Last Update : 24-April-2012, Tuesday

 
ખાંડમાં ઘરઆંગણે સૂસ્તાઈ જયારે બ્રાઝીલમાં ઓછા ઉત્પાદનની ભીતીએ વિશ્વ બજાર વધવાની આશા
 
નવી મુંબઈ ખાંડ બજરામાં આજે માંગ પાંખી રહી હતી. ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. હાજરમાં ભાવો આજે કિવ.ના રૃ.૨૯૦૨થી ૨૯૫૨ તથા સારાના રૃ.૩૦૨૨થી ૩૧૨૧ બોલાઈ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૮૭૦થી ૨૯૦૦ તથા સારાના રૃ.૨૯૫૦થી ૩૦૪૦ બોલાઈ રહ્યા હતા. મોેડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૭૦થી ૨૯૬૦ તથા સારાના રૃ.૨૯૧૫થી ૩૦૪૦ આસપાસ બોલાઈ રહ્યા હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૯૦થી ૧૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ખાંડની વધુ નિકાસ છૂટ આપવા માટે હવે પછી કેન્દ્ર સરકાર કેવો અભિગમ બતાવે છે તથા તાજેતરમાં જે ૧૦ લાખ ટનનો નિકાસ કવોટા છૂટ્ટો કરાયો છે એ પેટે મિલોને કેવી રીતે ફાળવણી કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે છે તેના પર બજારની તથા મિલ ઉદ્યોગની નજર રહી છે. દરમિયાન, બ્રાઝિલમાં ઉત્પાદનનો અંદાજ નીચો મૂકાતાં વિશ્વ બજારમાં ખાંડના ભાવો હવે ઘટતા અટકી ફરી વધવા તરફ રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા.
રૃમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વધુ નિકાસ છૂટની બજારમાં જોવાતી રાહ
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. કેન્દ્ર સરકારે રૃની વધુ નિકાસછૂટ આપે છે કે નહિં તેના પર બજારની નજર રહી હતી. મથકોએ સ્પોટ પર સીસીઆઈ સક્રિય રહેતાં નવી વેચવાલી પણ ધીમી રહી હતી. સ્પોટ પર ભાવો વધી આજે ગુજરાત સંકર-૪ના રૃ.૩૩૫૦૦થી ૩૪૪૦૦ રહ્યા હતા જયારે ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૪૫૦૦ બોલાઈ રહ્યા હતા. મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો નીચામાં ફરધર પાકના માલોના રૃ.૨૭૦૦૦થી ૨૯૦૦૦ તથા સારાના રૃ.૩૨૫૦૦થી ૩૩૭૫૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના પંજાબ બાજુ રૃ.૩૫૮૦થી ૩૬૩૦, હરિયાણા બાજુ રૃ.૩૫૩૦થી ૩૫૮૦ તથા રાજસ્થાન બાજુ રૃ.૩૩૮૦થી ૩૫૦૦ રહ્યાના સમાચારો હતા. રૃમાં વૈશ્વિક સ્તરે ચીનની ખરીદી ઘટવાની શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં આંતરપ્રવાહો નરમ રહ્યા છે. વિશ્વ બજારમાં આંતરપ્રવાહો નરમ રહ્યા છે. વિશ્વ બજારમાં રૃની કુલ માંગ સામે કુલ પુરવઠો ૪૫ લાખ ટન વધુ (સરપ્લસ) રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા. આ સરપ્લસનો અંદાજ માર્ચ મહિનામાં ૪૦.૨૦ લાખ ટનનો મૂકાયો હતો. તે હવે ૪૫ લાખ ટનનો મૂકાયો છે. વિશ્વ બજારમાં રૃના ભાવો ૧૨ મહિનામાં ૪૦થી ૪૫ ટકા ઘટયાના સમાચારો હતા. ભારતમાં રૃનો સિલ્લક સ્ટોક સપ્ટેમ્બર ૨૦૧૨ અંતે ૨૫ લાખ ગાંસડી (૧૯ લાખ ટન) જેટલો રહેવાનો અંદાજ તાજેતરમાં કોટન એડવાઈઝરી બોર્ડ દ્વારા મૂકાયો છે ત્યારે યુએસ ડિપાપ્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ)ના અંદાજ મુજબ ભારતમાં જુલાઈ ૨૦૧૨ના અંતે ૯૫.૫૦ લાખ ટનનો સ્ટોક સિલ્લક રહેવાની શક્યતા બતાવાતા બજારમાં ચર્ચા જાગી છે.
રૃ.૩૫૦૦ની સપાટી તોડતો એરંડા વાયદો ઃ વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધ્યા ભાવથી તૂટયા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો તૂટી રૃ.૩૫૦૦ની અંદર જતાં રહ્યા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૫૧૪ વાળા આજે રૃ.૩૫૦૦ ખુલી નીચામાં રૃ.૩૪૧૬ થઈ છેલ્લે રૃ.૩૪૨૮ બંધ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો થયા હતા જે શનિવારે ૬૦ ટનના થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૪૦૦ વાળા તૂટી રૃ.૩૩૪૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૧૧થી ૧૨ તૂટી કોમર્શિયલના રૃ.૬૯૮, એફએસજીના રૃ.૭૦૮ તથા એફએસજી કંડલાના રૃ.૭૦૭ રહ્યા હતા. મથકોએ એરંડાની આવકો સારી રહેવા સામે શિપરોની નવી ખરીદી પાંખી રહેતાં ભાવો દબાણ હેઠળ રહ્યા હતા. દરમિયાન, મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૨૫ પોઈન્ટ ઘટયો હતો જયારે શિકાગો, સોયાતેલ વાયદાનું પ્રોજેકશન સાંજે ૨૮ પોઈન્ટ નરમ ચાલી રહ્યું હતું. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૭૩.૭૦ વાળો આજે નીચામાં રૃ.૭૭૧.૬૦ થઈ છેલ્લે રૃ.૭૭૧.૮૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે પામતેલમાં એક રિફાઈનરીએ એપ્રિલ માટે ૬૦૦થી ૭૦૦ ટન માલો રૃ.૬૫૫માં વેંચ્યાની ચર્ચા હતી. હવાલા-રિસેલમાં ૧૦૦થી ૧૫૦ ટનના વેપારો થયા હતા. મુંબઈ હાજર બજારમાં આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૨૦થી ૧૨૨૫ વાળા રૃ.૧૨૪૦ રહ્યા હતા. જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૨૨૫ તથા ૧૫ કિલોના રૃ.૧૯૦૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવો રૃ.૬૫૭, સોયાતેલના ભાવો રિફા.ના રૃ.૭૨૮, સનફલાવરના રૃ.૬૬૫, રિફા.ના રૃ.૭૪૦, કપાસિયા તેલના રૃ.૬૯૫થી ૬૯૬ વાળા રૃ.૭૦૦ રહ્યા હતા. કોપરેલના રૃ.૭૧૨ વાળા રૃ.૭૦૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાતેલના ભાવો રૃ.૨૫૭૦૦ વાળા રૃ.૨૬૮૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળો શાંત રહ્યા હતા.
એરંડાની આવકોે આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૯૦ થી ૯૨ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૯૦થી ૬૯૨ રહ્યાના સમાચારો હતા. રાજકોટ બાજુ વાયદો છેલ્લે રૃ.૩૪૨૪ આસપાસ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૨૦૦૦થી ૨૨૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૦૨૫થી ૩૦૫૦ તથા દિવેલના રૃ.૬૭૦ રહ્યા હતા.
કોપરમાં પીછેહઠ ઃ હિન્દુસ્તાન ઝીંકે જસત, સીસાના ભાવો રૃ.૧૩૦૦થી ૨૨૦૦ વધાર્યા
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપરના ભાવો વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા સામે ટીન તથા સીસામાં પણ હવામાન નરમ રહ્યું હતું. એલ્યુ.માં હવામાન મિશ્ર હતું. અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવો ટનના રૃ.૧૩૦૦ તથા સીસાના રૃ.૨૨૦૦ વધાર્યાના સમાચારો હતા. મુંબઈ હાજર બજારમાં આજે ભાવો કિવ.દીઠ કોપર વાયર બારના રૃ.૧૦૦ ઘટી રૃ.૫૦૮૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦નીચા બોલાઈ રહ્યા હતા. બ્રાસ સ્ક્રેપના ભાવો જો કે રૃ.૨૦૦ ઉંચા રહ્યા હતા. એલ્યુ. સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૦૯૦૦ રહ્યા હતા જયારે ઈન્ગોટના ભાવો રૃ.૧૩૦૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. ટીનના ભાવો રૃ.૧૩૪૦૦૦ના મથાળે શાંત રહ્યા હતા જયારે નિકલના ભાવો રૃ.૫૦૦ ઘટી રૃ.૧૦૯૫૦૦ રહ્યા હતા. જસતના ભાવો રૃ.૧૩૨૦૦ના મથાળે ટકેલા હતા જયારે સીસાના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૨૧૦૦ રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો કોપરના ૮૦૫૫ ડોલર, ટીનના ૨૧૨૦૦ ડોલર, નિકલના ૧૭૬૫૫ ડોલર, એલ્યુમિનિયમના ૨૦૬૦ ડોલર, જસતના ૧૯૯૯ ડોલર તથા સીસાના ૨૦૮૫ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે કોપરનો સ્ટોક ૨૩૦૦ ટન, નિકલનો ૪૫૦ ટન, એલ્યુ.નો ૫૭૭૫ ટન, જસતનો ૫૦ ટન તથા સીસાનો ૭૫૦ ટન ઘટયો હતો સામે ટીનનો સ્ટોક ૧૬૫ ટન વધ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved