Last Update : 24-April-2012, Tuesday

 

મુંબઇના ‘વાંદરા’ વરલી સી-લિન્કમાં
નેતા- અભિનેતાની સોસાયટીમાં વાંદરાઓનો ભારે ઉપદ્રવ

રિતેશ દેશમુખ- જેનેલિયા પર વાનર ધસી ગયોઃ વાંદરા પકડવા માટે પૈસા ખર્ચવા રહેવાસીઓ તૈયાર નથી

મુંબઈ, તા.૨૩
વરલીમાં નેતા અને અભિનેતાના આવાસો ધરાવતા વૈભવશાળી વિસ્તારમાં છેલ્લાં એક મહિનાથી વાંદરાઓએ લોકોનું જીવવાનું દુષ્કર કરી નાખ્યું છે. ખાસ તો પોચખાનવાલા રોડ પર આવેલા પૂર્ણા અને ગોદાવરી બિલ્ડંિગમાં આ બંદર પાર્ટી ધમાચકડી મચાવે છે અને વાનરવેડા કરી તોડફોડ કરે છે. પૂર્ણા અને ગોદાવરી બિલ્ડંિગમાં ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડે, ભૂતપૂર્વ પ્રધાન રોહીદાસ પાટિલ, એકટર રિતેશ દેશમુખ સહિત અનેક રાજકારણીઓ રહે છે.
આ બિલ્ડંિગના રહેવાસીઓએ જણાવ્યું હતું કે સત્તાવાળાને વારંવાર ફરિયાદો કરવામાં આવ્યા છતાં કોઈ પરિણામ નથી આવ્યું.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની પુત્રવઘૂ ડાયેના ત્યાગીએ જણાવ્યું હતું કે આ વાંદરા ડ્રોઈંગરૂમ, રસોડા અને ગાર્ડન બધે ઠેકાઠેક કરતા ધૂસી જાય છે. એકવાર સવારે મેં જાગીને જોયું ત્યારે એક વાંદરો ટેસથી મારા ડ્રોઈંગ રૂમના સોફા ઉપર ટેસથી બેઠો હતો અને મારી સામે ટગરટગર જોતો હતો. ઘરમાં આ રીતે વાંદરાને જોઈને કેવી હાલત થાય?
ત્યાગીનો ફલેટ પહેલે માળે છે અને આ બંને મકાનોમાં પહેલા માળે જ વાંદરા વઘુ ધમાલ મચાવે છે. જોકે ઉપરના માળે પણ ક્યારેક ચડી જાય છે.
બીજા એક રહેવાસી કૈલાશ રાજાણીએ જણાવ્યું હતું કે સાંજ પડે એટલે લગભગ નવ વાંદરા ગાર્ડનમાં કબજો જમાવીને બેસી જાય છે. એટલે અમારા બાળકો ગાર્ડનમાં રમવા જતા ગભરાય છે. કેટલાક તો હંિચકા પર ચડી બેસે છે. તેમને હાંકી કાઢવાનો પ્રયાસ કરીએ તો સામાં દાંતિયા કાઢે છે.
ભૂતપૂર્વ પ્રધાન રોહિદાસ પાટિલના નોકરે કહ્યું કે બાલકનીમાં કાંદા અને બટેટાના કોથળા ભરીને રાખ્યાં હતાં. તેને વાંદરાએ રફેદફે કરી નાખ્યા હતા. વાંદરાઓએ કોથળા ફાડીને થોડાં કાંદા- બટેટા ખાધા હતા અને બાકીના ગ્રાઉન્ડ ફલોર ઉપર ફેંકી દીધા હતા. ડાયેના ત્યાગીએ જણાવ્યું હતું કે અમે મહાપાલિકામાં ફરિયાદ કરી ત્યારે અમને કહેવામાં આવ્યું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કર્યા છતાં આજ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.
આ વાંદરા ક્યારેક હંિસક બની જાય છે એવી માહિતી આપતા ડાયેનાએ કહ્યું હતું કે એકવાર એકટર રિતેશ દેશમુખ અને તેની એકટ્રેસ પત્ની જેનેલિયા કમ્પાઉન્ડમાં રાઉન્ડ મારતા હતા ત્યારે અચાનક એક વાંદરો તેમની ઉપર ધસી ગયો હતો અને જેનેલિયા ડરની મારી ચીસ પાડી ઊઠી હતી.
મુંબઈના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધીર પડવળે કહ્યું હતું કે વરલીના બિલ્ડંિગોમાં વાંદરાના ત્રાસની ફરિયાદ મળતા અમે તરત જ વનખાતાના માણસો મોકલ્યા હતા. પરંતુ ત્યારે આ મકાનના રહેવાસીઓ સહકાર નહોતો આપ્યો. વાંદરા ત્યાં છે એ જગ્યા દેખાડવા કોઈ તૈયાર નહોતા થયા અને વાંદરા પકડવા માટેનો ખર્ચ કરવાની પણ કોઈએ તૈયારી નહોતી બતાવી. પડવળે કહ્યું હતું કે અમારી પાસે વાંદરાને પકડવા ટ્રેઈનર નથી.
અમારે ટ્રેઈનર બહારથી બોલાવવા પડે છે અને એક વાંદરાને પકડવા માટે અઢી હજાર ચૂકવવા પડે છે. સરકારી ખર્ચે વાંદરા પકડવાની જોગવાઈ નથી. એટલે રહેવાસીઓએ જ પૈસા કાઢવા પડે. વરલીના મકાનોમાં નવ વાંદરાને પકડવા માટે ૨૨,૫૦૦ રૂપિયા ખર્ચ થાય એમ છે. આટલી મોટી રકમ અમે અમારા ખીસામાંથી ક્યાંથી કાઢી શકીએ?
બીજી તરફ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (થાણે) રામચંદ્ર પોળે કહ્યું હતું કે ટ્રેઈનર સરકારના પગારપત્રક પર ન હોવા છતાં ટ્રેઈનરને પૈસા ચૂકવવાની જોગવાઈ છે. વરીલના લોકોની સમસ્યા દૂર કરવા ઘટતા પગલાં લેવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved