હોવાથી તેઓને લીવરમાં બિમારી થઇ જાય છે. એટલે તેઓને ભારે ખોરાક ખાવામાં તકલીફ થાય છે તેથી તેઓ સોફ્ટ ટાર્ગેટ માણસ પર હુમલા કરે છે. અથવા ફાડી ખાય છે. છેલ્લા બે માસમાં માત્ર જૂનાગઢ જિલ્લામાં દિપડાઓએ ૧૧ જેટલા માણસનો શિકાર કર્યો છે ત્યારે દિપડાઓના વધતા ત્રાસ સામે અંકુશ મેળવવા વનતંત્ર દ્વારા આ રાની પશુની વસ્તી નિયંત્રિત કરવા માટે પગલાં ભરવામાં આવે એવી માંગ ઉઠી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved