Last Update : 22-April-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૪-૨૦૧૨ મંગળવાર
વૈશાખત્રીજ-અખાત્રીજ-વર્ષ મધ્યમ ?
જૈન વર્ષીતપના પારણાં
ઠાકોરજીને ચંદનનો શણગાર - વિલેપનનો પ્રારંભ.

 

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કા
ળ.

 

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.

 

 

નવકારસી સમયઃ (અ) ૭ ક. ૦૨ મિ. (સૂ) ૭ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- કૃતિકા સવારના ૬ ક. ૪૮ મિ. સુધી પછી રોહિણી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-મેષ, મંગળ-સિંહ, બુધ-મીન, ગુરૃ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ) રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃષભ.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રા.દિ. વૈ. ૪ માસ-તિથિ-વાર ઃ- વૈશાખ સુદ ત્રીજને મંગળવાર
અખાત્રીજ પરશુરામ જયંતી જૈન વર્ષીતપના પારણા. કુંભદાન અક્ષય તૃતીયા.
ઠાકોરજીને ચંદનના શણગાર, વિલેપનનો પ્રારંભ. માંગરોળ સ્વા. મંદિરનો પાટોત્સવ. સાહિત્ય કલારત્ન આચાર્યદેવ વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.નો દીક્ષા દિન ત્રેતાયુગાધિ. બદ્રીકેદાર યાત્રા.
આજે વાદળ હોય તો વરસાદ થાય પરંતુ પછી રોગ જણાય. અખાત્રીજે કૃતિકા, રોહિણી નક્ષત્ર છે તેથી વર્ષ મધ્યમ ? પૂર્વ, ઉત્તરનો પવન હોય તો વરસાદ સારો થાય. દક્ષિણ, નૈઋત્વના પવનમાં વરસાદ ન થાય. પશ્ચિમનો પવન હોય તો અધિક વરસાદ થાય. અનાજને નુકસાન!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૦ રોજ આવાં

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષીતપના પારણાંના ત્રિવેણી પર્વે હૃદય-મનની પ્રસન્નતા રહે. ખર્ચ થાય, બહાર જવાનું થાય.

 

વૃષભ ઃ અખાત્રીજ, વર્ષીતપના પારણાં, પરશુરામ જયંતીના પર્વે ધાર્મિક, વ્યવહારિક, સામાજીક કામમાં સગાં સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય.

 

મિથુન ઃ આજે આપના રોજીંદા કામ ઉપરાંત અન્ય વધારાના કામ અંગે વ્યસ્ત રહેવાનું થાય. યાત્રા પ્રવાસ, મુલાકાતનો ખર્ચ થાય.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના તેમજ ઘર-પરિવારના, સગા-સંબંધી- મિત્રવર્ગના કામમાં ધ્યાન આપવું પડે. બહાર જવાનું થાય.

 

સિંહ ઃ અખાત્રીજ, વર્ષીતપના પારણાં, પરશુરામ જયંતીના ત્રિવેણી પર્વે ધાર્મિક, વ્યવહારિક, સામાજીક તેમજ નોકરી ધંધાનું કામ થાય.

 

કન્યા ઃ જુના સંબંધો-સંસ્મરણો તાજા થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. આવક થાય. યાત્રા, પ્રવાસ, મુલાકાતથી આનંદ રહે.

 

 

તુલા ઃ આજે આપના આહાર વિહારમાં, રોજીંદા કામમાં, વ્યવહારીક, સામાજીક, ધાર્મિક તેમજ નોકરી-ધંધાના સંબંધ, મિત્રતામાં સંભાળવું પડે.

 

વૃશ્ચિક ઃ અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષીતપના પારણાંના પર્વે માનસિક પરિતાપ-ચિંતા પોતાના અંગત કામમાં તેમજ અન્યના કામમાં રહે.

 

ધન ઃ વધારાનો ખર્ચ વ્યવહાર-સંબંધ સાચવવા માટે કરવો પડે. નોકરી-ધંધાનું કામ ચિંતા-રૃકાવટ- મુશ્કેલીના અંતે ઉકેલાય, આનંદ રહે.

 

મકર ઃ આપના રોજીંદા કામ ઉપરાંત અન્યના કામમાં મદદરૃપ થવું પડે, સહકાર આપવો પડે. પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે.

 

કુંભ ઃ અખાત્રીજ, વર્ષીતપના પારણાં, પરશુરામ જયંતીના ત્રિવેણી પર્વે ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધામાં ચિંતા રહે.

 

મીન ઃ આપના સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં, ઘર, પરિવારના કામમાં ધ્યાન આપવું પડે. ખર્ચ થાય. યાત્રા પ્રવાસ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત

 

તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૨
મંગળવાર

 

આજથી શરૃ થતા જન્મવર્ષમાં સારા-નબળા અનુભવ થતા રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત અનુભવ જાવ. માનસિક વ્યગ્રતા, અશાંતિમાં ઘટાડો થાય. સગા સંબંધી-મિત્રવર્ગથી બિમારી, વિવાદના કારણે ખર્ચ-ચિંતા-દોડધામ રહે. વિશેષમાં -

 

* નાણાંકીય આયોજન આ વર્ષમાં ગણતરીપૂર્વક, ચોકસાઈપૂર્વક કરવું હિતાવહ રહે. અન્યની દેખાદેખીમાં નુકસાન-દેવું-બંધન-કાનૂની કાર્યવાહીમાં આવી જાવ તેવા કોઈ નિર્ણયો કરવા નહીં.

 

* મકાન-વાહનની કે અન્ય ચીજવસ્તુની ખરીદી થાય. પુત્ર પૌત્રાદિક માટે, પત્ની માટે ચિંતા-ખર્ચ રહે. એકબીજાના વિચારોમાં અવાર નવાર મતભેદ જણાય?

 

 

* નોકરી-ધંધામાં નવીન ફેરફારી કે આયોજન કરવાનું વિચાર્યા વગર જે હોય તે સચવાઈ રહે તેનું ધ્યાન રાખવું.

 

* સ્ત્રીવર્ગને સાસરીપક્ષ, પિયરપક્ષની ચિંતા રહે. મહેનત-દોડધામ સતત રહે, શ્રમ, થાક, કંટાળો અનુભવાય.

 

* વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી ભણવામાં ધ્યાન આપવું પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

એક ઉંદર બની ઠનીને જઈ રહ્યો હતો. બીજા ઉંદરે એને જોયો... ‘આમ બની ઠનીને ક્યાં જઈ રહ્યો છે ?’ બીજા ઉંદરે પૂછ્‌યું.
‘મારો ભત્રીજો સંિહ છે ને ?... એના લગ્નમાં હું જઈ રહ્યો છું.’ પહેલો ઉંદર બોલ્યો.
‘પણ તું તો ઉંદર છે,’ બીજો ઉંદર બોલ્યો, ‘સંિહ તારો ભત્રીજો ક્યાંથી થાય ?’
‘બરોબર,’ ઉંદરે કહ્યું, ‘પણ હું પરણ્યો એ પહેલાં સંિહ જ હતો...’

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved