Last Update : 24-April-2012, Tuesday

 

અંકલેશ્વર:હું એક કરોડથી નીચે ખાતો નથી...

- તુષાર ચૌધરીના મોદી પર પ્રહાર

 

- માર્ગની ગ્રાંટ અહેમદ પટેલે મંજૂર કરાવી

અંકલેશ્વર,સોમવાર
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભલે એવો હુંકાર કરતા હોય કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ હકીકતમાં મોદી એવું કહે છે કે હું એક કરોડથી નીચે ખાતો નથી અને ગરીબોને બે ટંક જમવા દેતો નથી.
અંકલેશ્વર ખાતે જનસંપર્ક યાત્રા દરમિયાન યોજાયેલી જાહેરસભામાં કેન્દ્રીય રાજ્ય માર્ગ મંત્રી ડો. તુષાર ચૌધરીએ ઉક્ત પ્રહાર કરતા એવું પણ કહયું હતું કે કેન્દ્ર સરકાર કે તેના મંત્રીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ક્યારેય કોઈ ખોટો જશ લેવામાં આવતો નથી પરંતુ મોદી સરકાર અને તેઓનાં મંત્રીઓ દ્વારા જાણે કે બધું જ તેમણે જ કર્યું હોય એવો ઢોંગ રચીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે.
અંકલેશ્વર ખાતે હિસાબ દો જવાબ દો કાર્યક્રમમાં તેમણે હાંસોટ તેમજ અંકલેશ્વર તાલુકાનાં માર્ગો માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટની મંજુરીની જાહેરાત કરી હતી. હાંસોટથી કંટીયાજાળનાં ૨૦ કિ.મી.ના માર્ગ માટે રૃા.૧૪.૯૧ કરોડની ફાળવણી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું, પરંતુ આજરોજ આ માર્ગનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગનાં મંત્રી દ્વારા કરવામાં આવ્યુ હતું, અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો જશ રાજ્યનાં મંત્રી લઈ ગયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
અંકલેશ્વર ભરૃચ વચ્ચેનાં માર્ગને ફોરલેન બનાવવા માટે રૃા.૨૫.૭૧ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ હોવાની પણ જાહેરાત તેમણે કરી હતી.
દરમિયાન હાંસોટ કંટીયાજાળ માર્ગની ખાતમુહૂર્ત વિધિ રાજ્ય સરકારનાં મંત્રીએ કરતાં તેનો વિરોધ કરવા જતાં હાંસોટ કોંગ્રેસ સમિતિનાં ૨૫ થી ૩૦ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. હાંસોટ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, હાંસોટથી કંટીયાજાળનો માર્ગ કોંગ્રેસી આગેવાનની રજુઆતનાં પગલે અને રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનાં પ્રયાસથી રૃા.૧૪.૯૧ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેનો ખોટો જશ રાજ્યની ભાજપ સરકાર ખાટી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા જનસંપર્ક પરિવર્તન યાત્રા આજોરજ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી આવી પહોંચી હતી. જ્યાંથી એક રેલી યોજવામાં આવી હતી અને શહેરનાં મુખ્ય માર્ગો પર આ રેલી ફરી હતી અને ત્રણ રસ્તા સર્કલ પાસે હિસાબ દો જવાબ દો જાહેર સભામાં પરિવર્તિત થઈ ગઈ હતી.

મહુવા

 ૩૮.૪

કંડલા

 ૩૮.૪

વડોદરા

 ૩૮.૦

અમરેલી

 ૩૮.૦

સુરેન્દ્રનગર

 ૩૭.૮

સુરત

 ૩૭.૬

વિધાનગર

 ૩૭.૪

અમદાવાદ

 ૩૭.૪

ગાંધીનગર

 ૩૭.૨

રાજકોટ

 ૩૭.૦

ભાવનગર

 ૩૬.૫

ડીસા

 ૩૬.૫

ભુજ

 ૩૬.૦

વલસાડ

 ૩૫.૯

નલિયા

 ૩૩.૧

પોરબંદર

 ૩૩.૦

વેરાવળ

 ૩૧.૫

પોલીસ ફરિયાદ થતાં જ શ્રોફ પેઢી બંધ કરી દીધી
* બંધ થયેલી કેલિકો મીલના કામદારોને સહાયના બહાને કરોડોની ઠગાઈની ફરિયાદ થતાં જ શ્રોફ પેઢી બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ કહે છે કે, શ્રોફ પેઢી પ્રથમથી જ શંકાના દાયરામાં હતી. પણ, ફરિયાદ થતાં જ ઘંટાકર્ણ કલોથ માર્કેટમાં આવેલી મોહનલાલ ભભૂતમલ શ્રોફની પેઢી બંધ કરી આરોપીઓ જતા રહ્યા હતા. રાજેશ પકડાઈ ગયો છે. જ્યારે, તેના વૃધ્ધ પિતા વતન રાજસ્થાન જતા રહ્યા હોવાની વિગતો મળતાં એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved