Last Update : 24-April-2012, Tuesday

 

વાર્ષિક નેટ નફો ૧૪.૮૩ ટકા વધ્યો ઃ ત્રીજા ત્રિમાસિકની તુલનાએ નફો ૧.૬ ટકા વધ્યો
ટીસીએસ ગુ્રપનો ત્રિમાસિક નેટ નફો ૧૦.૩૭ ટકા વધીને રૃા. ૨૮૯૫ કરોડ થયો

શેરદીઠ રૃા. ૮ અંતિમ અને રૃા. ૮ સ્પેશ્યલ ડિવિડન્ડ ઃ ૧૦ અબજ ડોલરથી વધુ આવકની પ્રથમ ભારતીય આઇટી કંપની

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઇ, તા.૨૩
આઇટી- સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે દેશની ટોચની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝે (ટીસીએસ) ૩૧, માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકમાં ગુ્રપનો કોન્સોલિડેટેડ ધોરણે એકંદર સાધારણ પરિણામ જાહેર કર્યા છે. ગુ્રપનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃા. ૨૬૨૨.૯૩ કરોડથી ૧૦.૩૭ ટકા વધીને રૃા. ૨૮૯૪.૯૩ કરોડ થયો છે. જ્યારે કુલ આવક રૃા. ૧૦૪૦૧.૦૭ કરોડથી ૨૮.૪૨ ટકા વધીને રૃા. ૧૩૩૫૭.૯૫ કરોડ થઇ છે. જ્યારે સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨નો ચોખ્ખો નફો રૃા. ૯૦૬૮.૦૪ કરોડથી ૧૪.૮૩ ટકા વધીને રૃા. ૧૦૪૧૩.૪૯ કરોડ અને કુલ આવક રૃા. ૩૭૯૨૮.૫૧ કરોડથી ૩૦.૦૪ ટકા વધીને રૃા. ૪૯૩૨૨ કરોડ થયા છે.
ટીસીએસ દ્વારા શેરધારકોને શેરદીઠ રૃા. ૮ અંતિમ ડિવિડન્ડ અને શેરદીઠ રૃા. ૮ સ્પેશ્યલ ડિવિડન્ડ આપવાનું જાહેર કરાયું છે જ્યારે રીડીમેબલ પ્રેફરન્સ શેરો પર શેરદીઠ ૨૨ પૈસા ડિવિડન્ડ આપવાની ભલામણ થઇ છે સ્ટેન્ડએલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃા. ૨૧૪૯.૧૮ કરોડથી ૧૯.૦૩ ટકા વધીને રૃા. ૨૫૫૮.૩૪ કરોડ થયો છે. કુલ આવક રૃા. ૮૧૮૭.૬૪ કરોડથી વધીને રૃા. ૧૦૬૧૫.૧૭ કરોડ થઇ છે. જ્યારે વાર્ષિક ચોખ્ખો રૃા. ૭૫૬૯.૯૯ કરોડથી વ ધીને રૃા. ૧૦૯૭૫.૯૮ કરોડ અને કુલ આવક રૃા. ૨૯૭૭૦.૧૪ કરોડથી વધીને રૃા. ૪૧૫૪૩.૭૨ કરોડ થઇ છે.
ચોખ્ખો નફો ત્રીજા ત્રિમાસિકના રૃા. ૨૮૮૭ કરોડની તુલનાએ ચોથા ત્રિમાસિકમાં ૧.૬ ટકા વધીને રૃા. ૨૯૩૨ કરોડ થયો છે. આવક કંપનીએ ત્રીજા ત્રિમાસિકના રૃા. ૧૩૨૦૪ કરોડની તુલનાએ ચોથા ત્રિમાસિકમાં ૦.૪ ટકા વધીને રૃા. ૧૩૨૫૯ કરોડ અને ઓપરેટીંગ માર્જીન ૨૯.૨ ટકાથી ઘટીને ૨૭.૭ ટકા નોંધાવ્યું છે. ટીસીએસના સીઇઓ એન. ચંદ્રશેખરે પરિણામ વિશે જણાવ્યું હતું કે, કંપનીએ ચોથા ત્રિમાસિકમાં મજબૂત વૃદ્ધિ સાથે વર્ષ પૂરું કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં સૌથી વધુ કુલ ૭૦૪૦૦ કર્મચારીઓની નિમણૂક સાથે કુલ કર્મચારી સંખ્યા ૨,૩૮,૫૮૬ થઇ છે. કંપનીના સીએફઓ ટીવી મહાલિંગમે જણાવ્યું હતું કે, કરન્સી વધઘટને પરિણામે કંપનીના માર્જીનમાં ૭૧ બેઝિઝ પોઇન્ટનો ઘટાડો થયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved