Last Update : 24-April-2012, Tuesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૭ એપ્રિલથી મંગળવાર ૨૫ એપ્રિલ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજીપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડનો ઉપયોગ ફળકથન કરવા માટે થાય છે અને દરેક કાર્ડનું એક અલગ અર્થઘટન હોય છે જેના દ્વારા આવનારા સમય અંગે માર્ગદર્શન મેળવી શકાય છે. આજે ઇન્ટરનેટ પર ટેરટ માર્ગદર્શનની નિઃશુલ્ક વેબસાઇટ ઉપલબ્ધ છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલુ છે.

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારા આત્મવિશ્વાસ અને સ્વપ્રયત્નો દ્વારા વર્તમાન સમય દરમ્યાન મહત્ત્વના કાર્યો કરવા અંગે સૂચવી જાય છે તથા કોઈના ભરોસે વિશ્વાસ મૂકવામાં આવે તો અવરોધાત્મક પરિસ્થિતિ સર્જાઈ શકે તથા એકાદ કસોટીમાં થઈ પસાર થવાનું આવશે. તા. ૨૧, ૨૨, શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા જીવનમાં નવા ફેરફારો ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. તમારા જન્મના ગ્રહોની શુભાશુભ અસર વર્તમાન સમય માટે ખૂબ જ લાભકર્તા નીવડશે. વિદેશ જવા અંગે તૈયારી કરી રહેલાઓ માટે સરળતા રહેશે. નવા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક નીવડશે તા. ૧૮, ૧૯, ૨૦, ૨૩, ૨૪ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમે કોઈ કારણસર બિનસલામતી અનુભવી રહેલા હશો અથવા તો કોઈ મહત્ત્વના કાર્ય માટે ચિંતિત હશો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થઈ શકશે અને તમારા વિલંબમાં પડેલા કાર્યોને ઉકેલી શકાશે જે તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. આવકમાં વધારો થશે તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ ફૂલનું કાર્ડ કુટુંબની વ્યક્તિઓ સાથે ટૂંકી મુસાફરી થઈ શકવાનું સૂચવી જાય છે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે. હાથ પર રહેલા મહત્ત્વના કાર્યોમાં ધાર્યું પરિણામ આવશે ન ધારેલી ઇચ્છાઓ પરિપૂર્ણ થતા કુદરત જેવી વસ્તુસ્થિતિને માનવા પ્રેરાય તેવો પ્રસંગ બનશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ટેમ્પરન્સનું કાર્ડ તમારા માટે એકાદ કસોટીનો પ્રસંગ ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. કોઈ કાર્ય માટે તમે જે સરળતા હોવાનું માનતા હશો તેવું નહિ બને અને તે કારણે સામાન્ય હતાશા અનુભવવાનું આવશે. અજાણી વ્યક્તિઓના વિશ્વાસે કામ કરવામાં નુકસાન ન થાય તે માટે કાળજી રાખવી. તા. ૨૩, ૨૪ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ હેંગમેનનું કાર્ડ તમારા માટે નવા ફેરફારો ઉદ્ભવી શકવાનું અને હાલ પૂરતું મહત્ત્વના કાર્યોમાં મિશ્રફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઈ નવી તક મળતા નિર્ણય લઈ શકવામાં દ્વિધા અનુભવાશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બનશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. ટૂંકી મુસાફરી થસે તા. ૧૮, ૧૯ ૨૦ શુભ.

 

તુલા (ર. ત.) ઃ The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા નિર્ધારિત કામોમાં સફળતા પ્રાપ્ત થવાનું અને યશ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાયછે. તમારા માટે સંતોષજનક પરિસ્થિતિ ઉદ્ભવશે. તમારા નવા કાર્યોની શરુઆત માટે લાભદાયક સમય પુરવાર થશે સંતાનોની કારકિર્દી તથા વિવાહ- લગ્ન જેવા પ્રશ્નો માટે યોગ્ય નિર્ણય લઈ શકશો. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારા માટે નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું સૂચવી જાય છે. પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત લાભકર્તા બનશે. કૌટુંબિક કાર્યમાં યશ પ્રાપ્ત થશે. નાણાંકીય દ્રષ્ટિએ સરળતા જણાશે તથા કોઈ તકલીફ આવેલી હોય તો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે તા. ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ શેરીઓટનું ઊલટું આવેલું કાર્ડ વગર વિચાર્યે કોઈ કાર્ય માટે ઉતાવળિયો નિર્ણય લેવામાં નુકસાન થવાનું સૂચવી જાય છે. સપ્તાહ દરમિયાન અનિવાર્ય સંજોગોમાં મુસાફરી કરવી વડીલ વ્યક્તિઓ સાથે મનદુઃખ ના ઉદ્ભવે તે અંગે સાવધાન રહેવું. જીવન સાથીનો સહકાર મેળવી શકશો. તા. ૨૩, ૨૪ શુભ.

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ હેરમીટનું કાર્ડ તમારા રોજિંદા કાર્યોમાં આ સપ્તાહ દરમ્યાન થોડા ફેરફારો થવાનું સૂચવી જાય છે. દૂર વસતા સ્નેહીજનોને મળવાનું થશે. સહકુટુંબ પ્રવાસ મુસાફરીનું આયોજન કરી શકશો. નાણાંકીય બાબતો અંગે નવા નિર્ણયો લઈ રહ્યા હો તો ઉતાવળા ન બનવું તેમજ નવું રોકાણ કરવા વિચારી રહ્યા હો તો યોગ્ય વિચાર કરી નિર્ણય લેવો. તા. ૧૮, ૧૯, ૨૦ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ સનનું ઉલટું આવેલું કાર્ડ કોઈ આક્ષેપના ભોગ ન બની જવાય તે માટે કાળજી રાખવા સૂચવી જાય છે. કોર્ટ- કચેરી સંબંધિત કોઈ કાર્ય હોય તો તેમાં સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ જણાવી શકાય. અણધાર્યા ખર્ચાઓ તમારું નાણાંકીય બજેટ ખોરવી ના દે તે માટે કાળજી રાખવી. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બનશે.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ હાઇપ્રિસ્ટનું કાર્ડ આધ્યાત્મિક બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે જીવનમાં નવા ફેરફારો ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. તમારા સંઘર્ષાત્મક પ્રશ્નોના ઉકેલ અંગે કુટુંબની વ્યક્તિઓનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકશો. જીવનસાથીનો સહકાર મળશે અને દાંપત્યજીવનમાં કોઈ મુશ્કેલી ઉદ્ભવેલી હોય તો તેનો સુખદ ઉકેલ આવશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૩, ૨૪ શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ શેરબજાર તેમજ રૃપિયામાં પણ ઝડપી પીછેહઠ
રાષ્ટ્રપતિ પદ માટે મેં સર્વસંમત ઉમેદવારની વાત કરી હતીઃ પવાર
ઉ.પ્ર.માં NRHM કેસમાં એકની ધરપકડ
ભારતીય બાસમતી ચોખાની આયાતને ચીનની મંજૂરી
દેવામાં રાહત માટે અલ્ટિમેટમ નહોતું આપ્યું, અપીલ કરી હતી ઃ મમતા
૧૦ લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા
બીએસએનએલના એન્જિનિયર વિરૃદ્ધ આજથી ભૂખ હડતાળ
યુદ્ધના જમાનાનો અંત આવ્યો, કાશ્મીર સહિતના મુદ્દાઓને ઉકેલવા પાકિસ્તાન તૈયારઃ ગિલાની

દક્ષિણ કોરિઆના પ્રમુખને ઉડાવી દેવા ઉત્તર કોરિઆની લશ્કરી ધમકી

પાક.માં હિન્દુ ધારાસભ્યને એક વર્ષની કેદની સજા
સાઉદી અરેબિયામાં ચાર વર્ષના બાળકે પિતાને ગોળી મારી હત્યા કરી
નોર્વેમાં અંતે NRI બાળકોને તેમના કાકાને સોંપાયા
વરાછાથી ભાઇને મળવા સીમાડા જતી બહેનની લૂંટના ઇરાદે હત્યા
કોટડાસાંગાણીની ટીડીઓ કચેરીમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આજે ભાવનગરનો ૨૮૯મો સ્થાપના દિન ઃ લોકોમાં ઉત્સાહ

 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved