Last Update : 24-April-2012, Tuesday

 

નાપા સીમમાં ગૌમાંસનો જથ્થો ભરતા ચાર આરોપી ઝડપાયા

અમદાવાદના ત્રણ ને નાપાનો એક શખ્સ પકડાયોઃ બે આરોપી ફરાર

આણંદ,તા.૨૩
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ નાપા ગામની સીમમાં ગાયની કતલ કર્યા બાદ ગૌમાંસની હેરાફેરી કરવાના એક રેકેટનો આણંદ શહેર અને બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અમદાવાદના ત્રણ અને નાપાના એક શખ્શની ઈન્ડીકા ગાડી અને ગૌમાસના જથ્થા સાથે ધરપકડ કરી છે. જ્યારે નાપાના અન્ય બે શખ્શો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે કુલ ૬ શખ્શો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેથી આજે વહેલી પરોઢના સુમારે શહેર પોલીસે કોમ્બીંગ નાઈટ અંતર્ગત ઈન્ડીકા ગાડી સાથે અમદાવાદના ત્રણ શખ્શોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયા હતા. ત્રણેયની પોલીસે પ્રાથમિક પુછપરછ કરતાં ચોંકાવનારી વિગત ઉજાગર થવા પામી હતી. આ ત્રણેય શખ્શો બોરસદ તાલુકાના નાપા ગામની સીમમાં ગૌમાંસ લેવા માટે જઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગત ખુલવા પામી હતી. આણંદ શહેર પોલીસ અને બોરસદ ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમે અમદાવાદના ત્રણેય શખ્શોને સાથે રાખી ગણતરીના જ કલાકમાં બોરસદ તાલુકાના નાપા ગામની સીમમાં ઓચિંતો છાપો માર્યો હતો અને પોલીસે નક્કી કરેલા પ્લાન મુજબ અમદાવાદના ત્રણેય શખ્શો ઈન્ડીકા ગાડી લઈને નાપા સીમમાં ગૌમાંસ લેવા આવ્યા હતા. દરમ્યાન નાપાનો એક શખ્શ આ કારમાં ગૌમાંસનો જથ્થો ભરી રહ્યો હતો. આ સમયે જ અગાઉના નક્કી કરેલા પ્લાન મુજબ આણંદ શહેર અને બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ ઉપર ત્રાટકી હતી અને અમદાવાદના ત્રણ અને નાપાના એક શખ્શને રંગેહાથ ઝડપી પાડયા હતા. પકડાયેલ ચાર શખ્શોમાં મોહસીન ઉર્ફે સલીમ યાસીન મલેક, યુસુફખાન હસનખાન પઠાણ, મહંમદમુનાફ ઉર્ફે સોહેલ જેનુમીંયા સૈયદ (ત્રણેય રહે.અમદાવાદ) તેમજ બિલાલ ઈસુભા રાણા (રહે.નાપા)નો સમાવેશ થાય છે.
જ્યારે આ રેકેટમાં સંડોવાયેલ નાપાના જલાલ નાનજી મલેક તેમજ મુસ્તાક ધીરૃભા રાણા ઘટના સ્થળેથી નાસી છુટવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ઘટના સ્થળેથી ઈન્ડીકા ગાડી નં.-જીજે-૧બીપી-૯૪૩૮ તેમજ ગૌમાંસનો જથ્થો જપ્ત કરીને પકડાયેલ અમદાવાદના ત્રણ તેમજ નાપાના એક તેમજ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલ નાપાના બે શખ્શ મળી કુલ ૬ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved