Last Update : 24-April-2012, Tuesday

 
એમસીએક્સ પર સોના-ચાંદીનું વોલ્યુમ વધી રૃ.૧૦,૩૨૯ કરોડ બંને કીમતી ધાતુના વાયદાના ભાવમાં નરમાઈ
ક્રૂડ તેલ પણ ઘટયું કૃષિચીજોમાં એલચી, સીપીઓ, મેન્થા તેલ નરમ કોમડેક્સ ૯.૨૩ પોઈન્ટ ઘટી ૩૯૩૦.૧૫
મુંબઇ, તા.૨૩
આજે નવા સપ્તાહના પ્રારંભને દિનના પ્રથમ સત્રમાં એમસીએક્સ પર કામકાજ ગયા અઠવાડિયાના અંત કરતાં વધ્યું હતું. આજે ૩,૫૬,૦૪૧ સોદામાં રૃ.૧૯,૧૬૮.૫૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૧૦,૩૨૯.૫૮ કરોડનો હતો.
આજે સોનામાં ૬૧,૨૪૦ સોદામાં રૃ.૪,૮૩૩.૭૦ કરોડનાં ૧૬,૮૬૨ કિલોનો વેપાર થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮,૯૧૮ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૯૬૦.૩૯ કરોડનાં ૧૩,૮૦૪ કિલો, મિની વાયદામાં રૃ.૮૩૦.૩૭ કરોડનાં ૨,૯૦૭ કિલો, ગિનીમાં રૃ.૧૭.૩૩ કરોડનાં ૬૦ કિલો અને પેટલમાં રૃ.૨૫.૬૦ કરોડનાં ૯૦ કિલોનો ધંધો થયો હતો.
સોનાના ૭માંથી એક ઓક્ટોબર ચાલુ વાયદો રૃ.૧૧ જેટલો વધી રૃ.૨૯,૪૭૦ રહ્યો હતો. તે સિવાયના અન્ય બધા વાયદામાં રૃ.૫થી રૃ.૨૧ જેટલો મામૂલી ઘટાડો હતો. ચાલુ જૂન વાયદો રૃ.૨૦ વધી રૃ.૨૮,૬૮૧ હતો, જ્યારે ડિસેમ્બર રૃ.૫ ઘટી રૃ.૨૯,૮૩૦ હતો. મિની વાયદા રૃ.૧૨થી રૃ.૨૧, ગિનીના વાયદા રૃ.૬થી રૃ.૨૪ ઘટયા હતા. ગિનીનો એપ્રિલ વાયદો રૃ.૨૪ ઘટી રૃ.૨૩,૦૧૧ હતો. પેટલનો એપ્રિલ વાયદો રૃ.૭ વધી રૃ.૨,૮૨૭ હતો. પેટલમાં આજે કામકાજ પણ ગિની કરતાં વધારે હતાં.
ચાંદીમાં ૧,૦૨,૪૬૪ સોદામાં રૃ.૫,૪૯૫.૬૮ કરોડની ૯૭૪.૭૪૭ ટન ચાંદીનો વેપાર થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૯૬૨.૦૪૮ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૭૮૩.૯૭ કરોડની ૬૭૧.૮૮૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૩૪૨.૭૮ કરોડની ૨૩૭.૬૧૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૩૬૮.૯૩ કરોડની ૬૫.૨૫૨ ટન ચાંદીનો ધંધો થયો હતો.
ચાંદીના બધા વાયદા આજે રૃ.૧૮૨થી રૃ.૫૨૨ની રેન્જમાં ઘટયા હતા. ચાલુ મે વાયદો રૃ.૪૯૯ ઘટી રૃ.૫૬,૦૧૯ અને ડિસેમ્બર સૌથી ઓછો રૃ.૧૮૨ ઘટી રૃ.૬૧,૨૭૪ રહ્યા હતા. મિની વાયદામાં એપ્રિલ રૃ.૫૦૨ ઘટી રૃ.૫૬,૦૩૪ અને ઓગસ્ટ સૌથી વધુ રૃ.૫૨૨ ઘટી રૃ.૫૯,૨૫૫ રહ્યા હતા. માઈક્રો વાયદા રૃ.૪૫૬થી રૃ.૪૯૮ જેટલા નરમ હતા. એપ્રિલ માઈક્રો વાયદો રૃ.૪૯૮ ઘટી રૃ.૫૬,૦૩૫ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં તાંબુ, સીસું અને જસતના બધા વાયદા ઘટયા હતા, જ્યારે નિકલ અને એલ્યુમિનિયમમાં મિશ્ર વલણ હતું. તાંબાના વાયદા રૃ.૨.૭૫થી રૃ.૩.૧૫, સીસાના ૫૦ પૈસાથી ૬૦ પૈસા અને જસતના ૨૦થી ૪૦ પૈસા ઘટયા હતા. નિકલમાં ૧૦ પૈસાથી રૃ.૨.૩૦ અને એલ્યુમિનિયમમાં ૫ પૈસાથી ૩૫ પૈસાની મિશ્ર વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૬થી રૃ.૧૩નો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૭ ઘટી રૃ.૫,૪૩૭ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલનો મે વાયદો રૃ.૧૧ સુધરી રૃ.૬,૨૨૦ થયો હતો. નેચરલ ગેસમાં ૭૦થી ૯૦ પૈસાનો સુધારો ભાવમાં રહ્યો હતો. ક્રૂડ તેલમાં રૃ.૧,૯૨૪.૪૭ કરોડનાં ૩૫,૩૯,૪૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૮.૦૮ કરોડનાં ૧૩,૦૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૩૩૧.૫૦ કરોડનાં ૩,૨૦,૨૭,૫૦૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા રૃ.૧.૫૦થી રૃ.૩.૪૦ અને એલચીના ત્રણેય વાયદા રૃ.૯.૭૦થી રૃ.૨૪.૨૦ની રેન્જમાં ઘટયા હતા. સીપીઓ એપ્રિલ વાયદો રૃ.૧.૫૦ ઘટી રૃ.૬૨૦.૮૦ અને એલચી મે વાયદો રૃ.૨૪.૨૦ ઘટી રૃ.૧,૧૨૩.૨૦ બંધ રહ્યા હતા. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૬.૩૦થી રૃ.૧૭.૬૦ અને તારકેશ્વર વાયદા રૃ.૧૫.૬૦થી રૃ.૨૫ની રેન્જમાં વધ્યા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૬.૩૦ વધી રૃ.૧,૦૭૬.૫૦ અને તારકેશ્વર મે વાયદો રૃ.૧૫.૬૦ વધી રૃ.૯૦૦.૮૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલ રૃ.૬૦.૩૦થી રૃ.૮૦.૬૦ ઢીલું હતું. મેન્થા તેલ એપ્રિલ વાયદો રૃ.૭૯.૭૦ના ભાવઘટાડા સાથે બંધમાં રૃ.૧,૯૧૩.૫૦ રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો રૃ.૨.૪૦ ઘટી રૃ.૭૬૩.૫૦ બંધ હતો. કોટનના ચારેય વાયદા રૃ.૨૦થી રૃ.૫૦ સુધર્યા હતા. કોટન એપ્રિલ વાયદો રૃ.૫૦ વધી બંધમાં રૃ.૧૬,૮૯૦ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૩૨૨.૭૮ કરોડનાં ૫૧,૩૩૦ ટન, એલચીમાં રૃ.૧૭૪.૯૭ કરોડનાં ૧,૫૪૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૪૭.૬૦ કરોડનાં ૪૨,૭૮૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૬.૧૮ કરોડનાં ૬,૫૭૦ ટન, મેન્થા તેલમાં રૃ.૬૭.૦૮ કરોડનાં ૩૭૯ ટન, કપાસમાં રૃ.૫.૫૬ કરોડનાં ૧,૪૫૨ ટન, કોટનમાં રૃ.૫૫.૯૧ કરોડનાં ૩૨,૪૫૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૯.૨૩ પોઈન્ટ ઘટી ૩૯૩૦.૧૫ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૯.૪૮ પોઈન્ટ ઘટી ૪૯૪૭.૦૫, એનર્જી ઈન્ડેક્સ ૯.૭૯ પોઈન્ટ વધી ૩૪૯૦.૪૨ અને એગ્રી ઈન્ડેક્સ ૪૮.૬૦ પોઈન્ટ ઘટી ૩૫૬૧.૮૬ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved