Last Update : 24-April-2012, Tuesday

 

નેશનલ સ્ટોક એક્સચેનજ ખાતે થયેલાં ક્ષણિક કડાકા પછી જાગેલી નિયામક સંસ્થા
એનએસઈમાં બોલાયેલા ઓચિંતા તીવ્ર કડાકાની સેબી દ્વારા તપાસ

શુક્રવારે પળભરમાં નોંધાયેલા ભારે ઘટાડા દરમિયાન કરાયેલા સોદાઓને સુલ્ટાવવાની તક આપવા એનએસઈનો ઈનકાર

અમદાવાદ, સોમવાર
શેરબજારમાં છાશવારે નોંધાતા તીવ્ર ઘટાડાને પગલે મૂડી બજારની નિયામક સંસ્થા ધી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સફાળી જાગી છે અને હવે આવા ક્ષણિક કડાકાઓ પાછળના રહસ્યોની તપાસ તેણે હાથ ધરી છે. બીજી તરફ, શુક્રવારે નોંધાયેલા આવા જ એક જોરદાર ઘટાડની મિનિટો દરમિયાન પડેલા સોદાઓને સુલ્ટાવી લેવાની તક આપવાનો ઈનકાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ કર્યો છે. શુક્રવારે બપોરે થોડી પળ માટે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ એકાએક ઘટીને ૫૦૦૦ પોઈન્ટ સુધી ઉતરી ગયો હતો.
સેબીએ હવે આ ઘટનાની તપાસ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે એનએસઈ નિફ્ટી ગણતરીની મિનિટોમાં જ ૫૩૦૦થી તૂટીને ૫૦૦૦ પોઈન્ટ બોલાઈ જતાં ખેલાડીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતોકેમ કેમ કે મોટાભાગના ખેલાડીઓના સ્ટોપલોસ પાસ થઈ ગયા હતાં. આ ઘટનાની પ્રાથમિક તપાસ એનએસઈ ખુદે હાથ ધરી છે તેમ છતાં સેબીએ પણ તેની અલગ તપાસ કરવાનું નક્કી કર્યું છે.
સૂત્રોએ કહ્યુ હતું કે શુક્રવારે થયેલી કહેવાતી આવી ભૂલ પહેલીવારની નથી. તાજેતરના ભૂતકાળમાં શેરના ભાવમાં ઓચિંતા જ મોટો ફેરફાર થયો હોવાના કેટલાય કિસ્સા છે. શુક્રવારે નિફ્ટીની સાથે ઈન્ફોસીસના શેરનો ભાવ ૨૦ ટકા તૂટયો હતો. આવી જ રીતે, વર્ષ ૨૦૧૧ના મુહુર્ત ટ્રેડિંગ દરમિયાન અસાધારણ પ્રમાણમાં કામકાજો થતાં મુંબઈ શેરબજારે (બીએસઈ) બધા સોદા રદ કરવા પડયા હતાં. જૂન ૨૦૧૦માં રિલાયન્સના શેરોમાં આવો કિસ્સો બન્યો હતો અને તે સમયે તેના શેરનો ભાવ ઘડીભરમાં ૨૦ ટકા તૂટયો હતો અને તેને પગલે સેન્સિટિવ ઈન્ડેક્સ ૬૦૦ પોઈન્ટનો ઘટાડો થયો હતો. પાછળથી તેમાં સોદો પંચ કરવામાં ભૂલ થઈ હોવાનું કહેવાયુ હતું.
બજારના ખેલાડીઓ કહે છે કે મોટા ગજાના સંસ્થાકીય બ્રોકર દ્વારા અલ્ગોરિધમ (અલ્ગો) ટ્રેડિંગનો ઉપયોગ કરાતો હોવાને કારણે આવા ઓચિંતા કડાકા અથવા ઉછાળા થતાં હોય છે. શુક્રવારે નિફ્ટી ફ્યુચરમાં ૩૫,૦૦૦ લોટ્સના કામકાજ થયા હતાં અને આ પ્રકારના મોટા સોદા પડે છે ત્યારે કડાકા થતાં હોય છે અને બજાર અસ્થિર બને છે.
કયાં સંસ્થાકીય બ્રોકરે શુક્રવારે સોદો નાંખ્યો હતો કે જેથી ઘટાડો થયો હતો તેની તપાસ કરવા ઉપરાંત આવા હાઈ ફ્રિક્વન્સી ટ્રેડિંગની દેખરેખના ઉપાયો તેમ જ રિસ્ક મેનેજમેન્ટને સુધારવાનું પણ સેબી વિચારશે.
શુક્રવારના ઘટાડાનું વિશ્લેષણ કરનારી એક કંપનીના મતે અલ્ગો ટ્રેડિંગના પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કરાયો હોવાથી આવુ બનવાની શક્યતા વધારે છે. મોટે ભાગે તે માનવ સર્જિત હશે. કોઈકે અલ્ગો પ્રોગ્રામના વેરિયેબલ સેટિંગમાં ફેરફાર કર્યો હોવો જોઈએ.
અલ્ગો ટ્રેડિંગના મામલે ઘણીવાર ચિંતા દર્શાવાઈ છે અને બજારમાં હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગને કારણે વોલેટિલિટી વધતી હોવાનું ખેલાડીઓએ કહ્યુ પણ છે. આવા પ્રોગ્રામને કારણે ચોક્કસ ખેલાડીઓ પ્રર્વતમાન બજાર ભાવ કરતાં ઘણા ફેરથી સોદો નાખી શકે છે.
એક્સચેન્જ એન્જિનથી નજીક ટ્રેડિંગ સર્વર ધરાવતા હોય એવા ખેલાડીઓ નેનો સેકન્ડમાં તેમનો ઓર્ડર પાસ કરાવી શકે છે. જે બ્રોકર્સ પાસે આવી નજીકની સવલત નથી હોતી તેઓ લેણ કે વેચાણના ટોચના પાંચ સોદા સુધી ટ્રેડ મૂકી શકે છે પણ પ્રર્વતમાન બજારભાવથી તેમનો મોટા ફરકે તેમના સોદા પાસ થયા છે કે નહીં તેમ જાણી શકતા નથી. એનએસઈ સમાન સ્થળની સુવિધા તરીકે ૧૦૦ વધુ સર્વર સ્પેસ ફાળવેલાં છે. બીએસઈ પણ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં અલ્ગો ટ્રેડિંગની સુવિધા આપે છે પણ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ત્યા કામકાજનું પ્રમાણ મોટુ હોતું નથી. એનએસઈ ખાતે પણ ડેરિવેટિવ્ઝમાં વાર્ષિક દૃષ્ટિએ કામકાજનુ પ્રમાણ સરેરાશ વીસેક ટકા ઓછુ થયું છે.
સૂત્રોએ કહ્યુ હતું કે કોઈક આવા નીચા વોલ્યુમનો લાભ લીધો હશે. જો તેનો હેતુ બજારના સેન્ટિમેન્ટને તોડવાનો હશે તો તેમાં કામિયાબ થયાં છે કેમ કે ૮૦-૯૦ ટકા સ્ટોપલોસ પાસ થઈ ગયા પછી મંદી બાજુના કામકાજ થયા હતા.
અલ્ગો ટ્રેડિંગ સંદર્ભે તાજેતરમાં સેબીએ એક માર્ગદર્શિકા જાહેર કરી હતી અને તેને લગતા નિયમોને વધારે કડક બનાવવાનો તેનો ઈરાદો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved