Last Update : 24-April-2012, Tuesday

 

સરકારી વીજમથકો પાસે ક્ષમતા કરતાં ઓછું વીજ ઉત્પાદન કરાવીને
ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ૪૫૦૦ કરોડની વીજળી ખરીદી

એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ પ્રજા પર મોટો વીજખર્ચ બોજ નાખ્યો
ખેડૂતોને ઓછો વીજ પુરવઠો આપીને ૧૮૦૦ કરોડની વીજળી રાજ્ય બહાર વેચી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
સરપ્લસ વીજળી હોવાનો દાવો કરતી ગુજરાત સરકારના પોતાના વીજ મથકોમાં તેની ક્ષમતા કરતાં ૪૦ ટકા ઓછી વીજળી ઉત્પાદન કરવામાં આવે છે અને તેની સામે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ૨૦૧૦-૧૧ના વર્ષમાં રૃા. ૪૫૮૧ કરોડની વીજળી ખરીદીને વીજવપરાશકારોને માથે કરોડો રૃપિયાના વીજ ખર્ચનો બોજ નાખી દેવામાં આવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કંપનીઓની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૫૨૦૦ મેગાવોટની આસપાસની હોવા છતાંય તેમના એકમોએ મળીને ૨૦૧૦-૧૧ના વર્ષમાં માત્ર ૩૦૦૦થી ૩૨૦૦ મેગાવોટની આસપાસની વીજળીનું ઉત્પાદન જ કર્યું હતું. ગુજરાતની કંપનીઓનો પ્લાન્ટ લોડ ફેક્ટર ૪૦થી ૫૦ ટકા જેટલો નીચો હોવાનું જોવા મળીર રહ્યું છે. પ્લાન્ટ લોડ ફેક્ટર કંપનીની ઓપરેશનની કાર્યકુશળતા દર્શાવે છે. ૯૦ ટકા પ્લાન્ટ લોડ ફેક્ટરને બદલે કંપનીઓનો પ્લાન્ટ લોડ ફેક્ટર ૪૦ ટકા જેટલો નીચો છે. પરિણામે ૫૨૦૦ મેગાવોટની ક્ષમતા સામે ૩૧૦૦ મેગાવોટની વીજળીનું જ ઉત્પાદન કરે છે. વીજ ઉત્પાદન વધારવાની જર્કની વારંવારની ભલામણ છતાં વીજ કંપનીઓ તે માટે કોઇ જ પગલાં લેતી નથી. તમામ વીજ કંપનીઓનો પ્લાન્ટ લોડ ફેક્ટર જર્કની ભલામણ કરતાં ઘણો જ ઓછો છે.
આમ ખાનગી વીજવપરાશકારોના માધ્યમથી તેમને મોંઘા ભાવની વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. તેથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાતના વીજવપરાશકારોને ખર્ચ બોજ વધી ગયો છે. ૨૦૧૦-૧૧ના વર્ષમાં ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓએ અદાણી પાવર પાસેથી ૯૮૬૪ મિલિયન યુનિટ્સ, ગુજરાત પગુથાણે પાસેથી ૩૫૫૭ મિલિયન યુનિટ્સ અને એસ્સાર પાસેથી ૧૩૫૩ મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી હતી અન તેને માટે રૃા. ૪૫૮૧ કરોડનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૦-૧૧ના નાણાંકીય વર્ષમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓએ અદાણી પાવર અને એસ્સાર પાવર પાસેથી ૪૩૬૧૭ મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી. આ કંપનીઓ પાસેથી યુનિટદીટ સરેરાશ અનુક્રમે રૃા. ૨.૬૭, રૃા. ૪.૧૯ અને રૃા. ૩.૩૨ના ભાવે વીજળી ખરીદી હતી. તેમાંથી રાજસ્થાનને યુનિટદીઠ રૃા. ૮.૫૧ના ભાવે, મહારાષ્ટ્રને યુનિટદીઠ રૃા. ૭.૭૦ના ભાવે તથા દિલ્હીન યુનિટદીઠ રૃા. ૯.૫૨ના ભાવે વીજળી વેચીને રૃા. ૧૮૦૦ કરોડની આવક કરી હતી.
એક તરફ સરપ્લસ પાવર સ્ટેટ હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર સ્થાનિક ખેડૂતોને આઠ કલાક પણ વીજળી આપતી નથી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનું કહેવું છે કે તેમને છેલ્લા ૧૦ વર્ષથી માત્ર રૃા. ૧૧૦૦ કરોડની સબસિડી જ આપવામાં આવે છે. સરકાર ખેડૂતોને એફપીપીપીએમાં અપાતી માફી પેટે રૃા. ૨૦૦૦ કરોડની રકમ જીયુવીએનએલની કંપનીઓને આપે છે. પરંતુ આ રકમ તે ઇલેક્ટ્રીસીટી ડયૂટીને નામે અન્ય વીજવપરાશકારો પાસેથી જ વસૂલી લે છે. ગ્રીનસેસને નામે વીજવપરાશકારો પાસેથી રૃા. ૬૬ કરોડની વસૂલી કરે છે. આમ ખેડૂત સિવાયના વીજ વપરાશકારો પાસેથી ઇલેક્ટ્રીસીટી ડયૂટીને નામે પૈસા લઈને ખેડૂતોને સીધી રાહત આપી રહી છે.
ક્રોસ સબસિડીની જંગી રાહત મેળવતા ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ખેડૂતોની વીજ ચોરી પણ મોટી છે. તેમની મીટર માટેની ૪.૮૦ લાખ અરજીઓ પેન્ડિંગ હોવાથી તેઓ વ્યાપક પ્રમાણમાં વીજ ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ વીજચોરીને ચાર વીજ વિતરણ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુશન લોસમાં બતાવી દઈને સામાન્ય જનતાને માથે ખોટો બોજ નાખી રહી છે.

વિદ્યાનગર

 ૩૯.૪

અમરેલી

 ૩૮.૯

વડોદરા

 ૩૯.૭

મહુવા

 ૩૮.૮

પોરબંદર

 ૩૮.૮

રાજકોટ

 ૩૮.૪

ઇડર

 ૩૭.૭

ગાંધીનગર

 ૩૭.૫

અમદાવાદ

 ૩૭.૪

ભાવનગર

 ૩૭.૨

સુરત

 ૩૭.૦

વલસાડ

 ૩૬.૪

ભુજ

 ૩૬.૩

ડીસા

 ૩૬.૧

વેરાવળ

 ૩૫.૦

નલિયા

 ૩૩.૪

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved