Last Update : 23-April-2012, Monday

 

બંને દેશમાં કાયદાના અમલીકરણમાં ફર્ક છે
શાહરૂખખાન ભૂલી જાય છે કે તે ભારતમાં નહીં અમેરિકામાં છે

- ભારતમાં ફુલ સ્વતંત્રતા ભોગવનારાઓને કોઇ રોકે તો તેનો ઇગો છંછેડાય છે

 

અમેરિકામાં એરપોર્ટ પર ઇમીગ્રેશન સત્તાવાળાઓ અને બોલીવુડના સ્ટાર શાહરૂખખાનની કુંડળી મળતી નથી એમ દેખાઇ આવે છે. અમેરિકન એરપોર્ટ પર ઇમીગ્રેશન સત્તાવાળાઓ સ્ટ્રીક છે, અમેરિકા પરના ત્રાસવાદી હુમલા પછી એરપોર્ટ પર સલામતી માટેની આખી સિસ્ટમ બદલી નાખવામાં આવી છે. આ સલામતી સિસ્ટમમાંથી દરેકને પસાર થવું પડે છે. ભારતના સ્ટાર્સ અને રાજકારણીઓએ પોતાના દેશમાં એવી સાહ્યબી ભોગવી હોય છે કે તેમને કોઇ સલામ ના કરે કોઇ ના ઓળખે તો પણ તેમને અપમાન લાગે છે. એક તબક્કે તો ભારતમાં પણ અમેરિકા સ્ટાઇલ કડક ચેકીંગની માગ ઉઠી હતી.
આ અગાઉ જ્યારે શાહરૂખખાનને અમેરિકાના એરપોર્ટ પર રોકવામાં આવ્યો ત્યારે તેણે એવું ચલાવે રાખ્યું હતું કે મારા નામ પાછળ ખાન છે માટે મને હેરાન કરાય છે. આ વખતે શાહરૂખખાને ઇમીગ્રેશન સત્તાવાળાઓની ઠેકડી જાહેરમાં ઉડાડી હતી. યેલે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં મોડા પડેલા શાહરૂખ ખાને કહ્યું હતું કે મને જ્યારે ભારતમાં બોલીવુડ સ્ટાર તરીકેનું બહુ અભિમાન આવી જાય છે ત્યારે હું અમેરિકા જવા વિચારું છું, કેમ કે અમેરિકાના એરપોર્ટ પર મારું અભિમાન ઉતારી નાખવામાં આવે છે!!
જોકે અહીં શાહરૂખખાન એ ભૂલી જાય છે કે તે ભારતમાં નહીં પણ અમેરિકાના એરપોર્ટ પર છે!!શાહરૂખખાન જેવા બોલીવુડ સ્ટાર્સે ભારતમાં એટલી બધી સ્વતંત્રતા અને લોકપ્રિયતાના પગલે વીવીઆઇપી ટ્રીટમેન્ટ મેળવી છે કે તેમને કોઇ રોકટોક નથી હોતી આવા સ્ટાર પાસે જ્યારે અમેરિકાના ઇમીગ્રેશન સત્તાવાળાઓ નિયમ મુજબના ડોક્યુમેન્ટ માગે છે ત્યારે તેનો ‘ઇગો’ હચમચી જાય છે. ભારતમાં એ સ્થિતિ છે કે એરપોર્ટ પરના અધિકારીઓ શાહરૂખ સાથે હાથ મિલાવવા તલપાપડ હોય છે પરંતુ અમેરિકામાં આવું શક્ય નથી. અહીં કાયદાનું પાલન ખૂબ કડકાઇથી થાય છે.
ભૂતકાળમાં પણ અનેક નેતાઓનું ફીસ્કીંગ થયું છે અને ભારતે વિરોધ પણ નોંધાવ્યો છે. કાયદો ઘડવા અંગેની વાતો કરવી, કાયદો તૈયાર કરવો અને પછી કાયદાનો કડક પણ અમલ કરવો તેમા મોટો ફર્ક છે. ત્રાસવાદી જૂથ સામે કે વિદેશી અસામાજિક તત્વોનો પ્રવેશ અંગે આંખ આડા કાન કરવામાં ભારત સરકાર નિષ્ણાત છે. ત્રાસવાદની ઘટના બને ત્યારે ત્રાસવાદ નાથવા અંગે કડક પગલાં લેવાની ગૃહપ્રધાન તરફથી વાતો થાય છે એકાદ-બે કમિટી રચાય છે. એકાદ-બે પોલીસ વડાઓની બદલી થાય છે પછી મામલો ઠંડો પડે અને લોકો ભૂલવા લાગે એટલે પેલી કડક પગલાંવાળી વાતની ફાઇલને અભરાઇએ ચઢાવી દેવામાં આવે છે.
ફરી જ્યારે કોઇવાર આવી ત્રાસવાદી હુમલાની ઘટના બને એટલે ફરી એક ફાઇલ તૈયાર થાય છે.
અહીં આઘાતજનક વાત એ છે કે ભારતે ત્રાસવાદને ડામવા બાબતે વાતો ઘણી મોટી કરી પરંતુ પોતાના એન્ટ્રી પોઇન્ટ લલ્લા ભટ રાખ્યા છે. પોતે ઉદારમતવાદી વલણ ધરાવે છે એવી છાપ ઉભી કરવાના પ્રયાસમાંને પ્રયાસમાં ભારતના સત્તાવાળાઓ ત્રાસવાદી જૂથો અને તેમના સ્લીપર યુનિટો તરફ આંખ આડા કાન કરી રહી છે. શાહરૂખખાન સાથે અમેરિકી એરપોર્ટ પર જે અપમાનજનક ઘટના બની છે એવી ઘટના અમેરિકી સ્ટાર્સ સાથે ભારતના એરપોર્ટ પર ભાગ્યે જ બને છે. બંને દેશના ઇમીગ્રેશન કાયદામાં લાંબો ફર્ક નથી પણ તેના અમલીકરણમાં ઘણો લાંબો ફર્ક છે. ભારતમાં સ્ટાર્સ કે રાજકારણીને જોઇને અધિકારીઓ અંજાઇ જાય છે જ્યારે અમેરિકામાં કાયદા આગળ બધાને એક સરખા મનાય છે.
ભારતમાં ત્રાસવાદી હુમલાની વણઝાર સર્જાઇ છે,કાયદાનો અમલ કડક રીતે થતો નથી એટલે ત્રાસવાદી જુથોના સ્લીપર યુનિટોને ભાવતું મળી ગયું છે. આ સિસ્ટમમાં કોઇ સુધારો એટલા માટે નથી કે પ્રજાની જાનહાનિ કે પ્રજાને થતા નુકસાનની કોઇનેય પડી નથી. ભારતમાં સરહદેથી થતી ધૂસણખોરી સામે પણ કડક પગલાં લેવાતા નથી, પરંતુ ત્રાસવાદી નેટવર્ક સાથે સંકળાયેલાઓ ભારતમાં આવીને મુંબઇ હુમલાનો પ્લાન કરીને બઘું તબાહ કરતા જાય ત્યારે આ લોકો કંઇ સરહદેથી નહીં આવ્યા હોય વિમાન માર્ગે આવ્યા હશે જ્યાં તેમને ક્લીયરન્સ અપાયું હશે.
યેલે યુનિવર્સિટીમાં સંબોધન માટે શાહરૂખખાન જે ચાર્ટર પ્લેનમાં ગયો હતો તેની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પત્નિ નીતા અંબાણી અને તેમની ક્રિએટીવ ટીમ પણ તેમની સાથે હતી. આ બધાને જવા દેવાયા હતા અને શાહરૂખખાનને બે કલાક રોક્યો હતો. ઇમીગ્રેશન સત્તાવાળાઓએ તેના ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા.
આ ઘટનાનો ભારતે વિરોધ પણ નોંધાવ્યો છે અને સામે છેડે અમેરિકાએ ‘સોરી’ પણ કહ્યું છે પરંતુ શાહરૂખખાનને અપમાનના બે કલાક હંમેશા યાદ રહેશે.
શાહરૂખખાન બોલીવુડનો એક્ટર છે. તેની બોલ, ચાલ, બોડી લેન્ગવેજ એમ દરેકમાં એક્ટીંગ વર્તાય છે. આવા સ્ટાર પ્રસિદ્ધી મળે એની તકની શોધમાં હોય છે. અમેરિકાના ઇમીગ્રેશન સત્તાવાળાઓએ શાહરૂખખાનને પ્રસિદ્ધિ માટેની તક તાસકમાં ભેટ આપી હતી.
જ્યારે કોઇ દેશના સત્તાવાળા તેના ઇમીગ્રેશનના કાયદાનું ચુસ્તપણે પાલન કરતા હોય ત્યારે તેને પાલન પણ કરવા દેવું અને તે ઘટનામાંથી પ્રસિદ્ધિ નામના તત્વનો ઉપયોગ કરવાની ક્ષમતા જે ધરાવે છે તેનું નામ શાહરૂખખાન છે.
ટીવી માઘ્યમોએ આ વખતે શાહરૂખખાનનો મામલો બહુ ઉછાળ્યો નહીં એટલે યેલે યુનિવર્સિટીમાં શાહરૂખે અમેરિકામાં ઇમીગ્રેશનના સત્તાવાળાઓની ઠેકડી ઉડાડીને અમેરિકી સમાચાર માઘ્યમોમાં પ્રસિદ્ધિ મેળવવાનો ચાન્સ મેળવી લીધો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એઈડ્સગ્રસ્ત કેદીઓના ત્રાસનો મહિલા કેદીનો આક્ષેપ
ચાર ધામની યાત્રાનો પ્રારંભ ૨૪ એપ્રિલથી
સુકમાના અપહૃત કલેક્ટર સલામત
એર ઈન્ડિયાની આગામી છ વર્ષમાં દેવામાંથી બહાર નીકળવા યોજના
આગામી પ્રમુખ તરીકે બિનરાજકીય વ્યક્તિની પસંદગી કરવી જોઈએ ઃ પવાર
અમેરિકા-ફિલિપાઈન્સની સંયુક્ત કવાયત સામે ચીનની ચેતવણી

આગામી છ મહિનામાં ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરાશે ઃ કૌશિક બસુ

નડાલે સતત આઠમી વખત મોન્ટે કાર્લો ટાઇટલ જીત્યું
ટેબલટેનિસમાં સૌમ્યજીત અને અંકિતાનો ઓલિમ્પિકમાં પ્રવેશ
આજથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આખરી ટેસ્ટ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સેમેન્યા લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આજે રાજસ્થાન સામે બેંગ્લોર પરાજયનો બદલો લેવા આતુર

દીપડા સાથે બાથભીડી ભાઈએ બચાવ્યો મોટાભાઈનો જીવ
સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવાન પરિણીતાનો ગળાફાંસો

અમેરિકામાં મૂકબધિરો એન્જિનિયર ડોકટર કે જજ પણ બની શકે છે

 

 

 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved