Last Update : 24-April-2012, Tuesday

 

ગુજરાતીઓ ધનતેરસ - પુષ્ય નક્ષત્ર વખતે વધુ સક્રિય
આજે અખાત્રીજ ઃ ગુજરાતમાં ૨૫૦ કિલો સોનાના વેચાણનો મૂકાતો અંદાજ

રોકાણકારો હવે ફીઝીકલ ડીલીવરીના બદલે ગોલ્ડ ETF તરફ વળ્યા ઃ ETF આજે રાત્રે ૮ કલાક સુધી કાર્યરત

અમદાવાદ, સોમવાર
આવતીકાલે તા. ૨૪ એપ્રિલને અખાત્રીજના દિવસે ગુજરાતમાં અંદાજે ૨૦૦થી ૨૫૦ કિલો સોનાનું વેચાણ થવાનો અંદાજ છે. જોકે, આ વખતે મે માસમાં લગ્ન ઓછા હોવાના કારણે અખાત્રીજના દિવસે દાગીનાની માંગ ઓછી રહેશે. અને સોનાની ૧થી ૧૦૦ ગ્રામ સુધીની લગડીની માંગ રહેશે તેમ બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
અખાત્રીજનો દિવસ પવિત્ર ગણાતો હોઇ આ દિવસે સામાન્ય પ્રજાજનો સોનાની ખરીદીને શુકનવંતી લેખાવતા હોય છે. જોકે, ગુજરાતમાં અખાત્રીજનું મહત્વ પ્રમાણમાં ઓછું હોય છે. ગુજરાતમાં ધનતેરસ અને પુષ્યનક્ષત્ર ટાણે મોટા પાયે સોનાની ખરીદી થતી હોય છે. આ ઉપરાંત અન્ય મહત્વની બાબત ચાલુ વર્ષે મે માસમાં લગ્નના મુહૂર્ત ખૂબ જ ઓછા છે. તેથી આ વર્ષે અખાત્રીજના દિવસે દાગીનાની ખરીદીનું પ્રમાણ પણ ઓછું રહેવાની શક્યતા છે.
આ મુદ્દા ઉપરાંત હવે ગોલ્ડ ઈટીએફનું ચલણ દિનપ્રતિદિન વધતું જાય છે. આમ, આ સંજોગોમાં ઘરઆંગણાના બજારોમાં માત્ર રોકાણ કરવાના આશયથી સોનું ખરીદતા રોકાણકારો ગોલ્ડ ઈટીએફ તરફ વળી ગયા છે. જેના પગલે છેલ્લા બે-ત્રણ વર્ષથી અખાત્રીજના દિવસે ગોલ્ડ ઈટીએફના કામકાજમાં ૧૦૦થી ૧૫૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિ ચાલુ વર્ષે પણ જળવાશે. અને પ્રવર્તમાન સંયોગો જોતા આ વખતે અખાત્રીજના દિવસે ગોલ્ડ ઈટીએફના વેચાણમાં ૨૦૦ ટકાનો ઊછાળો નોંધાય તેવી શક્યતા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે છેલ્લા એકાદ દોઢ વર્ષથી શેરબજારની અસ્થિરતા સામે સોનામાં પ્રવર્તતી મજબૂતાઇના લીધે ગોલ્ડ ઈટીએફના કામકાજમાં વધારો નોંધાયો છે.
દરમિયાન, આ વખતે મે માસમાં લગ્નના મુહૂર્તો ખૂબ જ ઓછા છે તેથી અખાત્રીજના દિવસે દાગીનામાં ઘરાકી મંદ રહેવાની ધારણા છે. જોકે, રોકાણના આશયથી આવતીકાલે ૧થી ૧૦૦ ગ્રામ સુધીની સોનાની લગડીનું વેચાણ દાગીનાની તુલનાએ વધુ રહેશે.
અન્ય રાજ્યોની સરખામમીએ ગુજરાતમાં અખાત્રીજના પર્વ કરતા ધનતેરસ અને પુષ્યનક્ષત્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આમ છતાં, આવતીકાલે અખાત્રીજના પવિત્ર દિવસે ગુજરાતમાં અંદાજે ૨૦૦થી ૨૫૦ કિલો સોનાનું વેચાણ થવાનો અંદાજ મૂકાય છે. જ્યારે અમદાવાદમાં ૮૦થી ૧૦૦ કિલો સોનું વેચાયતેવી ગણતરી છે તેમ આ વર્તુળોએ ઊમેર્યું હતું.
આવતીકાલે અખાત્રીજને અનુલક્ષીને રોકાણકારો અને સામાન્ય પ્રજાજનોને રાહત રહે તે હેતુસર દેશના બેઉ આગેવાન શેરબજારો- મુંબઇ શેરબજાર એટલે કે બીએસઇ અને એનએસઇ ખાતે આવતીકાલે ગોલ્ડ ઈટીએફમાં રાત્રિના ૮ વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકાશે. આ ઉપરાંત રોકાણકારો વધુ આકર્ષાય તે હેતુસર આ બંને એક્સચેન્જ દ્વારા આવતીકાલે ગોલ્ડ ઈટીએફ પરના ટ્રાન્ઝેકશન ચાર્જિસ પણ પડતા મૂકાશે એટલે કે આવતીકાલે ગોલ્ડ ઈટીએફ પર કોઇ પણ પ્રકારના ટ્રાન્ઝેકશન ચાર્જીસ અમલી બનશે નહી. નેશનલ સ્ટોક એકસચેન્જ પણ ઈ સિરીઝમાં થતા ઈ-ગોલ્ડ ઈ-સિલ્વર અને ઈ-પ્લેટિનમના સોદા પરનો મેકિંગ અને પેકિંગ ચાર્જ અને ટ્રાન્ઝેકશન ચાર્જ પડતા મૂકવાનો નિર્ણય લીધો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved