Last Update : 23-April-2012, Monday

 

પુરુષોની ઘટી રહેલી ફળદ્રુપતા કોમેડી ફિલ્મનો વિષય બની શકે છે !

પુરુષોના વીર્યમાં શુક્રાણુઓના પ્રમાણમાં વાર્ષિક બે ટકાના દરથી થઈ રહેલા ઘટાડાના કારણે ૫૦ વર્ષ પછી બાળકો પેદા કરી શકે તેવા પુરુષો દુર્લભ બની જશે

આજની આપણી જીવનશૈલી એવી ન હોવી જોઈએ કે જેને કારણે આપણી આવતીકાલની પેઢીનું અસ્તિત્વ જ ખતરામાં મુકાઈ જાય. આપણા પૂર્વજોએ પોતાની ફળદ્રુપતા ટકાવી રાખી હતી માટે જ આપણે આજે આ દુનિયામાં જીવી રહ્યા છીએ. આજના પુરુષો જે ઝડપે પોતાની ફળદ્રુપતા ગુમાવી રહ્યા છે એ જોતાં એવો ભય પેદા થયો છે કે આવતા ૫૦ વર્ષ પછી તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે તેવો એક પણ મર્દ આ દુનિયામાં બચ્યો નહીં હોય. આજની આપણી લાઇફ સ્ટાઇલમાં સ્ટ્રેસ વધી ગયો છે, પ્રદૂષકો વધી ગયા છે અને પુરુષોના શરીરમાં મેદ વધી ગયો છે જેને કારણે વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ભયજનક હદે ઘટી રહી છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા ૫૦ વર્ષમાં પુરુષોના વીર્યમાં સ્પર્મ કાઉન્ટમાં આશરે ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આ કારણે બાળકો પેદા કરવા માટે અનેક સ્ત્રીઓને ઉછીનું વીર્ય લેવાની ફરજ પડે છે આ વિષયને લઈને બોલિવૂડમાં એક કોમેડી ફિલ્મ પણ તાજેતરમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં આપણા જીવનની વાસ્તવિકતા પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
ઇ.સ. ૧૯૫૦ની સાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 'વીર્યવાન' પુરુષની વ્યાખ્યા જાહેર કરી એ મુજબ તંદુરસ્ત પુરુષના વીર્યમાં મિલિલિટર દીઠ ૧૧.૩ કરોડ શુક્રાણુઓ હોય એ સામાન્ય વાત ગણાતી હતી. આ વ્યાખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરવાની વિશ્વ આરોગ્ય સંસ્થાને ફરજ પડી હતી. ઇ.સ. ૨૦૦૯ના અંતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ જે પુરુષના વીર્યમાં મિલિલિટર દીઠ બે કરોડ શુક્રાણુ હોય તેને પણ સામાન્ય નોર્મલ પુરુષ માની લેવામાં આવે છે. ડો. અનિરુદ્ધ અને અંજલિ માલપાણીએ આજથી બે દાયકા અગાઉ મુંબઈમાં સ્પર્મ બેન્ક શરૃ કરી ત્યારે લોકો તેમના પર હસતા હતા કે તમને ગ્રાહક ક્યાંથી મળશે આજે સારા ઘરના પુરુષો પોતાની પત્નીઓને ળઈને આ ક્લિનિકમાં કૃત્રિમ વીર્યદાન લેવા આવે છે. ઘણા કોલેજિયન યુવાનો નિયમિત વીર્યદાન કરી તગડી કમાણી પણ કરે છે. આવા એક યુવાનની કહાણીને રમૂજી સ્વરૃપ આપીને 'વિકી ડોનર' નામની ફિલ્મ બનાવવામાં આવી છે જેમાં આ ગંભીર વિષયની હળવાશથી છણાવટ કરવામાં આવી છે.
ડો. અંજલિ માલપાણીના જણાવ્યા મુજબ તેમણે આજથી બે દાયકા અગાઉ પોતાની સ્પર્મ બેન્ક શરૃ કરી ત્યારે તેમની પાસે મિલિલિટરદીઠ ૪થી ૬ કરોડ શુક્રાણુઓ ધરાવતા પુરુષો મોટી સંખ્યામાં આવતા હતા પરંતુ આજની તારીખમાં જે પુરુષો સ્વૈચ્છિક વીર્યદાન કરવા આવે છે તેમનું સ્પર્મ કાઉન્ટ ઘટીને ત્રણ કરોડ અને અમુક કિસ્સામાં તો બે કરોડ ઉપર પણ પહોંચી ગયું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ તેઓ બે કરોડથી ઓછું સ્પર્મ કાઉન્ટ ધરાવતા પુરુષના વીર્યનો સ્વીકાર કરતા નથી.
આજની આપણી લાઇફ સ્ટાઇલને કારણે પુરુષોની ફળદ્રુપતા ઘટી રહી છે, જેને કારણે નિઃસંતાન સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. અનેક ઉપાયો અજમાવ્યા પછી પણ આ સ્ત્રીઓ ગર્ભધારણ કરવામાં નિષ્ફલ જાય ત્યારે તેઓ ફર્ટિલિટી ક્લિનિકોના શરણે જાય છે આ ક્લિનિકો પાસે દરેક ઉંમરના, વર્ણના, ધર્મના અને વર્ગના વીર્યદાતાઓની યાદી તૈયાર હોય છે. યુગલની જરૃરિયાત મુજબ તેઓ આવા દાતાને પોતાના ક્લિનિકમાં બોલાવે છે અને તેને વીર્યદાન કરવા કહે છે. અનેક બેકાર પુરુષો પોતાનું ગુજરાન ચલાવવા આવી ક્લિનિકોમાં નિયમિત જતા હોય છે. 'વિકી ડોનર' ફિલ્મમાં ડો. ચઢ્ઢા આવી ક્લિનિક ચલાવતા હોય છે તેઓ હેન્ડસમ અને તંદુરસ્ત યુવાનોને લલચાવીને તેમને વીર્યદાન કરવા તૈયર કરતા હોય છે. ડો. ચઢ્ઢા આ ફિલ્મના હીરો વિકી અરોરાને તેનું વીર્યદાન કરવા સમજાવે છે પણ વિકી કહે છે કે આજથી ૨૦ વર્ષ પછી મારા અનેક હમશકલો રસ્તા ઉપર જોવા મળે એવી પરિસ્થિતિની હું કલ્પના નથી કરી શકતો. ડો. ચઢ્ઢા વિકીને સમજાવે છે કે આ પણ એક જાતની સમાજસેવા છે, વળી તેનાથી વિકીને ઇઝી મની પણ મળી શકે તેમ છે. વિકી પોતાનો સંકોચ ખંખેરીને આ ધંધામાં ઉમંગભેર જોડાઈ જાય છે. તેના શુક્રાણુ વડે સફળતાથી બાળકો પેદા થવા માંડે છે એટલે વિકી પોતાના ભાવો વધારી આપવા રજૂઆત કરે છે. આ ફિલ્મમાં નિઃસંતાન દંપતીઓના દર્દનો જેમ ખ્યાલ આવે છે તેમ આ દર્દમાંથી કમાણી કરતા ફર્ટિલિટી ક્લિનિકોના સંચાલકોની લાલસા ઉપર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. બે વર્ષ અગાઉ સ્કોટલેન્ડના એક ફર્ટિલિટી ક્લિનિકમાં ઇ.સ. ૧૯૮૯થી ૨૦૦૨ વચ્ચે સારવાર લેવા આવેલા ૭,૫૦૦ પુરુષોના અભ્યાસના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા હતા. આ આંકડાઓ મુજબ પુરુષોની ફળદ્રુપતામાં ૧૩ વર્ષ દરમિયાન ૩૦ ટકા જેટલો ઘટાડો થયો હતો. પુરુષોની ફળદ્રુપતામાં ઘટાડો થવાનું કારણ ધૂમ્રપાન, શરાબ, ડ્રગ્સ, મેદસ્વીતા અને સ્ટ્રેસ છે. પુરુષો મોડી રાત સુધી ઉજાગરાઓ કરે છે અને પોષણયુક્ત આહાર લેતા નથી તેના કારણે તેમના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે. આ પુરુષો પોતાની પત્નીને સંતોષ નથી આપી શકતા તેને કારણે લગ્નજીવનમાં ઝઘડાઓ, બેવફાઈ અને ભંગાણના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. વિજ્ઞાાનીઓ કહે છે કે, આપણા ખોરાકમાં ડીડીટી જેવી જંતુનાશક દવાઓનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પણ પુરુષોની ફળદ્રુપતા ઘટી રહી છે.
ભારતના પુરુષોની ઘટી રહેલી ફળદ્રુપતા બાબતમાં સંશોધન કરી રહેલા ડો. પી.એમ. ભાર્ગવ કહે છે કે પશ્ચિમમાં પુરુષોના વીર્યમાં શુક્રાણુઓ ઘટી રહ્યા છે, એ વાતનો ખ્યાલ ૧૯૯૦ના દાયકામાં આવ્યો હતો. પશ્ચિમના સંશોધકોના અભ્યાસ મુજબ વાર્ષિક બે ટકાના દરે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહે તો આજથી ૫૦ વર્ષ પછી સ્ત્રીના બીજને ફળાવી શકે એવા પુરુષો જ જોવા નહીં મળે. ડો. ભાર્ગવ એક ચોંકાવનારી વાત કહે છે કે જે પુરુષો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી અથવા ઠંડા પીણાઓ પીએ છે તેમના વીર્યમાં પણ શુક્રાણુઓની સંખ્યા ઘટવાની સંભાવના રહે છે. ડો. ભાર્ગવના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિકમાંથી સ્ત્રીના હોર્મોન એસ્ટ્રોજન સાથે સામ્ય ધરાવતો પદાર્થ બહાર આવે છે. આ પદાર્થ પુરુષના શરીરમાં જાય તો તેની અંદર સ્ત્રૈણતા આવે છે અને તેમના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘટે છે.
આજકાલ સ્ત્રીઓ મોટી ઉંમર સુધી કુંવારી રહે છે તેને કારણે પણ તેમની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. મોટી ઉંમરે પરણતી સ્ત્રીઓની ગર્ભધારણ કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય છે. વળી તેઓ લગ્ન કર્યા પછી પણ અમુક વર્ષો સુધી બાળકો ન થાય એ માટે ગર્ભનિરોધક સાધનો વાપરતી હોય છે, જેની વિપરીત અસર તેમની ગર્ભધારણ કરવાની શક્તિ પર પડી શકે છે. આ સ્ત્રીઓ જ્યારે માતા બનવા માંગે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આ કારણે ફર્ટિલિટી ક્લિનિકોના સંચાલકો કહ છે કે જે સ્ત્રીએ માતા બનવું હોય તેણે સમયસર પરણી જવું જોઈએ.
મુંબઈના અનેક પરાઓમાં પણ સ્પર્મ અંગેના ક્લિનિકો શરૃ થઈ છે. મુલુંડમાં 'ટ્રાઇવેક્ટર'ના નામે આવી ક્લિનિક ખુલી ગઈ છે. આ ક્લિનિકમાં રોજના છથી સાત પુરુષો પોતાના વીર્યનું દાન કરવા આવે છે, પણ તેમાંના ૭૦ ટકા પુરુષોનું વીર્ય રીજેક્ટ કરવામાં આવે છે, કારણ કે તેમાં શુક્રાણુઓની સંખ્યા મિલિલિટરદીઠ બે કરોડ કરતાં ઓછી હોય છે. આ ક્લિનિકમાં અનેક કોલેજિયનો નિયમિત રીતે પોતાના વીર્યનું દાન કરવા આવે છે જે યુવાનો ધૂમ્રપાન અને શરાબ સેવન ન કરતા હોય તેમના વીર્યમાં સ્પર્મ કાઉન્ટ ઊચું જોવા મળે છે. કેટલાક શ્રીમંત નબીરાઓ પોતાની પોશ કારમાં વીર્યદાન કરવા આવે છે અને તેઓ કોઈ વળતરની અપેક્ષા પણ રાખતા નથી.
કૃત્રિમ વીર્યદાન અને કૃત્રિમ બીજદાનને કારણે આપણા દેશમાં અનેક સામાજિક સમસ્યાઓ પેદા થઈ રહી છે. જે બાળકોનો જન્મ કૃત્રિમ વીર્યદાન દ્વારા થયો હોય તેમને પોતાનો ખરો પિતા કોણ છે એ બાબતની જાણ કદી થતી નથી. વીર્યબેન્કની આચારસંહિતા મુજબ આ વાતની જાણ કદી પણ કોઈને કરવામાં આવતી નથી. આ કારણે કૃત્રિમ વીર્યદાનથી જન્મેલા બાળકો કાયમ એક જાતની અધૂરપનો અહેસાસ કરે છે. તેવી રીતે જે સ્ત્રીઓ પોતાની કુખિ ભાડે આપે છે તેઓ પણ અનેક જાતની મનોવૈજ્ઞાાનિક સમસ્યાઓનો ભોગ બને છે. આ બાબતમાં આપણા દેશના કાયદાઓ ખૂબ ઢીલા હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશીઓ તેનો લાભ લેવા ભારતમાં આવે છે.
પુરુષોમાં ઘટી રહેલા શુક્રાણુઓ માત્ર વિજ્ઞાાનીઓની જ નહીં પણ સમાજશાસ્ત્રીઓની પણ ચિંતાનો વિષય છે. આપણા સમાજમાં પુરુષની અને સ્ત્રીઓની ભૂમિકામાં જે પરિવર્તન આવ્યું છે તેને કારણે પત્ની નોકરી કરતી હોય ત્યારે પતિએ ઘરના કામો કરવા પડે છે અને બાળકોનું ધ્યાન રાખવું પડે છે. માનસિક રીતે સ્ત્રીની ભૂમિકા ભજવવાને કારણે પણ પુરુષાતન પર પણ અસર થાય છે. આ બાબતમાં હજી સુધી કોઈ વૈજ્ઞાાનિક અભ્યાસ કરવામાં આવ્યો નથી. મનુષ્ય જાતને ટકાવી રાખવી હશે તો પુરુષાતનને પણ ટકાવી રાખવું અનિવાર્ય છે. આ માટે આપણા આહારવિહારમાં અને આપણી લાઇફ સ્ટાઇલમાં યોગ્ય પરિવર્તન લાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved