Last Update : 24-April-2012, Tuesday

 
ગોકુળગ્રામમાં ગેરરીતિ થતાં અને પોતાને હદધૂત કરાતા આત્મવિલોપનની ચીમકી બાદ
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

સરપંચ સભ્ય અને તલાટીમંત્રીએ હડધૂત કરતાં કાર્યવાહીની માંગ ઉઠાવેલીઃ તંત્ર કહે છે, 'સમાધાનના પ્રયાસ ચાલુ હતા'ઃ યુવાનની હાલત ગંભીર

ગોંડલ, તા. ૨૩
કોટાડાસાંગાણી તાલુકાના રામપરા ગામે ગોકુલગ્રામ યોજનામાં ગેરરીતિ થયાની ફરીયાદ કરનાર તેમજ સરપંચ, સભ્ય અને તલાટી મંત્રીની અવગણનાનો ભોગ બનનાર વણકર યુવાને જિલ્લા કલેકટરને લેખીતમાં ફરીયાદ કરી તા.૨૩ સુધીમાં પ્રશ્નનો હલ કરવા માંગ કરી અન્યથા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે આજે બપોરે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં તેણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સરકારી બાબુઓનાં પગ તળેથી જમીન સરકી જવા પામી હતી ! તબીબો વણકર યુવાનની હાલત ગંભીર ગણાવે છે.
રામપરા ગામે રહેતા વણકર દિપકભાઇ કાનજીભાઇ બાબરીયાએ જિલ્લા કલેકટરને અરજી કરી જણાવ્યું હતું કે રામપરા ગામે ત્રણ વર્ષ પહેલાં ગોકુલ ગ્રામ યોજનામાં ગેરરીતિ થઇ છે. કામો માત્ર ચોપડા ઉપર જ દર્શાવવામાં આવ્યા હોવા અંગે ફરિયાદો કરવામાં આવી હોવાનું જણાવી પોતાને હડધૂત કરનાર સરપંચ અરઝણભાઇ થોરીયા, સભ્ય દેવેન્દ્રભાઇ પ્રેમજીભાઇ, અશોકભાઇ સવજીભાઇ તેમજ તલાટી મંત્રી કનેરીયા વિરૃધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી તા.૨૩ સાંજના તાલુકા વિકાસ અધિકારી કચેરી સમક્ષ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. દરમિયાન, આજે બપોરના ૩.૩૦ કલાકે દિપકભાઇ બાબરીયાએ કોટડાસાંગાણી તાલુકા વિકાસ અધિકારી જે.જે. ગોહિલ સમક્ષ ઝેરી દવા પી લેતાં સરકારી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દિપક બાબરીયાને સારવાર માટે પ્રથણ કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના તબીબે હાલત ગંભીર ગણાવતા ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોટડાસાંગાણી તાલુકા વિકાસ અધિકારી જી.જે. ગોહિલ તેમજ મામલતદાર એચ.એમ. નશીતે જણાવ્યું હતું કે તા. ૨૩ના સાંજે આત્મવિલોપન કરવાની અરજી દિપક બાબરીયા દ્વારા આપવામાં આવી હતી. જે અંગે પોલીસ દ્વારા આજે સવારે તેની અટક કરી જામીન માટે મામલતદાર કચેરીએ લાવવામાં આવ્યા હતા. દરમિયાન, ગામના આગેવાનો દ્વારા મધ્યસ્થી કરાતા મુદ્દો સમાધાન તરફ વળવા પામ્યો હતો. જામીન મળ્યા બાદ દિપક બાબરીયાએ બાંહેધરીપત્રકમાં સહીઓ કરવાની હોઇ બપોરના ટીડીઓ ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સહી કરતા પહેલાં પોતાનાં શર્ટના ઉપલા ખિસ્સામાં રાખેલ ઝેરી દવાની બોટલ ખોલી પી લીધી હતી. આ યુવકને મનાવવા આજે સવારથી જ કોટડાસાંગાણીના આગેવાનો અને અધિકારીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેણે માગેલી માહિતીઓ તેમજ રામપરામાં ગેરરીતી દ્વારા ઉભી થયેલ મુતરડીને નવી બનાવવા સહિતની સમાધાનની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved