Last Update : 24-April-2012, Tuesday

 

ચીન- યુરોપના મેન્યુફેકચરીંગ નબળા આંકે વૈશ્વિક બજારોમાં ગાબડાં
FIIનું શેરોમાં ઓફલોડીંગઃ સેન્સેક્ષ ૨૭૭, નિફટી ૯૦ પોઈન્ટ તૂટયાઃ આઈટી, રીયાલ્ટી, મેટલ શેરોમાં ગાબડાં

રોકાણકારોની સંપતિ રૃ.૧.૦૩ લાખ કરોડ ધોવાઈઃ નિફટીએ ૫૨૦૦ની સપાટી ગુમાવી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
મેન્યુફેકચરીંગ અને સર્વિસિઝ ક્ષેત્રે ચીનથી યુરોપના દેશોના નબળા એચએસબીસી પરચેઝ માર્કેટ ઈન્ડેક્ષના આંકડાએ ફરી વૈશ્વિક મંદીના એંધાણ આપતા એશીયા, યુરોપના દેશોના બજારોમાં સાર્વત્રિક કડાકા સાથે મુંબઈ શેરબજારોમાં પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસીસ પાછળ બેંકિંગ, આઈટી, મેટલ, પાવર, કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં ગાબડાં પડતા સેન્સેક્ષ ૨૭૭ પોઈન્ટ અને નિફટી ૯૦ પોઈન્ટ તૂટયા હતા. એશીયાના બજારો એકંદર નરમાઈએ ખુલતા મુંબઈ શેરબજારોમાં પણ ટ્રેડીંગની શરૃઆત સાવચેતીએ થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગત શુક્રવારે ચોથા ત્રિમાસિકના અપેક્ષીત નબળા પરિણામ જાહેર કરતા પરંતુ મુકેશ અંબાણીએ કંપનીની સંબંધિત ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કામગીરી સાથે રીટેલ ક્ષેત્રે આર્કષક કામગીરી અને હજુ વધુ રોકાણની પ્રતિબધ્ધતાએ રિલાયન્સના શેરમાં લેવાલી સામે ઈન્ફોસીસના અમેરીકી કર્મચારીઓની વિગતો તપાસવાના અમેરિકી નિર્ણયે ઈન્ફોસીસના શેરમાં વેચવાલી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વેચવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૩૭૩.૮૪ સામે ૧૭૩૪૭.૭૬ મથાળે ખુલીને સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ રિલાયન્સ, ઓએનજીસી, એનટીપીસી, સન ફાર્મા, એચડીએફસીમાં આર્કષણે ૭૦.૩૪ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૭૪૪૪.૧૮ સુધી પહોંચ્યો હતો. પરંતુ ઈન્ફોસીસ પાછળ આઈટી શેરો ટીસીએસ સહિતમાં ગાબડાં પડતા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાછળ બેંકિંગ શેરોમાં ધોવાણ શરૃ થતાં અને ભેલ, લાર્સન, ટાટા પાવરમાં વેચવાલી સાથે યુરોપના બજારો તીવ્ર ઘટાડાએ ખુલતા મેટલ શેરો હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં વેચવાલી નીકળતા સેન્સેક્ષ ૧૮૦થી ૧૮૫ પોઈન્ટ તૂટી ગયો હતો. જે છેલ્લા કલાકમાં આઈટી, મેટલ, પાવર, બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં હેમરીંગ વધતા સેન્સક્ષ ૩૧૭.૦૭ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૦૫૬.૭૭ સુધી ખાબકી જઈ અંતે ૨૭૭.૧૬ પોઈન્ટ ગબડીને ૧૭૦૯૬.૬૮ બંધ રહ્યો હતો.
નિફટીએ ઈન્ટ્રા-ડે ૫૨૦૦ની સપાટી ગુમાવી ૫૧૮૭ બોલાયોઃ ૫૩૧૦ વધ્યા મથાળેથી ૧૧૦ તૂટયો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૨૯૦.૮૫ સામે ૫૨૭૭.૪૦ મથાળે ખુલીને આરંભમાં સાંકડી વધઘટ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસીસી, આઈટીસી, સનફાર્મા, એનટીપીસી, ઓએનજીસી, સેઈલ, મારૃતી સુઝુકી, ટીસીએસ, પીનએબી, અંબુજા સિમેન્ટ, લાર્સનની મજબૂતીએ ૫૩૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૫૩૧૦.૫૫ સુધી પહોંચી ગયો હતો. જે વધ્યા મથાળે ઈન્ફોસીસ પાછળ આઈટી શેરો, સ્ટેટ બેંક પાછળ બેંકિંગ શેરો સાથે ભેલ, લાર્સન, મેટલ શેરોમાં યુરોપ પાછળ ગાબડાં પડતાં નિફટીએ ઈન્ટ્રા-ડે ૫૨૦૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૫૧૮૭.૧૫ સુધી ખાબકી ગયો હતો. જે અંતે ૯૦.૨૫ પોઈન્ટ ઘટીને ૫૨૦૦.૬૦ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્ષ ૫૩૧૦ના વધ્યા મથાળેથી ૧૧૦ પોઈન્ટ તૂટયો હતો.
એપ્રિલ એકસ્પાયરી પૂર્વે મંદીવાળા જોરમાં! ગત સપ્તાહનાં ૫૦૦૦ બોટમ ધ્યાને ૫૧૮૨ સુધી ગબડયો
ડેરીવેટીવ્ઝમાં નિફટી એપ્રિલ ફયુચર ૩,૨૦,૮૧૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૮૪૨૧ કરોડના ટર્નઓવરે ૫૩૦૨ સામે ૫૨૯૭ ખુલી ઉપરમાં ૫૩૧૪.૬૫ સુધી જઈને પાછો ફરી નીચામાં ૫૧૮૨.૨૫ સુધી ગબડી જઈને અંતે ૫૧૮૪ બોલાતો હતો. એપ્રિલ વલણના અંતના સપ્તાહમાં મંદીવાળાઓનું જોર વધતું જોવાયું હતું. ગત અઠવાડિયે નિફટી એપ્રિલ ફયુચરમાં ત્રણ સેકન્ડમાં ૮૪૫ પોઈન્ટ ઉથલપાથલ અને નીચામાં ૫૦૦૦નું તળીયું બતાવી તેજીવાળા અનેકના સ્ટોપલોસ ટ્રીગર કરાવી દીધા બાદ આજે મંદીના ઓળીયા મે, મહિનામાં ફેરવવાની શરૃઆત થઈ ગયાની ચર્ચા હતી. નિફટી મે ફયુચર ૭૦૮૩૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૮૭૨ કરોડના ટર્નઓવરે ૫૩૩૮.૧૫ સામે ૫૩૩૧.૮૦ ખુલી ઉપરમાં ૫૩૫૧ થઈ નીચામાં ૫૨૧૯ સુધી ગબડી જઈ અંતે ૫૨૨૦ હતો.
નિફટી ૫૦૦૦નો પુટ ૩.૦૫ સામે ૧.૯૫ ખુલી નીચામાં ૦.૮૫થી ઉપરમાં ૪.૯૫ બોલાયો
નિફટી ૫૦૦૦નો પુટ ૧,૭૫,૭૦૨ કોન્ટ્રેકટસમાં રૃ.૪૩૯૫ કરોડના ટર્નઓવરે ૩.૦૫ સામે ૧.૯૫ ખુલી નીચામાં ૦.૮૫ થઈ પાછો ઉપરમાં ૪.૯૫ સુધી જઈ અંતે ૪.૭૫ બોલાતો હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૬.૪૫ સામે ૬ ખુલી નીચામાં ૨.૬૫થી ઉપરમાં ૧૭ સુધી જઈને અંતે ૧૭ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૧૮.૧૫ સામે ૧૬.૮૫ ખુલી નીચામાં ૧૦.૫૫ થઈ પાછો ફરી ઉપરમાં ૫૩.૫૦ સુધી જઈ અંતે ૫૩.૪૦ હતો.
ઈન્ફોસીસમાં યુ.એસ. તપાસે રૃ.૯૪ તૂટયોઃ ટીસીએસ પરિણામ પૂર્વે રૃ.૩૦ ગબડયો
આઈટી- સોફટવેર જાયન્ટ ઈન્ફોસીસ ટેકનોલોજીસના વીસા દુરૃપયોગના કેસ બાદ યુ.એસ.ના કર્મચારીઓની વિગતોમાં અમેરિકાએ તપાસ શરૃ કર્યાના અહેવાલે શેરમાં ફંડોની ધૂમ વેચવાલીએ રૃ.૯૪.૩૦ તૂટીને રૃ.૨૩૧૧.૯૫, ટીસીએસના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં પૂર્વે રૃ.૩૦.૧૫ ગબડીને રૃ.૧૦૫૯.૨૫, વિપ્રો રૃ.૨.૪૦ ઘટીને રૃ.૪૨૨, એમ્ફેસીસ રૃ.૧૨.૫૦ ઘટીને રૃ.૩૭૨.૪૦, ઓરેકસ ફીનસર્વ રૃ.૬૩.૩૫ ઘટીને રૃ.૨૫૯૬.૬૫, ટેક મહિન્દ્રા રૃ.૧૪.૫૫ ઘટીને રૃ.૬૯૬.૧૫, એચસીએલ ટેકનો રૃ.૯.૫૦ ઘટીને રૃ.૪૯૫.૩૦, ફાઈનાન્શિયલ ટેકનોલોજી રૃ.૭.૬૦ ઘટીને રૃ.૭૨૬.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્ષ ૧૬૦.૩૧ પોઈન્ટ તૂટીને ૫૩૦૦.૬૨ રહ્યો હતો.
પ્રોપર્ટી ડેવલપરો તકલીફમાં! એચડીઆઈએલ, ડીબી રીયાલ્ટી તૂટયાઃ ડીએલએફ સેન્સેક્ષમાંથી બહાર
રીયાલ્ટી ક્ષેત્રે બેંકોએ હાઉસીંગ લોન સસ્તી કરવાની શરૃઆત કર્યા છતાં સેન્ટીમેન્ટ સતત ઘૂંધળું બની રહ્યું હોઈ પ્રોપર્ટીના ઘટેલા ભાવોએ પણ નવી ખરીદીમાં ઉત્સાહના અભાવ અને પ્રોપર્ટી બબલ હવે ગમે તે ઘડીએ ફૂટવાના એંધાણે પ્રોપર્ટી ડેવલપરોને બેંકો, નાણાસંસ્થાઓ દ્વારા અધૂરા પ્રોજેક્ટો પૂરા કરવા ફંડ આપવાની આનાકાનીએ રીયાલ્ટી કંપનીઓની હાલત વધુ કફોડી બનવાના એંધાણે રીયાલ્ટી શેરો તૂટયા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૫૬.૧૨ પોઈન્ટ તૂટીને ૧૭૧૪.૪૬ રહ્યો હતો. એચડીઆઈએલ રૃ.૪.૪૫ તૂટીને રૃ.૮૨.૫૫, ડીબી રીયાલ્ટી રૃ.૪.૧૦ ઘટીને રૃ.૮૦.૮૦, શોભા ડેવલપર્સ રૃ.૧૬ ઘટીને રૃ.૩૧૬.૭૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃ.૫.૫૦ ઘટીને રૃ.૧૧૬, ડીએલએફને સેન્સેક્ષ ૩૦ સ્ક્રીપોની યાદીમાંથી ૨, જૂનથી બહાર કરીને તેના સ્થાને ડો. રેડ્ડી'ઝ લેબ.નો સમાવેશ કરવાના નિર્ણયે ડીએલએફ રૃ.૮.૩૦ ઘટીને રૃ.૧૮૯, ફિનિક્સ મિલ રૃ.૮.૬૫ ઘટીને રૃ.૨૦૮.૧૦, ગોદરેજ પ્રોપર્ટી રૃ.૫.૮૫ ઘટીને રૃ.૬૦૩.૭૦ રહ્યા હતા.
યુરોપ- ચીનના મેન્યુફેકચરીંગ નબળા આંકે મેટલ ઈન્ડેક્ષ ૩૨૨ તૂટયોઃ જિન્દાલ શેરોમાં ગાબડા
મેન્યુફેકચરીંગ પ્રવૃત્તિ ચીન, યુરોપના દેશોમાં મંદ પડી રહ્યાના એચએસબીસી પરચેઝ મેનેજર્સ ઈન્ડેક્ષના આંકડા યુરોપના માર્ચના ૪૯.૧ની તુલનાએ એપ્રિલમાં ઘટીને પાંચ મહિનાના તળીયે ૪૭.૪ અને ચીનના ૪૮.૩ની તુલનાએ ૪૯.૧ આવતા યુરોપ- લંડન મેટલ ઈન્ડેક્ષમાં ગાબડાં પાછળ મેટલ માઈનીંગ શેરોમાં ફંડો મોટાપાયે વેચવાલ બન્યા હતા. હિન્દાલ્કો રૃ.૬.૧૦ તૂટીને રૃ.૧૧૮.૯૦, સેસાગોવા રૃ.૮.૨૦ ઘટીને રૃ.૧૮૧.૩૫, જિન્દાલ સ્ટીલ રૃ.૨૧.૮૫ ઘટીને રૃ.૪૮૩.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૪૦.૫૦ તૂટીને રૃ.૭૧૦.૦૫, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪ ઘટીને રૃ.૧૦૫.૦૫, કોલ ઈન્ડિયા રૃ.૭.૬૫ ઘટીને રૃ.૩૫૪.૯૭, ભૂષણ સ્ટીલ રૃ.૬.૭૦ ઘટીને રૃ.૪૦૯.૯૫, ટાટા સ્ટીલ આરંભિક મજબૂતી બાદ અંતે રૃ.૭.૪૫ ઘટીને રૃ.૪૬૨.૯૫ હ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૩૨૨.૧૪ પોઈન્ટ તૂટીને ૧૦૯૫૬.૪૨ રહ્યો હતો.
ભેલમા ફંડોનું સતત ઓફલોડીંગઃ રૃ.૧૦ તૂટી રૃ.૨૩૬ઃ લાર્સન રૃ.૩૭, ક્રોમ્પ્ટન રૃ.૫ તૂટયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ લોકલ ફંડો- એફઆઈઆઈના હેમરીંગે ભેલ સતત તૂટતો રહી આજે રૃ.૧૦.૩૦ ગબડીને રૃ.૨૩૫.૭૫, લાર્સન એન્ડ ટુબ્રો આરંભિક મજબૂતી બાદ વેચવાલીએ રૃ.૩૭.૨૫ ઘટીને રૃ.૧૨૫૪.૮૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૫.૪૫ ઘટીને રૃ.૧૨૫.૯૦, સિમેન્સ રૃ.૨૨.૭૫ ઘટીને રૃ.૭૯૦.૨૫, પુંજલોઈડ રૃ.૧.૫૫ ઘટીને રૃ.૫૩.૫૦, એસકેએફ ઈન્ડિયા રૃ.૧૨.૦૫ ઘટીને રૃ.૬૮૫, ભારત ઈલેકટ્રોનિક્સ રૃ.૨૫.૮૫ ઘટીને રૃ.૧૪૭૪.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૨૮૧.૨૩ પોઈન્ટ ઘટીને ૯૫૯૨.૭૫ રહ્યો હતો.
સ્ટેટ બેંકના નબળા પરિણામ અપેક્ષીતઃ શેર રૃ.૬૮ તૂટયોઃ એકસીસ, અલ્હાબાદ ગબડયા
બેંકિંગ શેરોમાં પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચોથા ત્રિમાસિકમાં એનપીએમાં વધુ જોગવાઈ અને નબળા પરિણામ અપેક્ષીત હોઈ બેંક દ્વારા ધિરાણ દરોમાં ઘટાડા છતાં એનપીએમાં વધારો થવાના અંદાજોએ શેર રૃ.૬૮.૩૫ ઘટીને રૃ.૨૧૯૨.૧૦, એકસીસ બેંક રૃ.૪૪.૨૦ ઘટીને રૃ.૧૧૩૪.૫૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૧.૬૫ ઘટીને રૃ.૩૪૬.૪૦, ફેડરલ બેંક રૃ.૧૩.૭૫ ઘટીને રૃ.૪૧૬.૧૫, યુનીયન બેંક રૃ.૬.૪૦ ઘટીને રૃ.૨૧૭.૬૦, બેંક ઓફ બરોડા રૃ.૧૫.૫૦ ઘટીને રૃ.૭૪૪.૧૫, પીએનબી રૃ.૧૮.૪૦ ઘટીને રૃ.૮૮૭.૪૦, અલ્હાબાદ બેંક રૃ.૭.૩૫ તૂટીને રૃ.૧૭૭.૨૦, ઓરિએન્ટલ બેંક રૃ.૧૦.૩૦ ઘટીને રૃ.૨૪૯.૩૫, દેના બેંક રૃ.૩.૭૦ ઘટીને રૃ.૯૩.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૫૦.૯૯ પોઈન્ટ તૂટીને ૧૧૭૯૮.૯૧ રહ્યો હતો.
પેટ્રોલ ભાવ વધારાનું વધતું દબાણઃ ઓટો ઈન્ડેક્ષ ૧૭૮ તૂટયો
ઓટોમોબાઈલ શેરોમાં પાછલા દિવસોમાં વ્યાપક તેજી બાદ આજે નફારૃપી વેચવાલી વધી હતી. પેટ્રોલના ભાવમાં વધારા માટે પેટ્રોલીયમ માર્કેટીંગ પીએસયુ કંપનીઓના વધતા દબાણ સાથે પેટ્રોલ પંપોની પણ માર્જીનમાં વધારાના દબાણે ગમે તે ઘડીએ તોળાતા ભાવ વધારા પાછળ ઓટો શેરોમાં વેચવાલી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૧૭૭.૭૮ પોઈન્ટ તૂટીને ૧૦૫૭૫.૨૮ રહ્યો હતો. અપોલો ટાયર્સ રૃ.૨.૬૫ ઘટીને રૃ.૮૯.૧૦, બજાજ ઓટો રૃ.૪૪.૬૫ ઘટીને રૃ.૧૬૬૪.૨૦, ટાટા મોટર્સ રૃ.૬.૯૫ ઘટીને રૃ.૩૦૯.૭૫, હીરો મોટોકોર્પ રૃ.૪૨.૦૫ ઘટીને રૃ.૨૧૪૫.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૧૧.૬૦ ઘટીને રૃ.૭૧૫.૦૫, મારૃતી સુઝુકી રૃ.૧૫.૫૫ ઘટીને રૃ.૧૩૭૫.૩૦ રહ્યા હતા.
માર્કેટ કેપ.માં રૃ.૧.૦૩ લાખ કરોડનું ધોવાણઃ એફઆઈઆઈની રૃ.૪૦૭ ઔકરોડના શેરોની વેચવાલીઃ ડીઆઈઆઈની રૃ.૪૫૨ કરોડની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૪૦૭.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૩૫૧.૭૦ કરોડના શેરોની ખરીદી સામે કુલવ રૃ.૧૭૫૯.૧૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૪૫૧.૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૨૦૬.૪૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૭૫૪.૭૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. રૃ.૧.૦૩ લાખ કરોડ ધોવાઈ રૃ.૬૧.૪૬ લાખ કરોડ રહી ગયું હતું.
યુરોપમાં ૭૪થી ૧૯૧ પોઈન્ટના ગાબડાં
યુરોપના બજારોમાં સાંજે લંડનનો ફુત્સી ૧૦૦ પોઈન્ટ, જર્મનીનો ડેક્ષ ૧૯૧ પોઈન્ટ, ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્ષ ૭૪ પોઈન્ટ અને સ્વીઝ માર્કેટ ઈન્ડેક્ષ ૧૦૭ પોઈન્ટનો કડાકો બતાવતા હતા. એશીયાના બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ ૩૮૬ પોઈન્ટ, તાઈવાન ૨૬ પોઈન્ટ, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્ષ ૧૮ પોઈન્ટ ઘટીને ૨૩૮૮ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved