Last Update : 24-April-2012, Tuesday

 

રીસર્ચને પ્રોત્સાહન આપવા માટે સાયન્સ ફેકલ્ટીની પહેલ
શ્રેષ્ઠ રીસર્ચ પેપર પ્રસિધ્ધ કરનારા પ્રાધ્યાપકોનુ દર વર્ષે સન્માન કરાશેે

૨૦૧૧ના વર્ષ માટેના પુરસ્કાર તા ૩૦મીએ એનાયત થશેઃચાર કેટેગરીમાં ૨૫૦૦૦થી લઈને ૧૦૦૦૦ની રોકડ રકમ અને સર્ટીફીકેટ આપવાની ઘોષણા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
એમ.એસ.યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીએ રીસર્ચને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરી છે.ફેકલ્ટી સત્તાધીશોએ જર્નલમાં પ્રકાશીત થનારા શ્રેષ્ઠ રીસર્ચ પેપરને રોકડ ઈનામ અને સર્ટીફીકેટ આપવાની જાહેરાત કરી છે.દર વર્ષે આ પ્રકારનો પુરસ્કાર આપવામાં આવશે.આ માટે ફેકલ્ટીએ ૨૦ લાખનુ ભંડોળ પણ ઉભુ કર્યુ છે.
મળતી વિગતો પ્રમાણે ૨૦૧૧ના વર્ષના એવોર્ડ તા ૩૦મીએ ઉજવનારા યુનિવર્સીટીના સ્થાપના દિવસે એનાયત કરવામાં આવશે.સાયન્સ ફેકલ્ટીએ કરેલી પહેલ બાદ અન્ય ફેકલ્ટીઓ પણ આ પ્રકારના પુરસ્કાર કે એવોર્ડ આપવાની જાહેરાત કરે તો નવાઈ નહી.ફેકલ્ટી સત્તાધીશોએ આ પુરસ્કારને ચાર કેટેગરીમાં વહેંચી નાંખ્યા છે.પહેલી કેટેગરીમાં ફેકલ્ટી સ્તરે સૌથી વધારે ઈમ્પેક્ટ ફેક્ટર હોય તેવી જર્નલમાં જે પ્રાધ્યાપક કે પીએચડી વિદ્યાર્થીનુ રીસર્ચ પેપર પ્રકાશીત થયુ હોય તેમને ૨૫૦૦૦ રૃપિયાનો રોકડ પુરસ્કાર તેમજ સર્ટીફીકેટ અપાશે.બીજી કેટેગરીમાં એક કરતા એક કરતા વધારે જર્નલમાં આર્ટીકલ છપાયા હોય તો તે જર્નલના કુલ ઈમ્પેક્ટ ફેક્ટરના સરવાળાના આધારે ૧૦૦૦૦ રૃપિયાનુ રોકડ ઈનામ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવશે.
જ્યારે ત્રીજી કેટેગરીમાં ડીપાર્ટમેન્ટ સ્તરે સથી વધારે ઈમ્પેક્ટ ફેક્ટર મેળવનાર રીસર્ચ પેપરને ૧૦૦૦૦ રૃપિયા અને સર્ટીફીકેટ અપાશે.દરેક ડીપાર્ટમેન્ટ માટે આ પુરસ્કાર રખાયો છે.ચોથી કેટેગરીમાં બીજા અને ત્રીજા સ્થાને રહેનારા પ્રાધ્યાપકો કે પીએચડી વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અપાશે.ફેકલ્ડી ડીન પ્રા.નિખિલ દેસાઈના કહેવા પ્રમાણે તા ૨૬ સુધીમાં પ્રાધ્યાપકો અને રીસર્ચ સ્ટુડન્ટને આર્ટીકલ અંગેની વિગતો મોકલી આપવા માટે જણાવાયુ છે.વિજેતા થનારાઓને તા ૩૦મીએ યુનિવર્સીટીના સ્થાપના દિવસે વાઈસ ચાન્સેલરના હસ્તે પુરસ્કાર અપાશે.આ પરંપરા દર વર્ષે ચાલુ રહે.

હાઈએસ્ટ ઈમ્પેક્ટ ફેક્ટર શું છે
સાયન્સ ફેકલ્ટી સત્તાધીશોએ આ પુરસ્કાર હાઈએસ્ટ ઈમ્પેક્ટ ફેક્ટરના આધારે આપવાનુ નક્કી કર્યુ છે.બીજા શબ્દોમાં કહીએ તો ઈમ્પેક્ટ ફેક્ટર એટલે દરેક જર્નલનુ રેટીંગ.જર્નલ જેટલી પ્રતિષ્ઠિત હોય તેટલો તેનો ઈમ્પેક્ટ ફેક્ટર વધારે હોય છે.આમ જેટલી પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રાધ્યાપક કે રીસર્ચ સ્ટુડન્ટનો આર્ટીકલ પ્રસિધ્ધ થયો હોય તેટલો ઈમ્પેક્ટ ફેક્ટર વધારે રહે છે અને પુરસ્કાર મળવાની શક્યતા વધી જાય છે.
જોકે જર્નલના પ્રકાશકો આર્ટીકલની મૌલિકતા સહિતના તમામ પાસાઓની ચકાસણી કરીને જ આર્ટીકલ પ્રસિધ્ધ કરતા હોય છે. વિશ્વ કક્ષાએ નેચર જેવી ખ્યાતનામ જર્નલનો ઈમ્પેક્ટ ફેક્ટર ૨૦ કરતા વધારે છે.ભારતમાં પણ કેટલીક પ્રતિષ્ઠિત જર્નલ છે.દરેક સંશોધકનુ સ્વપ્ન નેચર જેવી જર્નલમાં રીસર્ચ આર્ટીકલ પ્રસિધ્ધ કરવાનુ હોય છે.આમ જ્યારે સાયન્સ ફેકલ્ટી સત્તાધીશો જ્યારે એવોર્ડ આપશે ત્યારે એ જોવુ રસપ્રદ હશે કે ફેકલ્ટીના સંશોધકોના રીસર્ચ પેપર કઈ કઈ જર્નલમાં પ્રસિધ્ધ થયા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved