Last Update : 24-April-2012, Tuesday

 
સોનામાં અખાત્રીજ પૂર્વે મક્કમ હવામાન ઃ ચાંદી જો કે રૃ.૪૩૦ તૂટી રૃ.૫૭ હજારની અંદર જતી રહી

ડોલરમાં ઉછાળો ઃ ગોલ્ડ ઈટીએફમાં આજે એનએસઈમાં અખાત્રીજના દિવસે વેપારો વધી રૃ.૧૦૦૦ કરોડને આંબી જવાની શક્યતા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીના ભાવો કિલોના વધુ રૃ.૪૩૦ તૂટયા હતા અને ભાવો તૂટી રૃ.૫૭ હજારની અંદર જતા રહ્યા હતા. ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૫૧૦ તૂટયા હતા, સોનાના ભાવો જો કે આજે વધ્યા મથાળે જળવાઈ રહ્યા હતા. મંગળવારે અખાત્રીજને અનુલક્ષીને માંગ વધવાની આશાએ સોનામાં આજે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો આજે તૂટી ગયા હતા છતાં ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો વધી જતાં આયાત પડતરો ઉંચી રહી હતી. દરમિયાન, ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૫૭૧૨૦ વાળા રૃ.૫૬૯૪૦ ખુલી રૃ.૫૬૬૯૦ બંધ રહ્યા હતા જયારે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૬૪૦ વાળા રૃ.૨૮૬૩૦ ખુલી રૃ.૨૮૬૩૫ તથા ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૭૭૦ વાળા રૃ.૨૮૭૬૦ ખુલી રૃ.૨૮૭૭૦ બંધ રહ્યા હતા.સાંજે ભાવો સોનાના ૯૯.૫૦ના રૃ.૨૮૬૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૮૦૦ રહ્યા હતા જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો વધી રૃ.૩૩૭૦૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૧.૭૨ વાળા આજે નીચામાં ૩૦.૭૫ થઈ સાંજે ૩૦.૮૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૬૬૦૦ તથા કેશમાં રૃ.૫૬૪૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૬૧૪૩ વાળા ઘટી ૧૬૨૨.૭૦ થઈ સાંજે ૧૬૨૬.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ડોલર વધતાં તથા ચીનના આર્થિક આંકડા નબળાં રહેતાં તેમ જ યુરોપમાં નબળાઈ વચ્ચે યુરો નરમ રહેતાં સોનાના ભાવો વિશ્વબજારમાં ઝડપી ઘટાડા પર રહ્યા હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૨.૦૭ થી વધી રૃ.૫૨.૫૯ થઈ છેલ્લે રૃ.૫૨.૫૦ રહ્યા હતા. દરમિયાન અખાત્રીજ (મંગળવાર)ના રોજ સોનામાં એક્સ. ટ્રેડેડ ફંડ (ઈટીએફ) માં વેપારો વધવાની શક્યતા શેરબજારના સૂત્રોએ દર્શાવી હતી.એનએસઈ તથા બીએસઈમાં ગોલ્ડ ઈટીએફમાં અખાત્રીજના દિવસે (આજે) રાતના આઠ વાગ્યા સુધી વેપારો ચાલુ રાખવામાં આવનાર છે એનએસઈમાં ગયા વર્ષે અખાત્રીજના દિવસે ગોલ્ડ ઈટીએફમાં વેપારો ૧૪૫ ટકા વધી રૃ.૮૪૬ કરોડ થયા હતા જે ૨૦૧૦માં રૃ.૩૪૫ કરોડ થયા હતા. આ વર્ષે એનએસઈમાં આ વેપારો વધી રૃ.૧૦૦૦ કરોડની ઉપર જવાની શક્યતા સૂત્રોએ બતાવી હતી.બીએસઈમાં પણ ગોલ્ડ ઈટીએફમાં વેપારો વધ્યા છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved