Last Update : 24-April-2012, Tuesday

 
નડિયાદમાં ચાલતા ઉગ્ર વિવાદના પરિણામે
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ

પત્નીના નામે એમએલએમમાં જબરજસ્તીથી નાણાં રોકાવે છેઃ યુનિયનના જિલ્લા મંત્રીના આજથી ઉપવાસ

નડિયાદ,તા.૨૩
બી.એસ.એન.એલના આણંદ તથા ખેડા જિલ્લાના એમ્પ્લોઈઝ યુનિયન અને ડી.ઈ.(ડિવિઝનલ) એન્જિનીયર વચ્ચે ચાલતા વિવાદ ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું છે.યુનિયનના જિલ્લા મંત્રીએ આ ડી.ઈ. પોતાની પત્નીના નામે મલ્ટી લેવલ માર્કેટીંગ કંપનીમાં જોહુકમથી સભ્યો બનાવી પ્રત્યેક સભ્ય પાસેથી રૃા.૮ હજાર પડાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. જેના વિરોધમાં મંગળવારથી નડિયાદ ખાતેની ટેલિફોન કચેરીમાં ૭૨ કલાકની ભૂખ હડતાળનું એલાન આપ્યું છે. સામાપક્ષે ડી.ઈ.ના જણાવ્યા મુજબ ટેલિફોન કેબલનું કામ કરતા લાઈનમેનોને કામ કરવુ નથી, તેથી મારી સામે આક્ષેપો કરતા હોવાનું જણાવ્યું છે. આમ, બીએસએનએલના વર્ગ-૧ના એક અધિકારી અને યુનિયન આપને સામને આવી ગયા છે.
નડિયાદ બીએસએનએલના એન્જિનીયર કૌશિકભાઈ આર.દલાલ છેલ્લા દસ વર્ષથી નડિયાદમાં એક જ જગ્યાએ ફરજ બજાવે છે. આથી બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો કેળવી તેમના પત્ની શ્રીમતી લતાબેન કે.દલાલના નામે આરએમપી મલ્ટી લેવલ માર્કેટીંગ કંપનીમાં સભ્યો બનાવે છે. આ માટે પોતાના આ હોદ્દાનો દુરુપયોગ કરી પ્રત્યેક સભ્ય પાસેથી રૃા.૮ હજાર જેવી રકમ પડાવે છે.
જેની સામે રૃા.૭,૬૯૦/-ની જ પહોંચ આપવામાં આવે છે. બાકીના રૃા.૩૧૦/- આ અધિકારી પોતાના ખિસ્સામાં પધરાવે છે. આમ, આરએમપી કંપનીમાં બે બાજુથી કમાણી કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
આમાં મહત્વની વાત તો એ છે કે કૌશિકભાઈ દલાલના હાથ નીચેનો કોઈ કર્મચારી રૃા.૮ હજાર ભરી સભ્ય બનવાની ના પાડે તો તેના ચાર્જ શીટ આપી તેના પર ત્રાસ વર્તાવવામાં આવે છે. અત્યારસુધી આ અધિકારી દ્વારા ૬૦ જેટલાં કર્મચારીઓને ચાર્જશીટ આપી તેમને હેરાન કરવામાં આવ્યા છે. આરએમપીમાં સભ્ય બનવાની ના પાડનાર કેટલાક કર્મચારીઓના તો ઇન્ક્રીમેન્ટ પણ અટકાવી દેવાયા છે.
બીજી તરફ જે કર્મચારી મલ્ટીલેવલ માર્કેટીંગમાં સભ્ય બને તેને નોકરીમાં છૂટછાટો આપવામાં આવે છે. આવો કર્મચારી ઓફિસમાં મોડો આવે અને વહેલો ઘરે જાય તો પણ તેને કોઇ વાંધો આવતો નથી. ડી.ઇ.કૌશિકભાઇ દલાલની જોહુકમીથી ત્રાસેલા બીએસએનએલના યુનિયનના જિલ્લા મંત્રી દ્વારા તા.૨૪ એપ્રિલને મંગળવારથી ૭૨ કલાકની ભૂખ હડતાલ શરુ કરવાની ચીમકી આપી છે. આ અધિકારી સરકારી ગાડીમાં આણંદથી અપડાઉન કરે છે. સામા પક્ષે આક્ષેપોનો સામનો કરી રહેલા ડી.ઇ.એ વખતે પ્રહાર કરતા જણાવ્યું છે કે મારી સામેના સમગ્ર આક્ષેપો ઉપજાવી કાઢેલા છે. અત્યારે બીએસએનએલના કેબલો કપાઇ જવાના બનાવો બને છે. આથી લાઇનમેનને જવાના બનાવો બને છે. આથી લાઇનમેનને જ્યારે તે રીપેરીંગ કરવાનું કહેવામાં આવે ત્યારે કામ ન કરવા આ રીતે વાતો ઉપજાવી કાઢે છે. નિયમિત ફરજ ન બજાવનાર કે ચોરી કરતા પકડાયેલાઓને ચાર્જશીટ આપવામાં આવે એમાં ખોટું શું છે? પોતાની પત્નીના નામે મલ્ટી લેવલ માર્કેટીંગ વિશે પૂછતા આ અધિકારીએ બેવડીનીતિ રાખી જવાબો આપ્યા હતા.
જો કે આજે તો અધિકારી અને યુનિયન વચ્ચે ચાલતાં ગજગ્રાહે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુ ંછે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved