Last Update : 24-April-2012, Tuesday

 
બોડેલી નજીક ચાચક માર્કેટ યાર્ડમાં
કેન્દ્રે કપાસ ખરીદી બંધ કરતા ખેડૂતો વિફર્યા ઃ પથ્થરમારો - લાઠીચાર્જ

ખેડૂતોએ રૃા.૪ હજારના ભાવની જીદ પકડી ૨૦૦ થી વધુ વાહનો અટકાવી ચક્કાજામ કર્યા

પાંચ કલાક સુધી વાહન વ્યવહાર અટકાવાયા બાદ પોલીસ એકશનમાં આવી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
બોડેલી માર્કેટ યાર્ડ નજીકના ચાચક માર્કેટયાર્ડમાં કેન્દ્ર સરકાર હસ્તકના સીસીઆઈએ કપાસની ખરીદી એકાએક બંધ કરતા વિફરેલા ખેડૂતોએ આજે બોડેલી અને જેતપુરપાવી તરફના માર્ગો ઉપર કપાસના ૨૦૦ થી વધુ વાહનો અટકાવી દઈ ચક્કાજાન કરી દીધો હતો. એક તબક્કે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા ખેડૂતોએ રસ્તા ઉપર આવી જઈ આડાશો ઉભી કરવા માંડતા ભારે દંગદીલી વ્યાપી હતી. પોલીસે લાઠીચાર્જ કરતા ખેડૂતોએ પથ્થરમારો કર્યો હતો.
આજે સોમવાર હોઈ ચાચક સબયાર્ડમાં કપાસની હરાજી હોઈ લગભગ ૨૦૦ થી ૨૫૦ જેટલા સાધનો કપાસ લઈને આવી પહોંચ્યા હતા. અગીયારેક વાગ્યે કપાસની હરાજી શરૃ થઈ હતી. જેમાં આજે વેપારીઓ જ જોડાયા હતા અને સીસીઆઈ હરાજીમાં હાજર ન રહેતાં ખેડૂતોમાં ગણગણાટ શરૃ થઈ ગયો હતો. હરાજી શરૃ થાય તે પહેલાં જ ભાવના મુદ્દે ખેડૂતોએ આક્રમક વલણ અખ્ત્તીયાર કર્યુ હતું. ખેડૂતોનો મીજાજ પારખી વેપારીઓ પણ હરાજીમાથી ખસી ગયા હતા. એક તરફ ધોમધખતા તાપમાં પરિવાર સાથે કપાસભરીને સાધનો લઇને આવેલા ખેડૂતો આક્રમક બની ગયા હતા. અને બોડેલી છોટાઉદેપુર મુખ્ય માર્ગ પર ઝાડના મોટા થડીયા આડા મુકી ટ્રાફિક જામ કરી દીધોહતો.
પાંચ કલાક ટ્રાફિક જામ રહેતા બંને તરફ વાહનોની કતારો લાગી ગઇ હતી. આ અંગેની જાણ પોલીસને થતાં એકશનમાં આવી હતી. જેતપુર પાવી પોસઇ, બોડેલી પોસઇ તથા સીપીિઆ તથા છોટાઉદેપુર ડેપ્યુટી એલસીબી અને એસઓજીને સ્થળ પર બોલાવી લીધા હતા.
માર્ગ ખુલ્લો કરવા બાબતે પોલીસે ખેડૂત આગેવાનો સાથે મંત્રણા કરી હતી. પરંતુખેડૂતોએ વધુ ભાવ મળે તથા સીસીઆઇ જોડાય તોજ માર્ગ ખુલ્લો કરવાની જીદ પકડતા મંત્રણા પડી ભાગી હતી. આખરે સાંજે પાંચ વાગ્યે પોલીસે બળ પ્રયોગ વાપરી હળવો લાઠી ચાર્જ કરતાં ખેડૂતોનું ટોળુ સબયાર્ડ તરફ ધસી ગયુ હતુ. અને ત્યાંથી પથ્થરમારો કરતાં તેમાં એક ખેડૂત પથ્થરમારામાં ઘાલ થયો હતો. અંતે ખેડૂતો પોતાના સાધનો લઇને પરત ફર્યા હતા. આખા દિવસ દરમ્યાન થયેલા ડ્રામાથી વાહન ચાલકોએ પરેશાની ભોગવી હતી. જેમાં દવાખાનામાં સારવાર અર્થે જતાં દર્દીઓ પણ અટવાયા હતા.
આ અંગે જેતપુર પાવી માર્કેટ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે આજે હરાજીમાં ઉપસ્થિત ખેડૂતોએ પોતાના કપાસ સીસીઆઇ લેકે વેપારી અમોને રૃા.૪ હજારનો ભાવ મળવો જોઇએ તેવો આગ્રહ રાખ્યો હતો. જેમાં માલની ગુણવત્તા પ્રમાણે ભાવ મળે તેમ પ્રમુખે જણાવતાં ખેડૂતો તથા વેપારીઓ વચ્ચે ભાવના મુદ્દે ગજગ્રાહ થતાં મામલો બિચક્યો હતો. જયારે સીસીઆઇ બોડેલી કેન્દ્રના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતં કે અમો આજથી કપાસની ખરીદી ન કરવાનો ઉપરથી હુકમ હોઇ અમો હરાજીમાં ઉપસ્થિત રહ્યા ન હતા. તેમ જણાવ્યું હતુ. જેને કારણે તંગદીલી સર્જાઇ હતી. આખરે મોડી સાંજે વાહનવ્યવહાર પૂર્વવત બન્યો હતો.

 

ખેડૂતોએ ચક્કાજામ કરતા
વડોદરા,છોટાઉદેપુર પાવાગઢના સેંકડો વાહન ચાલકો અટવાયા
અલીપુરા ચાર રસ્તા દુર્ગાજીનીંગ જેવા સ્થળોએ વાહનો ખડકાતા અરાજકતા સર્જાઇ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
બોડેલી નજીક ચાચક માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ કરેલા ચક્કા જામને પગલે સેંકડો વાહન ચાલકો કલાકો સુધી અટવાઇ પડયા હતા.
ખેડૂતોએ કપાસના ૨૦૦ થી ૨૫૦ જેટલા વાહનો અટકાવી દઇ ચક્કાજામ કરતા છોટાઉદેપુરથી બોડેલી તરફ આવતો માર્ગ દુર્ગાજીનીંગ નજીકથી બંધ થઇ ગયો હતો.
જયારે અલીપુરા ચાર રસ્તા નજીક પંચમહાલ પાવાગઢ તરફથી બોડેલી આવતો માર્ગ બંધ થઇ ગયો હતો. આજ રીતે ડભોઇથી બોડેલીને જોડતા માર્ગ ઉપર વાહનચાલકો અટવાયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved