Last Update : 24-April-2012, Tuesday

 
અમીરગઢ આરટીઓ પર ફોલ્ડરીયાઓનો ખાયકીનો ખેલ

જવાબદાર અધિકારીઓ ચૂપકિદી સેવી રહ્યા છે

અમીરગઢ, તા. ૨૩
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકા મથક ખાતે આવેલ આર.ટી.ઓ. પર ત્યાં બિરાજમાન સત્તાધીશો દ્વારા વાહનચાલકો પાસે ખુલ્લેઆમ નાણાંઓ પડાવીને ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. છતાં પણ જવાબદાર તંત્રની ચુપકીદીથી આવા પોલ બહાર આવતા નથી.
ગુજરાત અને રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવતા અમીરગઢ મથક પર આવેલ આર.ટી.ઓ. ચેક પોસ્ટ પર ઓવરલોડ વાહનોને આંતરીને તેઓના ઉપર દંડ ફટકારવાને બદલે તેઓને પ્રોત્સાહન આપીને તેઓને નક્કી કરાયેલ ઓવરલોડ પ્રમાણે પૈસા લઈને ઉપસ્થિત ફોલ્ડરીયાઓ પોતાના ખીસ્સા ભરી રહ્યા છે. આના કારણે સરકારી તિજોરીઓમાં જનાર પૈસા ફોલ્ડરીયાોના ઘરમાં જમા થઈ રહ્યા છે. આર.ટી.ઓ. ચેક પોસ્ટના વજન કાંટા પર બેસવાના બદલે આર.ટી.ઓ. જેવા અધિકારીઓ ફક્ત ઓફિસોમાં જ બેસી રહે છે અને ફોલ્ડરીયાઓ મારફતે કૌભાંડો આચરી રહ્યા છે.
જો કોઈ આ બાબતે ફરિયાદ કરવાના મુડમાં જણાય તો આર.ટી.ઓ. દ્વારા તેને પણ કહેવામાં આવે છે કે તું પણ તારી ટ્રકો લઈને બેરોકટોક પસાર કરાવી દે તું પણ ખા અને અમોને પણ ખાવા દે. આવા ખુલ્લા પ્રોત્સાહનથી ડર વિના ઘણા દલાલો પોતપોતાના માર્કાઓ ટ્રકોમાં લગાડીને વગર ટેક્સ વિના ઓવરલોડ ટ્રકો નીકાળી રહ્યા છે. આના કારણે દિવસે દિવસે અમીરગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ ચર્ચાનો વિષય બનવા પામેલ છે.
દિવસ દરમ્યાન આવા દલાલોની ટ્રકો ચાલી રહી છે. પરંતુ રાત્રી તો આર.ટી.ઓ. ચેક પોસ્ટ પર રહેતા ફોલ્ડરીયાઓની વરદાનભરી રાત્રી ગણવામાં આવે છે. દિવસના તો થોડા પ્રમાણમાં ટ્રકો નીકળી રહી છે. પરંતુ રાત્રીના સમયમાં દરેક ફોલ્ડરીયાઓના કોન્ટેકમાં રહેલ ટ્રકો નીકાળવામાં આવે છે. દિવસના સમયે પાંચ કિ.મી.ના અંતરે કોઈ ઢાબા પર ટ્રકો રોકવામાં આવે છે. જ્યારે રાત્રિના સમયે ફોન પર ટ્રકો ચાલુ થઈ રહી છે. જે એક એક કિલોમીટર લાંબી કતારોમાં ઉભી રહે છે. આ ટ્રકો જ્યારે પસાર થાય છે ત્યારે કોઈપણ પ્રકારનું વજન ચેક કર્યા વગર તેને ઝડપથી કાંટો પાસ કરવાવવામાં આવે છે અને આગળ હોટલ પર ઉભી રાખીને એકાદ ફોલ્ડરીયાઓ તેઓની પાસે જઈને નક્કી કરાયેલ રકમ લઈને ઘરભણી ચાલ્યો જાય છે. એટલે તો એક આર.ટી.ઓ. અધિકારી પાસે પાંચ અથવા છ ફોલ્ડરીયાઓ રાખવામાં આવી રહ્યા છે.
અમીરગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટના ઉદઘાટન સમયે આવેલ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવચન આપતા જણાવ્યું હતું કે ચેક પોસ્ટના કારણે હવે કોઈ ટ્રક ઓવરલોડ ભરીને પસાર થઈ શકશે નહીં અને થશે તો તેની પાસે દંડ વસુલવામાં આવશે. જેનાથી સરકારને ફાયદો થશે અને ચેક પોસ્ટ પરથી જ્યારે વાહન પસાર થશે તો તેની નોંધ ગાંધીનગર લેવાશે. પરંતુ આધુનિક ટેકનોલોજીને પણ ફેલ કરવામાં સફળતા મેળવનારાઓ ચેકપોસ્ટને સુઘી રહ્યા છે. પરંતુ કોઇપણ તપાસ ન થતાં શું ઉપરના તંત્ર પણ આ કૌભાંડમાં સામેલ છે કે શું ? તેવા તર્કવિતર્કો થઈ રહ્યા છે. માટે ગુજરાત વાહન વ્યવહાર મંત્રી ખુદ આ ચેક પોસ્ટ પર નજર રાખીને ગુનેગારો સામે લાલ આંખ બતાવે તે સરકારના હિતમાં છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved